કેન્સરથી બચાવ માટે પ્રાકૃતિક ઔષધિ લસણ, અંદર રહેલું એલિસિન આપે છે રક્ષણ, જાણો આરોગ્યલક્ષી ફાયદા
લસણ જે સામાન્ય રીતે દરેક ભારતીય રસોડાનું અભિન્ન અંગ ગણાય છે, હવે વૈજ્ઞાનિક સંશોધનો અનુસાર, ફક્ત ખોરાકનો સ્વાદ વધારતી ચીજ નથી રહી. તેમાં રહેલું એક બળવાન સંયોજન એલિસિન (Allicin) આજે વૈજ્ઞાનિક અને આરોગ્ય નિષ્ણાતો દ્વારા કેન્સર વિરોધી ઉપચારાત્મક તત્વ તરીકે માન્યતાપાત્ર બની ચૂક્યું છે. શું છે એલિસિન? એલિસિન એ લસણમાં રહેલું એક પ્રાકૃતિક ઓર્ગેનોસલ્ફર સંયોજન છે, જે લસણને ક્રશ કરવાથી અથવા ચપટી દેવાથી સક્રિય થાય છે. રિસર્ચ ગેટ અને વિવિધ વૈજ્ઞાનિક સંસ્થાઓ દ્વારા પ્રકાશિત અહેવાલો પ્રમાણે, એલિસિનમાં એવી ક્ષમતા હોય છે કે જે શરીરમાં કેન્સરજાત કોષોની વૃદ્ધિને અવરોધી શકે છે. તેથી લસણને પ્રાકૃતિક “એન્ટી-કેન્સર એજન્ટ” તરીકે ઓળખવામાં આવી રહ્યું છે. લસણના મુખ્ય ફાયદાઓ: 1. કેન્સર સામે રક્ષણ એલિસિન સહિતના ઓર્ગેનોસલ્ફર તત્વો કેન્સર કોષોની વૃદ્ધિને અટકાવે છે.…
2 May, World Asthma Day: શા માટે ઉજવાય છે આજનો દિવસ, ચાલો જાણીએ આજના દિવસ વિષે
દર વર્ષે 2 મેના રોજ વિશ્વ અસ્થમા દિવસ (World Asthma Day) ઉજવવામાં આવે છે. આ દિવસના માધ્યમથી વૈશ્વિક આરોગ્ય સંસ્થાઓ, ડૉક્ટરો અને આરોગ્ય વિશેષજ્ઞો શ્વાસ સંબંધિત ગંભીર રોગ અસ્થમા વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરે છે. આ દિવસ શ્વાસની સમસ્યાઓના કારણે જીવનની ગુણવત્તા પર પડતા પ્રભાવ અને તેનાથી બચવાના માર્ગો અંગે સમજ આપવાનો ઉદ્દેશ ધરાવે છે. અસ્થમાની વૈશ્વિક સ્થિતિ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) મુજબ, આજના સમયમાં વિશ્વભરમાં આશરે 30 કરોડ લોકો અસ્થમાથી પીડાતા છે. વર્ષ 2005માં અંદાજે 2,55,000 લોકોના મૃત્યુ અસ્થમા સામેની યોગ્ય સારવાર ન મળવાથી થયા હતા. અસ્થમાના કેસ ખાસ કરીને મધ્યમ અને નીચી આવક ધરાવતા દેશોમાં વધુ જોવા મળે છે, જ્યાં આરોગ્યસુવિધાઓ મર્યાદિત હોય છે. અસ્થમાના સામાન્ય લક્ષણો – સતત ઉધરસ (ખાસ કરીને રાત્રે)…
આંબાના પાન છે સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ, કરો આ રીતે ઉપયોગ
ઉનાળાની ઋતુ શરૂ થતાં જ લોકો ફળોના રાજા કેરીની આતુરતાથી રાહ જુએ છે. આ પીળું રસદાર ફળ ખાવામાં એટલું સ્વાદિષ્ટ છે કે લોકો તેનાથી અનેક પ્રકારની વાનગીઓ બનાવે છે અને ખાય છે અને પીવે છે. મોટાભાગના લોકો કેરીના સ્વાદ અને ફાયદાઓથી વાકેફ છે, પરંતુ શું તમે જાણો છો કે આયુર્વેદ અનુસાર કેરીની સાથે તેના પાંદડા પણ સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ માનવામાં આવે છે. કેરીના પાનમાં વિટામિન એ, સી અને બી જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. આ પાંદડાઓમાં હાજર એન્ટીઑકિસડન્ટ અને ઔષધીય ગુણધર્મો ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ થાય છે. કેરીના પાન ખાવાથી વજન ઘટાડવાથી લઈને ડાયાબિટીસ સુધીની સમસ્યાઓને કેવી રીતે નિયંત્રિત કરી શકાય છે . ડાયાબિટીસ કેરીના પાનમાં હાજર એન્ટી-ડાયાબિટીક ગુણો બ્લડ સુગર લેવલને…
