ઘરે ફૂલોમાંથી પરફ્યુમ કે અત્તર કેવી રીતે બનાવશો? આલ્કોહોલ અને રસાયણમુક્ત શુદ્ધ સુગંધ બનાવવાની સૌથી સરળ વૈદિક પદ્ધતિ

બજારના કેમિકલયુક્ત અને મોંઘા પરફ્યુમથી કંટાળી ગયા છો? અહીં જુઓ માત્ર ૨ જ કુદરતી ઘટકોની મદદથી ઘરે જ શુદ્ધ, રસાયણમુક્ત અને સુગંધિત અત્તર કે પરફ્યુમ બનાવવાની સરળ અને સ્ટેપ-બાય-સ્ટેપ રીત. આજના સમયમાં બજારમાં મળતા મોટાભાગના કોમર્શિયલ પરફ્યુમમાં કૃત્રિમ રસાયણો, ફેથેલેટ્સ (Phthalates) અને હાનિકારક ફિક્સેટિવ્સનો ઉપયોગ થાય છે. આ કેમિકલ્સના કારણે ઘણીવાર માથાનો દુખાવો, એલર્જી અથવા ત્વચામાં બળતરા જેવી સમસ્યાઓ થવા લાગે છે. નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત એક સંશોધન અનુસાર, ઘરે બનાવેલા કુદરતી (DIY) પરફ્યુમ અથવા સુગંધિત તેલ ત્વચા સાથે કોઈ આડઅસર (Reaction) કરતા નથી અને ઉપયોગ માટે સંપૂર્ણપણે સુરક્ષિત માનવામાં આવે છે. અત્તર અને પરફ્યુમ વચ્ચેનો મુખ્ય તફાવત પ્રખ્યાત ‘કન્નૌજ અત્તર’ની સત્તાવાર માહિતી અનુસાર, બંને વચ્ચે મોટો તફાવત છે: અત્તર (Attar): આ એક કેન્દ્રિત (Concentrated)…

કલાકો સુધી AC ચલાવવાની જરૂર નહીં! આ સરળ ટ્રિકથી રૂમ થશે ઝડપથી ઠંડો, વીજળીનું બિલ પણ ઘટશે

ઉનાળાની ગરમીમાં લોકો માટે એર કન્ડિશનર હવે જરૂરી ઉપકરણ બની ગયું છે. પરંતુ ઘણા લોકોની ફરિયાદ રહેતી હોય છે કે કલાકો સુધી AC ચાલુ રાખ્યા બાદ પણ રૂમ ઝડપથી ઠંડો થતો નથી. સાથે જ દર મહિને આવતું ભારે વીજળી બિલ પણ મોટી ચિંતા બની જાય છે. એવામાં નિષ્ણાતો એક સરળ અને સસ્તી ટ્રિક અપનાવવાની સલાહ આપી રહ્યા છે. એક્સપર્ટના જણાવ્યા અનુસાર AC સાથે સામાન્ય પેડેસ્ટલ ફેન અથવા ટેબલ ફેનનો ઉપયોગ કરવાથી રૂમ વધુ ઝડપથી ઠંડો થઈ શકે છે અને વીજળીનો ખર્ચ પણ ઓછો થઈ શકે છે. AC સાથે પંખો ચલાવવાથી શું ફાયદો? જ્યારે માત્ર AC ચાલુ હોય છે ત્યારે તેની ઠંડી હવા ઘણીવાર રૂમના એક ભાગમાં જ વધુ અનુભવાય છે. ખાસ કરીને મોટા રૂમમાં ઠંડક દરેક…

જુનાગઢ માં નિશુલ્ક સમર કેમ્પનો ભવ્ય સમાપન સમારોહ યોજાયો, બાળકોને કીટ વિતરણ અને શિક્ષકોનું સન્માન કરાયું

