ગુજરાત: શાળાઓમાં 15 વર્ષ પછી કાયમી સ્પોર્ટ્સ શિક્ષકોની ભરતી શરૂ થવાની તૈયારી

ગુજરાતની શાળાઓમાં લાંબા સમયથી અટકેલી કાયમી સ્પોર્ટ્સ શિક્ષકો (PT ટીચર)ની ભરતી હવે ફરી શરૂ થવાની શક્યતા વધી છે. અમદાવાદને 2030 કોમનવેલ્થ ગેમ્સનું યજમાનપદ મળ્યા બાદ ખેલ ક્ષેત્રમાં ગુણવત્તા વધારવાની જરૂરિયાત વધી છે, જેને ધ્યાન में રાખીને રાજ્ય સરકારે રમતગમત શિક્ષકોની ભરતી પ્રક્રિયા આગળ ધપાવી છે. શાળાઓમાં PT ટીચર છેલ્લા 15 વર્ષથી રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં એકપણ કાયમી સ્પોર્ટ્સ શિક્ષકની ભરતી થઈ નથી. હાલમાં રમતગમતનું શિક્ષણ visiting instructors, honorarium આધારિત કોચ અથવા અન્ય વિષયના શિક્ષકો પર નિર્ભર છે, જેના કારણે: – વિદ્યાર્થીઓને ટેકનિકલ સ્પોર્ટ્સ તાલીમ મળતી નથી – ફિટનેસ કલ્ચરમાં ઘટાડો – સ્પર્ધાત્મક તૈયારી અસરગ્રસ્ત કમિશનર ઓફ સ્કૂલ્સની બેઠકમાં મહત્વના નિર્ણયો તાજેતરમાં કમિશનર ઓફ સ્કૂલ્સ કચેરીએ વિશેષ બેઠક બોલાવી જેમાં નીચે મુદ્દાઓ પર ચર્ચા થઈ: –…

અનમોલ બિશ્નોઈને 1 વર્ષ સુધી પોલીસ કસ્ટડીમાં નહીં લેવામાં આવે, જાણો આખો મામલો

કુખ્યાત ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈને લઈ ગૃહમંત્રાલયે એક મહત્વપૂર્ણ આદેશ જાહેર કર્યો છે. BNSSની કલમ 303 હેઠળ જાહેર કરાયેલા આ આદેશ મુજબ દેશની કોઈ પણ રાજ્ય પોલીસ કે તપાસ એજન્સી અનમોલ બિશ્નોઈને આગામી 1 વર્ષ સુધી કસ્ટડીમાં લઈ શકશે નહીં. હવે જો કોઈ એજન્સીને તેની પૂછપરછ કરવાની હોય, તો તેને માત્ર તિહાડ જેલમાં જ પૂછપરછ કરવાની છૂટ રહેશે. ગૃહમંત્રાલયે આ નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષા, જેલ સુરક્ષા, અને કાનૂન-વ્યવસ્થા પર પડતી અસરને ધ્યાનમાં રાખીને લીધો છે. આ જ પ્રકારનો આદેશ તેના મોટા ભાઈ લોરેન્સ બિશ્નોઈ પર પણ લાગુ છે, જે હાલમાં સાબરમતી જેલમાં બંધ છે. BNSS ની કલમ 303 શું કહે છે? BNSS (Bharatiya Nagarik Suraksha Sanhita) ની કલમ 303 અનુસાર, ગૃહમંત્રાલય પાસે અધિકાર છે કે તે કોઈ પણ…

