શેરબજારમાં જોવા મળી દિવાળીની રોનક, નિફ્ટીએ વટાવી 25,900ની સપાટી… આ શેર બન્યા રોકેટ
ભારતીય શેરબજારમાં પણ આજે દિવાળીના તહેવાર પર તેજીનો માહોલ જોવા મળ્યો છે. નિફ્ટી લગભગ 200 પોઈન્ટ વધીને 25,900 પર ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે સેન્સેક્સ 680 પોઈન્ટ વધ્યો છે. બેંક નિફ્ટીમાં પણ લગભગ 400 પોઈન્ટનો વધારો જોવા મળી રહ્યો છે. ટોચના 30 BSE શેરોમાંથી પાંચ શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે બાકીના બધામાં વધારો જોવા મળી રહ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો, જે 2.83 ટકા વધીને ₹1,457 પર ટ્રેડ થયો. વધુમાં, કોટક મહિન્દ્રા, એક્સિસ બેંક, ભારતી એરટેલ, ઇન્ફોસિસ અને બજાજ ફિનસર્વ બધામાં લગભગ 2 ટકાનો ઉછાળો જોવા મળ્યો. HDFC બેંકનો શેર પણ 1.50 ટકા વધ્યો. બીજી તરફ ICICI બેંકના શેરમાં લગભગ 2 ટકા ઘટ્યો નોંધાયો છે. જ્યારે શેર બજારમાં અન્ય શેરોમાં આજે…
સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો આઠ વર્ષની સૌથી નીચી સપાટીએ પહોંચ્યો, જાણો શું કહે છે આંકડા
સામાન્ય જનતા અને સરકાર માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. સોમવારે જાહેર કરાયેલા સરકારી આંકડા મુજબ, દેશમાં છૂટક ફુગાવાના દરમાં સપ્ટેમ્બર મહિનામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) પર આધારિત છૂટક ફુગાવો ઓગસ્ટમાં 2.07% થી ઘટીને સપ્ટેમ્બર 2025 માં 1.54% થયો છે. 1.54% નો આ દર છેલ્લા ઘણા વર્ષોમાં સૌથી નીચા સ્તરોમાંનો એક છે, અને તે સતત બીજા મહિને 2% થી નીચે રહ્યો છે. રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય (NSO) એ જણાવ્યું હતું કે આ તીવ્ર ઘટાડો મુખ્યત્વે અનુકૂળ આધાર અસર અને ખાદ્ય ભાવમાં ઘટાડાને કારણે થયો છે. ખાદ્ય ફુગાવો (-) 2.28%: સપ્ટેમ્બર 2025 માં ખાદ્ય ફુગાવો નકારાત્મક (-) 2.28% હતો, જે દર્શાવે છે કે ખાદ્ય વસ્તુઓ પાછલા વર્ષની તુલનામાં સસ્તી થઈ છે. (ઓગસ્ટમાં તે (-)…
8 ઓકટોબરથી UPI ટ્રાન્જેક્શન કરવું બનશે વધુ સરળ, બદલાય રહ્યો છે આ નિયમ
દેશમાં ડિજિટલ પેમેન્ટને સરળ અને વધુ સુરક્ષિત બનાવવા તરફ એક મોટું પગલું લેવામાં આવ્યું છે. હવે, યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) દ્વારા વ્યવહાર કરતા યુઝર્સ ને પેમેન્ટ માટે પિન દાખલ કરવાની જરૂર રહેશે નહીં. તેના બદલે, તેઓ ફેસ આઇડેન્ટિટી અથવા ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરીને તેમના ટ્રાનજેક્શનને મંજૂરી આપી શકશે. આ નવી સુવિધા 8 ઓક્ટોબરથી અમલમાં આવશે. આ પગલું RBIના તાજેતરના માર્ગદર્શિકા અનુસાર છે જે વૈકલ્પિક ઓથેન્ટિકેશનને મંજૂરી આપે છે. NPCI (જે UPIનું સંચાલન કરે છે) મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટિવલમાં આ સુવિધા પ્રદર્શિત કરવા જઈ રહ્યું છે. આ ડિજિટલ પેમેન્ટ કરનારને ઝડપી, સુરક્ષિત અને વધુ અનુકૂળ બનાવશે. મીડિયાના એક અહેવાલ મુજબ, આ નવી સુવિધા ભારત સરકારની આધાર સિસ્ટમમાં સંગ્રહિત બાયોમેટ્રિક ડેટા દ્વારા પેમેન્ટ કરનારને પ્રમાણિત કરશે. એટલે કે, યુઝર્સના…
જનધન ખાતાધારકો માટે ખુશખબર : આ સુવિધાઓ મળશે જીવનભર મફતમાં, જાણો અહીં