જૂનાગઢમાં શિક્ષણ, સંસ્કાર અને સેવાના ત્રિવેણી સંગમ સમાન પાંચ દિવસીય ‘નિશુલ્ક સમર કેમ્પ’નો આજે અત્યંત ઉત્સાહભર્યા અને ભવ્ય વાતાવરણમાં સમાપન સમારોહ યોજાયો હતો. લોટસ સ્પોર્ટ્સ એકેડેમી એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કેમ્પમાં બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ખીલવવાના ઉમદા હેતુ સાથે સેવા અને સમર્પણનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. કર્મનિષ્ઠ શિક્ષકોનું ‘સન્માન પત્ર’ આપી ગૌરવપૂર્વક સન્માન કરાયું સમર કેમ્પ દરમિયાન પોતાની અમૂલ્ય સેવાઓ આપી બાળકોનું યોગ્ય માર્ગદર્શન કરનાર તમામ કર્મનિષ્ઠ શિક્ષકોને કેમ્પના અંતિમ દિવસે ‘સન્માન પત્ર’ આપી ગૌરવપૂર્વક સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આયોજકોએ ગર્વભેર જણાવ્યું હતું કે, શિક્ષકોના નિઃસ્વાર્થ સહયોગ અને અથાણ શ્રમ વગર આ સેવાકીય યજ્ઞ સફળ બનાવવો અશક્ય હતો. બાળકોને પ્રોત્સાહક ભેટ: આકર્ષક કીટ બેગ અને એજ્યુકેશન કીટનું વિતરણ કેમ્પમાં ઉત્સાહભેર સહભાગી…

ચામડી દઝાડતા તાપમાં કેવા પ્રકારનું સનસ્ક્રીન વાપરવું? ખરીદતા પહેલા ધ્યાનમાં રાખો

ઉનાળાની ઋતુ પોતાની સાથે અનેક પડકારો લઈને આવે છે, જેમાંથી એક છે ત્વચા સંબંધિત સમસ્યાઓ. હકીકતમાં, સૂર્યના તીવ્ર કિરણોના સંપર્કમાં આવવાથી ત્વચાને નોંધપાત્ર નુકસાન થાય છે. યુવી કિરણોત્સર્ગના સંપર્કમાં આવવાથી ત્વચામાં વિવિધ ફેરફારો થાય છે, જેમ કે શુષ્કતા, કરચલીઓ, ઇલાસ્ટિન અને કોલેજનનું ભંગાણ, ફ્રીકલ્સ અને ઉંમરના ફોલ્લીઓ. તેથી, આ ઋતુ દરમિયાન, તમારી ત્વચાની સંભાળ રાખવા માટે યોગ્ય SPF સ્તર સાથે નિયમિતપણે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ કે સનસ્ક્રીન ખરીદતી વખતે તમારે કયા પરિબળો ધ્યાનમાં રાખવા જોઈએ.

ગરમીમાં હાઇડ્રેટેડ રહેવા માટે ઉનાળાનાં આ ઇન્સ્ટન્ટ પીણાં રાખો તમારી સાથે

ઉનાળો શરૂ થતાં જ ડિહાઇડ્રેશનની સમસ્યા વધી જાય છે. ડિહાઇડ્રેશનથી બચવા માટે, લોકો વિવિધ પ્રકારના પીણાં પીવાનું શરૂ કરે છે. ઘણીવાર, તેઓ રસ્તાની બાજુના સ્ટોલ અથવા દુકાનોમાંથી પીણાં ખરીદે છે, જે ઘણીવાર પાચન સમસ્યાઓમાં વધારો કરે છે. આ સમસ્યાને ઉકેલવા માટે, ડાયેટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટ્સે કેટલાક ખાસ ઇન્સ્ટન્ટ પીણાંની ભલામણ કરી છે જે તમે બહાર જાઓ ત્યારે તમારી બેગમાં રાખી શકો છો અને જ્યારે પણ તમને તરસ લાગે ત્યારે તૈયાર કરી શકો છો અને પી શકો છો. ઉનાળાનાં તડકાથી પોતાને બચાવવા અને ઇલેક્ટ્રોલાઇટ ભંડાર ભરવા માટે, લોકો ઘણીવાર રસ્તાની બાજુના સ્ટોલ પરથી શેરડીનો રસ, લીંબુ-ફૂદીનાનું પાણી અને સત્તુ વગેરે પીવે છે. જો કે, આ પીણાં ઘણીવાર સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. આ પીણાંમાં ભેળવેલું પાણી ઘણીવાર…