વી.સી.ઈ. માટે રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય, હવે યુનિટ દિઠ ચૂકવાશે ઓછામાં ઓછા આટલા રૂપિયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં કમિશન બેઝ પર વી.સી.ઈ. તરીકે કાર્ય કરતા યુવાઓને મહત્તમ આવક મળે તેવો સંવેદના સ્પર્શી અભિગમ અપનાવ્યો છે. તેમણે આ સંદર્ભમાં એવો નિર્ણય કર્યો છે કે, વી.સી.ઈ.ને રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા સોંપવામાં આવતી કામગીરી માટે ન્યુનતમ રૂપિયા 20 ચૂકવવામાં આવશે. ઇન્‍ફર્મેશન ટેકનોલોજીના માધ્‍યમથી શહેરી વિસ્તારમાં મળતી ઇ-સેવાઓ જેવી ઇ-સેવાઓ ગ્રામકક્ષાએ મળી રહે તે આશયથી રાજ્ય સરકારે ઇ-ગ્રામ વિશ્વગ્રામ યોજના અમલમાં મૂકી છે. 7/12, 8-અ અને હકકપત્રની નકલ, ખેડુત રજીસ્ટ્રેશન, વિવિધ ખેતપેદાશોની ટેકાના ભાવે ખરીદી, જન્મ-મરણના દાખલા, આવકનું પ્રમાણપત્ર, રેશનકાર્ડમાં સુધારા-વધારા કરવાના ફોર્મ ભરવા જેવી સેવાઓ ગ્રામ્ય કક્ષાએ ગ્રામજનોને ગ્રામ કોમ્પ્યુટર સાહસિક (V.C.E.) દ્વારા આપવામાં આવે છે. આ ઉપરાંત, રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા ગ્રામ કોમ્પ્યુટર સાહસિક (V.C.E.) ને વિવિધ યોજનાઓની…

શશિ થરૂર નવા-જૂની કરવાના મૂડમાં ! સતત ત્રીજી વખત કોંગ્રેસની બેઠકમાં રહ્યા ગેરહાજર

કોંગ્રેસ અને શશિ થરૂરના સંબંધો છેલ્લા ઘણા સમયથી ખૂબ જ ચર્ચામાં રહ્યા છે. આ દરમિયાન શશિ થરૂર સતત ત્રીજી વખત પાર્ટીની બેઠકમાં ગેરહાજર રહ્યા છે. શુક્રવારે કોંગ્રેસના લોકસભા સાંસદોની એક બેઠક હતી, જેમાં તેઓ હાજર રહ્યા ન હતા. આ સતત ત્રીજી વખત છે જ્યારે શશિ થરૂર પાર્ટીની બેઠકમાં ગેરહાજર રહ્યા છે. શશિ થરૂર અનેક વખત પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી ચૂક્યા છે. એવું માનવામાં આવે છે કે આના કારણે કોંગ્રેસમાં તેમના વિશે અસ્વસ્થતાની સ્થિતિ છે. દરમિયાન, કોંગ્રેસની બેઠકોમાં તેમની સતત ગેરહાજરી આશંકાઓને જન્મ આપી રહી છે. શિયાળુ સત્ર 19 ડિસેમ્બરે સમાપ્ત થવાનું છે અને તે પહેલાં રાહુલ ગાંધીએ કોંગ્રેસના તમામ 99 લોકસભા સાંસદોની બેઠક બોલાવી હતી. આ બેઠક શિયાળુ સત્રના આગામી દિવસોમાં શાસક પક્ષને કેવી રીતે…

અન્ના હજારેની ચેતવણીની અસર ! મહારાષ્ટ્ર સરકારે લીસહો મોટો નિર્ણય

સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ ગુરુવારે ચેતવણી આપી હતી કે જો મહારાષ્ટ્રમાં લોકાયુક્ત કાયદો લાગુ કરવામાં નહીં આવે, તો તેઓ જાન્યુઆરી 2026 માં આમરણાંત ઉપવાસ શરૂ કરશે. તેમણે અગાઉ યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાન એક આંદોલનનું આયોજન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. વધુમાં, આ આંદોલન એટલું વ્યાપક બન્યું કે તેમાંથી ઉભરી આવેલી આમ આદમી પાર્ટીએ દિલ્હીની ચૂંટણી જીતી લીધી. આ પાર્ટી હાલમાં પંજાબમાં સત્તામાં છે. અન્ના હજારેએ લોકાયુક્ત કાયદા અંગે ચેતવણી આપી હતી અને બીજા જ દિવસે મહારાષ્ટ્ર વિધાનસભામાં આ કાયદા અંગે મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. વિધાનસભાએ આ કાયદા હેઠળ IAS અધિકારીઓનો સમાવેશ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી. આમ, મહારાષ્ટ્રમાં લોકાયુક્ત અધિનિયમ, 2023 માં સુધારો કરવામાં આવ્યો છે. સરકારનો દાવો છે કે આનાથી રાજ્યની વહીવટી…

પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટિલનું 90 વર્ષની વયે અવસાન, રાજકીય આલમમાં શોક

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટિલનું શુક્રવારે વહેલી સવારે લાતુર ખાતે 90 વર્ષની વયે અવસાન થયું. લાંબા સમયથી બીમાર હોવાના કારણે તેઓ ઘરે જ સારવાર હેઠળ હતા. સવારે લગભગ 6:30 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા. લાંબી અને સન્માનનીય રાજકીય સફર શિવરાજ પાટિલ ભારતીય રાજકારણમાં એક શાંત, સંયમિત અને સિદ્ધાંતોને અગત્ય આપતા નેતા તરીકે જાણીતા હતા. તેમના રાજકીય જીવનના મુખ્ય તબક્કાઓ: – લાતુર લોકસભા બેઠકથી 7 વખત ચૂંટાયેલા – 1991–1996 : લોકસભાના અધ્યક્ષ – આ સમયગાળા દરમિયાન લોકસભાનું આધુનિકીકરણ, કોમ્પ્યુટરાઇઝેશન, અને કાર્યવાહીનું લાઇવ પ્રસારણ શરૂ થયું – 2004–2008 : કેન્દ્રીય ગૃહમંત્રી – 26/11 મુંબઈ આતંકી હુમલા બાદ નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું – 2010–2015 : પંજાબના રાજ્યપાલ અને ચંદીગઢના પ્રશાસક વ્યક્તિગત જીવન અને શરૂઆત –…

ગુજરાતમાં ઠંડી ચમકારો યથાવત: નલિયામાં આ સિઝનનું સૌથી નીચું 9°C તાપમાન

રાજ્યમાં ઠંડીનો તીવ્ર ચમકારો યથાવત રહ્યો છે. આ સિઝનમાં પ્રથમ વખત નલિયામાં તાપમાન 9°C નોંધાયું છે, જે અત્યાર સુધીનું સૌથી નીચું છે. અનેક શહેરોમાં તાપમાન 12–15°C ની વચ્ચે રહેતાં લોકો સવાર-સાંજ ઠંડીનો મોટો અહેસાસ કરી રહ્યા છે. વિભિન્ન શહેરોમાં નોંધાયેલ તાપમાન (°C) – નલિયા: 9 – અમરેલી: 11.44 – કંડલા એરપોર્ટ: 11.7 – વડોદરા: 12 – રાજકોટ: 12.5 – ડીસા: 12.7 – મહુવા: 12.7 – કેશોદ: 12.3 – અમદાવાદ: 13.4 – ગાંધીનગર: 13 – વિદ્યાનગર: 14.4 – ભુજ: 14.6 – ભાવનગર: 14.6 – સુરેન્દ્રનગર: 14.2 – દીવ: 14.8 હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગ મુજબ— – રાજ્યમાં ઉત્તર-પૂર્વનાં ઠંડા પવનોના કારણે સવારમાં ઠંડી વધુ અનુભવાશે. – આ સ્થિતિ 14 ડિસેમ્બર સુધી યથાવત રહેવાની શક્યતા. – પવનની ગતિ…