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ (BSBD) ખાતાઓ માટે એક નવો ડ્રાફ્ટ પરિપત્ર બહાર પાડ્યો છે, જે નાની આવક ધરાવતા લોકો માટે બેંકિંગ વધુ સરળ, ડિજિટલ અને પારદર્શક બનાવવાનું લક્ષ્ય ધરાવે છે. આ ખાતાઓ માટે હવે મીનીમમ બેલેન્સ જાળવવાની જરૂર નથી અને તેમાં પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળના ખાતાઓનો સમાવેશ થાય છે. હાલમાં દેશમાં 56.6 મિલિયનથી વધુ આ પ્રકારના ખાતા સક્રિય છે, જેમાં ₹2.67 ટ્રિલિયન જેટલો જમા રકમ છે. મુખ્ય સુવિધાઓ: – અનલિમિટેડ કેશ ડિપોઝીટ: ખાતાધારકોને કેશ જમા કરાવામાં કોઈ મર્યાદા નહીં. – ફ્રી ATM અને ડેબિટ કાર્ડ: બિલકુલ મફતમાં ATM કાર્ડ અને ડેબિટ કાર્ડ આપવામાં આવશે. – 25 મફત ચેક પ્રત્યેક વર્ષે: વર્ષમાં 25 ચેક મફત આપવામાં આવશે. – ફ્રી પાસબુક અને…
શિરીષ ચંદ્ર મુર્મુ RBIના ડેપ્યુટી ગવર્નર તરીકે નિયુક્ત, જાણો કોનું લેશે સ્થાન
સરકારે શિરીષ ચંદ્ર મુર્મુને ત્રણ વર્ષના કાર્યકાળ માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના ડેપ્યુટી ગવર્નર તરીકે નિયુક્ત કર્યા છે. મુર્મુ એમ. રાજેશ્વર રાવનું સ્થાન લેશે, જેમનો વિસ્તૃત કાર્યકાળ 8 ઓક્ટોબરના રોજ સમાપ્ત થાય છે. સૂત્રોએ સોમવારે જણાવ્યું હતું કે કેબિનેટની નિમણૂક સમિતિએ 9 ઓક્ટોબરના રોજ અથવા તે પછી કાર્યભાર સંભાળવાની તારીખથી ત્રણ વર્ષના સમયગાળા માટે તેમની નિમણૂકને મંજૂરી આપી છે, એમ PTI ના અહેવાલમાં જણાવાયું છે. મુર્મુ હાલમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે અને દેખરેખ વિભાગના વડા છે. RBI એક્ટ, 1934 મુજબ, સેન્ટ્રલ બેંક પાસે ચાર ડેપ્યુટી ગવર્નર હોવા જોઈએ – બે તેના પોતાના રેન્કમાંથી, એક કોમર્શિયલ બેંકિંગ સેક્ટરમાંથી, અને એક અર્થશાસ્ત્રી જે નાણાકીય નીતિ વિભાગનું નેતૃત્વ કરે. અન્ય ત્રણ ડેપ્યુટી ગવર્નર ટી.…
ટાટા મોટર્સના વ્યવસાયને બે ભાગમાં વહેંચવામાં આવશે, NCLTએ આપી મંજૂરી
ટાટા મોટર્સ લિમિટેડને શુક્રવારે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) ની મુંબઈ બેન્ચ તરફથી તેના પુનર્ગઠન કાર્યક્રમ માટે મંજૂરી મળી, જેનાથી 1 ઓક્ટોબરથી તેના પેસેન્જર વાહનો અને કોમર્શિયલ વાહનોના વ્યવસાયોના ડિમર્જર માટે માર્ગ મોકળો થયો. તેના આદેશમાં, NCLT એ સમગ્ર વ્યવસ્થા યોજનાને મંજૂરી આપી જેના હેઠળ ટાટા મોટર્સના કોમર્શિયલ વાહનોના વ્યવસાયને TML કોમર્શિયલ વ્હીકલ્સ લિમિટેડ (TMLCV) માં ડિમર્જ કરવામાં આવશે, જ્યારે પેસેન્જર વાહનોના વ્યવસાયને ટાટા મોટર્સ હેઠળ એકીકૃત કરવામાં આવશે, જેનું નામ બદલીને ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ લિમિટેડ રાખવામાં આવશે. ઇકોનોમિક ટાઇમ્સના એક અહેવાલ મુજબ, આ બે ટાટા મોટર્સ કંપનીઓ સ્વતંત્ર રીતે લિસ્ટેડ થશે, અને શેરધારકોને ટાટા મોટર્સમાં રહેલા દરેક શેર માટે એક TMLCV શેર મળશે. આ યોજનામાં ₹2,300 કરોડના નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સને કોમર્શિયલ વાહન યુનિટમાં ટ્રાન્સફર કરવાનો…
8મું પગાર પંચ ક્યારે લાગુ થશે?, પગાર કેટલો વધશે? વાંચો સંપૂર્ણ વિગતો
કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટો સમાચાર સામે આવ્યો છે. 8મું પગાર પંચ (8th Pay Commission) બાબતે મહત્વપૂર્ણ અપડેટ મળ્યો છે. જો હાલની અટકળો સાચી સાબિત થાય છે, તો 2026થી નવા પગાર ધોરણો લાગુ થઈ શકે છે અને પગારમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે. નવો પગાર કેટલો થશે?, જાણો ગણતરી સાથે વિસ્તૃત જાણકારી અનુસાર, 8મા પગાર પંચમાં નવા ફિટમેન્ટ ફેક્ટર તરીકે 1.92 લાગુ થવાની શક્યતા છે. હાલમાં ન્યૂનતમ બેસિક પગાર છે ₹18,000, જે નવી ગણતરી પ્રમાણે એવું બની શકે છે: નવી બેસિક પે = ₹18,000 × 1.92 = ₹34,560 એટલે કે ફક્ત મૂળ પગારમાં ₹16,560નો સીધો ઉછાળો. આ ઉપરાંત, જ્યારે ડિઅરનેસ એલ્લોવન્સ (DA), હાઉસ રેન્ટ એલ્લોવન્સ (HRA), ટ્રાવેલ એલાવન્સ (TA) અને અન્ય ભથ્થાં…
