ગરમીમાં ઠંડક આપતી અને ઓછા ગેસમાં બનતી દહીંની સ્વાદિષ્ટ વાનગીઓ: આરોગ્ય અને ટેસ્ટનો પરફેક્ટ સમન્વય

ગરમીના તાપમાં તળેલું અને મસાલેદાર ખાવાનું મન ઓછું થાય છે. આવા સમયમાં લોકો હલકું, ઠંડક આપતું અને પાચન માટે સારું ખાવાનું પસંદ કરે છે. બીજી તરફ દેશમાં LPG ગેસની સમસ્યા વચ્ચે ઓછા ગેસમાં બનતી વાનગીઓ પણ લોકપ્રિય બની રહી છે. આવી સ્થિતિમાં દહીંથી બનતી કેટલીક સરળ અને સ્વાદિષ્ટ વાનગીઓ તમારા માટે પરફેક્ટ વિકલ્પ બની શકે છે. આ વાનગીઓ પેટને ઠંડક આપે છે અને ગેસની પણ બચત કરે છે. પુદીના-જીરૂ દહીં ગરમીમાં પેટને ઠંડું રાખવા માટે પુદીના-જીરૂ દહીં એક ઉત્તમ વિકલ્પ છે. તેને બનાવવું ખૂબ જ સરળ છે. દહીંમાં ભુંજેલું જીરૂ પાવડર, બારીક સમારેલું પુદીના અને કાળો મીઠું ઉમેરો. પછી તેને સારી રીતે મિક્સ કરી લો. આ દહીં પાચન સુધારે છે અને પેટમાં ગેસ તેમજ એસિડિટી જેવી…

હળદર બનશે ડાયાબિટીસ માટે ‘ગોલ્ડન ટિકિટ’, હૃદયને આપશે સુરક્ષા

ભારતીય રસોડાનું ઘરેણું ગણાતી હળદર હવે માત્ર મસાલા તરીકે નહીં, પરંતુ આરોગ્યક્ષેત્રમાં પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તાજેતરના એક સંશોધન મુજબ, હળદરમાં રહેલું મુખ્ય તત્વ ‘કરક્યુમિન’ ડાયાબિટીસના દર્દીઓ માટે ખાસ લાભદાયક સાબિત થઈ શકે છે. ખાસ કરીને હૃદય અને રક્તવાહિનીઓને થતા નુકસાન સામે રક્ષણ આપવામાં લાભદાયક સાબિત થઈ શકે છે.

ખરબુચા ખરીદતી વખતે ન કરો આ ભૂલો, ઘરે આવીને આવું રાખશો તો લાંબા સમય સુધી રહેશે તાજું