દિલ્હીમાં 13–14 ડિસેમ્બરે આતંકી હુમલાનો અલર્ટ, સુરક્ષા એજન્સીઓ હાઇ એલર્ટ પર

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત દેશભરમાં સુરક્ષા એજન્સીઓને 13 અને 14 ડિસેમ્બર માટે હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે. ગુપ્તચર સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર આ બંને દિવસોમાં આતંકવાદી હુમલાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. શા માટે 13 અને 14 ડિસેમ્બર મહત્વપૂર્ણ? – 13 ડિસેમ્બર — સંસદ પર હુમલાની વર્ષગાંઠ 2001 ના સંસદ હુમલાની વર્ષગાંઠ હોવાથી સુરક્ષા એજન્સીઓ દર વર્ષે સતર્ક રહે છે. – 14 ડિસેમ્બર — યહૂદીઓનો હનુક્કાહ તહેવાર દિલ્હી સહિત દેશમાં આઠ દિવસીય હનુક્કાહ કાર્યક્રમો યોજાવાના હોવાથી સતર્કતા વધારવામાં આવી છે. લાલ કિલ્લા વિસ્ફોટ પછી સુરક્ષા વધુ કડક 10 નવેમ્બરને લાલ કિલ્લા નજીક થયેલા વિસ્ફોટ બાદ સુરક્ષા એજન્સીઓ પહેલાથી જ એલર્ટ પર હતી. હવે મળેલી નવી ઈનપુટ્સ પછી સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે. પન્નુની…

અમેરિકાનો નિર્ણય અને ભારતમાં ચાંદી 2 લાખને નજીક, સોનાનો ભાવ પણ આસમાને

અમેરિકી ફેડરલ રિઝર્વે વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. સતત ત્રીજીવાર વ્યાજ દરમાં ઘટાડો થવાના કારણે યુએસમાં લોન સસ્તી થશે, પરંતુ ભારતમાં સોના અને ચાંદીના ભાવમાં તેજી આવી છે. ભારતમાં સોનાની સ્થિતિ – 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,28,596 સુધી પહોંચ્યો, જે પહેલાં ₹1,27,788 હતો. – 22 કેરેટ સોનાનો ભાવ ₹1,17,794 અને 18 કેરેટ સોનાનો ભાવ ₹96,447 પ્રતિ 10 ગ્રામ થયો. ચાંદી 2 લાખની નજીક ચાંદીના ભાવમાં તીવ્ર વધારો નોંધાયો અને તે ₹1,88,281 પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગયા, જે અગાઉ ₹1,85,488 હતી. વાયદા બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી છે. 5 ફેબ્રુઆરી, 2026 ના સોનાના કોન્ટ્રેક્ટનો ભાવ 0.68% વધીને ₹1,30,680 થયો, જ્યારે 5 માર્ચ, 2026 ના ચાંદીના કોન્ટ્રેક્ટનો ભાવ 2.43% વધીને ₹1,93,317…

IND vs SA 2nd T20I: ભારતની 51 રનથી હાર, તિલક વર્માની ફિફ્ટી કામ ન આવી

દક્ષિણ આફ્રિકાએ બીજી ટી20Iમાં ભારતને 51 રનથી હરાવી પાંચ મેચની શ્રેણીમાં 1-1થી સમતુલ્ય કરી દીધું છે. ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કરીને 20 ઓવરમાં 4 વિકેટ માટે 213 રન બનાવ્યા. ક્વિન્ટન ડી કોકનો શાનદાર પ્રદર્શન ક્વિન્ટન ડી કોકે 46 બોલમાં 90 રન બનાવ્યા, જેમાં 5 ચોગ્ગા અને 7 છગ્ગા શામેલ હતા. અંતિમ ઓવરોમાં ડેવિડ મિલર અને ડોનોવન ફેરેરાએ 5મી વિકેટ માટે 50 રનની ભાગીદારી કરી, જેનાથી દક્ષિણ આફ્રિકાનો સ્કોર 200ના પાર પહોંચી ગયો. ભારતની બેટિંગ ફેલયર જવાબમાં ભારત 19.1 ઓવરમાં 162 રનમાં ઓલઆઉટ થઈ ગયું. તિલક વર્માની ફિફ્ટી તેમજ સૂર્યકુમાર યાદવ અને અક્ષર પટેલની મહેનત કામ ન આવી. ભારતીય બોલિંગમાં વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલ જ…