પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટિલનું 90 વર્ષની વયે અવસાન, રાજકીય આલમમાં શોક

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટિલનું શુક્રવારે વહેલી સવારે લાતુર ખાતે 90 વર્ષની વયે અવસાન થયું. લાંબા સમયથી બીમાર હોવાના કારણે તેઓ ઘરે જ સારવાર હેઠળ હતા. સવારે લગભગ 6:30 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા.

લાંબી અને સન્માનનીય રાજકીય સફર
શિવરાજ પાટિલ ભારતીય રાજકારણમાં એક શાંત, સંયમિત અને સિદ્ધાંતોને અગત્ય આપતા નેતા તરીકે જાણીતા હતા. તેમના રાજકીય જીવનના મુખ્ય તબક્કાઓ:
– લાતુર લોકસભા બેઠકથી 7 વખત ચૂંટાયેલા
– 1991–1996 : લોકસભાના અધ્યક્ષ
– આ સમયગાળા દરમિયાન લોકસભાનું આધુનિકીકરણ, કોમ્પ્યુટરાઇઝેશન, અને કાર્યવાહીનું લાઇવ પ્રસારણ શરૂ થયું
– 2004–2008 : કેન્દ્રીય ગૃહમંત્રી
– 26/11 મુંબઈ આતંકી હુમલા બાદ નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું
– 2010–2015 : પંજાબના રાજ્યપાલ અને ચંદીગઢના પ્રશાસક

વ્યક્તિગત જીવન અને શરૂઆત
– શિવરાજ પાટિલનો જન્મ 12 ઑક્ટોબર 1935ે લાતુરના ચાકુરમાં થયો હતો.
– પ્રથમ આયુર્વેદનો અભ્યાસ
– બાદમાં મુંબઈ યુનિવર્સિટીમાં કાયદાનું શિક્ષણ
– 1967માં લાતુર મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે રાજકીય કારકિર્દીની શરૂઆત

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

કરોડો EPF ખાતાધારકો માટે ખુશખબર: 8.25% વ્યાજદરને મંજૂરી, જૂનમાં ખાતામાં જમા થશે રકમ

દેશના કરોડો કર્મચારીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2025-26 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) થાપણો પર 8.25 ટકા વ્યાજદરને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. આ…

અકસ્માત પીડિતો માટે મોટી રાહત: હવે FIRથી લઈને પોસ્ટમોર્ટમ રિપોર્ટ સુધીના દસ્તાવેજો મળશે મફતમાં

વાહન અકસ્માતના પીડિતો અને તેમના પરિવારજનો માટે મહત્વપૂર્ણ રાહતના સમાચાર સામે આવ્યા છે. અકસ્માત બાદ વીમા ક્લેમ અને વળતર મેળવવાની પ્રક્રિયા ઝડપી અને સરળ બને તે માટે માહિતી આયોગે એક…