ગરમીના મોસમમાં ખરબુચા સૌથી વધુ પસંદ કરાતું ફળ છે. તેનું મીઠું સ્વાદ અને વધુ પાણીની માત્રા શરીરને તરત તાજગી આપે છે. ખરબુચા ખાવાથી શરીર હાઇડ્રેટેડ રહે છે અને ડિહાઇડ્રેશનથી બચવામાં મદદ મળે છે. ખાસ કરીને ઉનાળામાં, જ્યારે તાપમાન ઊંચું હોય છે, ત્યારે ખરબુચા સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક સાબિત થાય છે. ખરબુચા (ટેટી) આરોગ્ય લાભો ટેટી  માં વિટામિન A, C અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે, જે ત્વચા અને ઈમ્યુન સિસ્ટમ માટે ફાયદાકારક છે. તે પાચનક્રિયા સુધારે છે અને શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે. તેમાં ઓછું કેલરી હોય છે, એટલે વજન નિયંત્રણમાં રાખવામાં પણ મદદરૂપ છે. ખરબુચા ને સ્ટોર કરવાની યોગ્ય રીતબજારમાંથી ટેટી  લાવ્યા પછી તેને તરત જ ફ્રિજમાં મૂકવાની જરૂર નથી. જો ખરબુચા કાપેલું ન…

મહિલાઓ માટે જીવનરક્ષક HPV વેક્સીન: સર્વાઇકલ કેન્સરથી બચાવ અને ખર્ચની માહિતી,HPV વેક્સિન કેમ છે જરૂરી?

ભારતમાં છેલ્લા થોડા વર્ષોમાં સર્વાઇકલ કેન્સરના કેસોમાં વધારો નોંધાયો છે. આ એક ગંભીર અને જીવલેણ બીમારી છે, જે ખાસ કરીને મહિલાઓમાં જોવા મળે છે. સ્ત્રીઓમાં થતો આ બીજો સૌથી સામાન્ય કેન્સર છે. પરંતુ સારા સમાચાર એ છે કે સમયસર લેવામાં આવેલી HPV વેક્સિન આ રોગના જોખમને ઘણો ઓછો કરી શકે છે. HPV (હ્યુમન પેપિલોમા વાયરસ) વેક્સિન કેવી રીતે કામ કરે છે? HPV  એ એક એવો વાયરસ છે, જે સર્વાઇકલ કેન્સર માટે મુખ્ય જવાબદાર માનવામાં આવે છે. HPV વેક્સિન શરીરને આ વાયરસ સામે લડવાની ક્ષમતા આપે છે. ઓન્કોલોજિસ્ટ ડૉ. જ્યોતિ વાધવાના જણાવ્યા અનુસાર, આ વેક્સિન ઇન્ફેક્શનનો ખતરો ઘટાડે છે અને પરિણામે કેન્સર થવાની શક્યતા પણ ઓછી કરે છે. કઈ ઉંમરે લેવાય HPV વેક્સિન? 1. 9 થી 14…

ચિપચિપાટી ગરમીમાં પણ ચહેરો રાખો તાજું અને ગ્લોઇંગ – 4 અસરકારક ઘરેલુ ફેસ પેક

ચિપચિપાહટભરી ગરમીમાં ચહેરો નિરસ, ઓઇલી અને થાકેલો લાગવો સામાન્ય છે. પણ હવે ચિંતા નહીં! ઘરે જ મળતી સરળ વસ્તુઓથી તમે બનાવી શકો છો એવા ફેસ પેક, જે તમારી સ્કિનને રાખશે ફ્રેશ, બ્રાઇટ અને ગ્લોઇંગ. સૌથી સારી વાત એ છે કે આ બધું સસ્તું અને કેમિકલ ફ્રી છે. ચાલો જાણીએ એવા 4 અસરકારક ફેસ પેક વિશે: 1. દહીં અને બેસન ફેસ પેક ગરમીમાં ટાન અને ઓઇલી સ્કિન માટે આ બેસ્ટ છે. બનાવવાની રીત: ચમચી બેસન ચમચી દહીં થોડું હળદર આ બધું મિક્સ કરીને ચહેરા પર લગાવો અને 15 મિનિટ પછી ધોઈ લો. સ્કિન સાફ થાય છે અને ગ્લો આવે છે. 2. ટામેટા અને મધ ફેસ પેક ટામેટું નેચરલ બ્લીચ તરીકે કામ કરે છે. બનાવવાની રીત: ટામેટાનો રસ…