RR vs MI: મુંબઈએ રાજસ્થાનને 100 રનથી હરાવ્યું, પ્લેઓફની રેસમાંથી બહાર ગઈ રાજસ્થાનની ટીમ
IPL 2025ની રોમાંચક સિઝનમાં ગુરુવારે રમાયેલી RR vs MI વચ્ચેની ટકકરમાં મુંબઈ ઈન્ડિયન્સે શાનદાર પ્રદર્શન સાથે રાજસ્થાન રોયલ્સને 100 રનથી હાર આપી. આ જીત સાથે ન માત્ર મુંબઈ પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગઈ છે, પણ રાજસ્થાન રોયલ્સને પ્લેઓફની રેસમાંથી પણ બહાર ફેંકી દીધી છે. મેચ દરમિયાન કર્ણ શર્મા અને ટ્રેન્ટ બોલ્ટે રાજસ્થાનના બેટ્સમેનનો પતન લાવ્યું હતું. મેસીવ સ્કોર: મુંબઈએ 217 રનથી બતાવી તાકાત ટોસ હારીને પ્રથમ બેટિંગ માટે ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં માત્ર 2 વિકેટે 217 રનનો વિશાળ સ્કોર કર્યો. રાયન રિકેલ્ટન (61) અને રોહિત શર્મા (53) વચ્ચેcentury partnership થઈ. બાદમાં સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યાએ પણ 48-48 રનની તોફાની ઇનિંગ રમી. રાજસ્થાન તરફથી માત્ર મહેશ થીકશન અને રિયાન પરાગે એક-એક વિકેટ મેળવી. કર્ણ-બોલ્ટની…
મહિનો બદલાયો, નિયમો પણ બદલાયા: 1 મે 2025થી ભારતમાં 5 મોટા ફેરફાર, જાણો શું બદલાશે તમારા દૈનિક જીવનમાં..
1 મે 2025થી નવો મહિનો શરૂ થયો છે અને તેની સાથે જ કેટલાક મહત્વના નિયમોમાં પણ બદલાવ જોવા મળ્યો છે. આ ફેરફારો સામાન્ય જનજીવનને સીધો અસર કરે છે. દૂધના ભાવમાં વધારો થયો છે, ATMમાંથી પૈસા ઉપાડવા મોંઘું બન્યું છે અને રેલવેની ટિકિટિંગ વ્યવસ્થામાં પણ મોટો ફેરફાર આવ્યો છે. અહીં જાણો 1 મે, 2025થી લાગુ થયેલા 5 મોટા ફેરફારો વિશે વિગતે: 1. અમૂલ દૂધ 2 રૂપિયા મોંઘું:- દેશની જાણીતી ડેરી કંપની અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લિટર ₹2નો વધારો કર્યો છે. નવા ભાવ આજે એટલે કે 1 મે 2025થી અમલમાં આવ્યા છે. અમૂલ ગોલ્ડ, તાઝા, બફેલો, સ્ટાન્ડર્ડ સહિતના તમામ વર્ઝનના ભાવ વધ્યા છે. મધર ડેરી અને વેર્કા પહેલાં જ ભાવ વધારી ચૂક્યા છે. 2. ATMથી રોકડ…
BOX OFFICE : સની દેઓલની ‘જાટ’ અક્ષય કુમારની ‘કેસરી 2’ સામે ટકી શકતી નથી, ‘રેડ 2’ પહેલાની આ સ્થિતિ
સની દેઓલ અને રણદીપ હુડ્ડાની ફિલ્મ ‘જાટ’એ સિનેમાઘરોમાં 21 દિવસ પૂર્ણ કર્યા છે. ફિલ્મની કમાણી હવે ઘટવા લાગી છે. અક્ષય કુમારની ‘કેસરી 2’ એ 13 દિવસમાં સારો બિઝનેસ કર્યો છે, પરંતુ હવે ‘રેડ 2’ અને ‘ધ ભૂતની’ એક મોટો ખતરો બની રહ્યા છે.ગોપીચંદ માલીનેની દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘જાટ’એ સિનેમાઘરોમાં તેની 21 દિવસની સફર પૂર્ણ કરી છે. સની દેઓલ અને રણદીપ હુડ્ડાની આ ફિલ્મની ગતિ હવે ધીમી પડી ગઈ છે, પરંતુ તે સતત 100 કરોડને સ્પર્શવાનો પ્રયાસ કરી રહી છે. આ સાથે, 13 દિવસ પહેલા રિલીઝ થયેલી અક્ષય કુમારની ‘કેસરી 2’ પણ બોક્સ ઓફિસ પર પૈસા કમાવવા માટે પરસેવો પાડતી જોવા મળે છે. ચાલો જાણીએ કે બુધવારે આ બંને ફિલ્મોએ કેટલી કમાણી કરી છે. 10 એપ્રિલ,…
પ્રોટીન મેળવવા માટે હવે નોનવેજની જરૂર નથી: આ 5 વેજ ફૂડ ખાવાનું કરો શરૂ, મળશે ભરપૂર પ્રોટીન
હવે ફિટ અને હેલ્ધી રહેવા માટે નોનવેજ ખાવાની જરૂર નથી. આજે વધુ ને વધુ લોકો શાકાહાર તરફ વળી રહ્યા છે અને સ્નાયુઓના વિકાસ માટે જરૂરી પ્રોટીન શાકાહારી આહારમાંથી મેળવવાના વિકલ્પોની શોધમાં છે. ખાસ કરીને જેમનો જીમ કરવો રૂટીનનો ભાગ છે, તે લોકો માટે સાચા પોષક તત્વોનો સમાવેશ જીવનશૈલીમાં કરવો અત્યંત જરૂરી છે. શોધ અને આહાર નિષ્ણાતોનું કહેવું છે કે ખૂબસૂરતીથી પસંદ કરાયેલ વેજિટેરિયન ફૂડ્સથી પણ પુરતું અને ગુણવત્તાવાળું પ્રોટીન મેળવી શકાય છે. અહીં એવા પાંચ શ્રેષ્ઠ વેજ ફૂડ્સ વિશે જણાવવામાં આવે છે જે જીમ પછી ખાવા માટે પરફેક્ટ છે અને તે નોનવેજના શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થાય છે: 1. મસૂર (લાલ દાળ) મસૂર પ્રોટીનથી ભરપૂર છે. એક કપ મસૂરમાં આશરે 19 ગ્રામ પ્રોટીન અને 15 ગ્રામ ફાઇબર…
IPL 2025: પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 4 વિકેટથી હરાવ્યું, શ્રેયસ ઐયર અને ચહલ બન્યા વિજયના નાયક
IPL 2025ની 49મી મેચમાં પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને 4 વિકેટથી હરાવી, પ્લેઓફની દોરથી બહાર ફેંકી દીધી. ચેન્નઈ માટે આ શારમજનક હાર સાબિત થઈ છે કારણ કે તે સતત બીજી વાર પ્લેઓફ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ ગઈ છે. ચેન્નઈની પહેલી બેટિંગ અને ચહલનો ચમત્કાર ચેપોક સ્ટેડિયમમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર CSKએ સેમ કરનના શાનદાર 88 રનના ઇનિંગ પર ભરોસો રાખીને 20 ઓવરમાં 190 રન બનાવ્યા. જોકે તેમની આ મજબૂત બેટિંગ લાઇન અપ યુઝવેન્દ્ર ચહલની લેજન્ડરી બોલિંગ સામે ટકી શકી નહીં. ચહલે એક જ ઓવરમાં હેટ્રિક કુલ 4 વિકેટ ઝડપી, જેના કારણે ચેન્નઈનો મિડલ ઓર્ડર અને ટેલ એન્ડ ધરાશાયી થઈ ગયો. પ્રભસિમરન અને ઐયરની ધમાકેદાર બેટિંગ 191 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની શરૂઆત…
















