અમેરિકાથી દાવોસ જઈ રહેલા ટ્રમ્પના પ્લેનમાં સર્જાઇ ટેકનિકલ ખામી; અધવચ્ચેથી જ ફરવું પડ્યું પરત

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું વિમાન, એરફોર્સ વન, સ્વિટ્ઝર્લૅન્ડ જવા રવાના થયાના લગભગ એક કલાક પછી મંગળવારે સાંજે જોઈન્ટ બેઝ એન્ડ્રુઝ પરત ફર્યું. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લીવિટે જણાવ્યું હતું કે ટેકઓફ પછી વિમાનમાં નાની ઇલેક્ટ્રિકલ સમસ્યાનો અનુભવ થયો હતો, જેના કારણે સાવચેતીપૂર્વક પાછા ફરવાનું કહેવામાં આવ્યું હતું. વિમાનમાં સવાર એક પત્રકારના જણાવ્યા મુજબ, ટેકઓફ પછી થોડા સમય માટે પ્રેસ કેબિનની લાઇટો બંધ થઈ ગઈ હતી. જોકે, તે સમયે કોઈ સત્તાવાર કારણ આપવામાં આવ્યું ન હતું. ઉડાન ભર્યાના લગભગ અડધા કલાક પછી, પત્રકારોને જાણ કરવામાં આવી કે વિમાન પાછું આવી રહ્યું છે. એરફોર્સ વન વોશિંગ્ટન, ડી.સી. વિસ્તારમાં સુરક્ષિત રીતે ઉતર્યું. ત્યારબાદ રાષ્ટ્રપતિનો સ્ટાફ બેકઅપ વિમાનમાં સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસ ગયો. ફરીથી રાષ્ટ્રપતિ બન્યા પછી ટ્રમ્પની WEFમાં પહેલી વાર…

સુનિતા વિલિયમ્સે જાહેર કરી નાસામાંથી નિવૃત્તિ, જાણો કેવી રહી અત્યાર સુધીની અવકાશ યાત્રા

ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે નાસાને અલવિદા કહી દીધું છે. તેમણે 27 વર્ષ પછી અમેરિકન અવકાશ એજન્સીમાંથી નિવૃત્તિ લીધી છે. નાસાએ જાહેરાત કરી હતી કે વિલિયમ્સની નિવૃત્તિ ગયા વર્ષે 27 ડિસેમ્બરથી અમલમાં આવી છે. વિલિયમ્સ, જે તેમની છેલ્લી આઠ દિવસની યાત્રા પર અવકાશમાં ગયા હતા, લગભગ નવ મહિના પછી પાછા ફરવામાં સફળ રહ્યા હતા. હાલમાં, તેઓ ભારતમાં છે. ભૂતપૂર્વ યુએસ નેવી કેપ્ટન વિલિયમ્સનો જન્મ ૧૯ સપ્ટેમ્બર, ૧૯૬૫ના રોજ ઓહિયોના યુક્લિડમાં થયો હતો. તેમના પિતા, દીપક પંડ્યા, મહેસાણા જિલ્લાના ઝુલાસણના ગુજરાતી હતા, જ્યારે તેમની માતા, ઉર્સુલિન બોની પંડ્યા, સ્લોવેનિયાના હતા. નાસાના એડમિનિસ્ટ્રેટર જેરેડ આઇઝેકમેને જણાવ્યું હતું કે, “સુની વિલિયમ્સ માનવ અવકાશ ઉડાનમાં પ્રણેતા રહી છે. અવકાશ મથક પરના તેમના નેતૃત્વ દ્વારા, તેમણે સંશોધનના ભવિષ્યને આકાર આપ્યો છે…

દાવોસ WEF 2026/ વર્લ્ડ ઇકોનોમિક ફોરમની 56મી વાર્ષિક બેઠકમાં ગુજરાતને લઈ જાણો શું કહ્યું હર્ષ સંઘવીએ

સ્વિત્ઝર્લેન્ડના દાવોસ ખાતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની 56મી વાર્ષિક બેઠક 19થી 23 જાન્યુઆરી 2026 દરમિયાન યોજાઇ રહી છે. આ વાર્ષિક બેઠકમાં ગુજરાત તરફથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્યનું પ્રતિનિધિમંડળ પહોંચ્યું છે. અહીં ઇન્ડિયા પેવેલિયન અંતર્ગત દેશના 10 રાજ્યોના પ્રતિનિધિમંડળ હાજર છે, જેઓ ભારતમાં રોકાણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને રજૂ કરીને રોકાણકારો સાથે ચર્ચા કરશે. ગુજરાત તરફથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગુજરાત સૌભાગ્યશાળી છે કે શરૂઆતથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના વિઝનરી નેતૃત્વનો લાભ મળ્યો છે અને 2014 બાદ સમગ્ર દેશ તેમના નેતૃત્વમાં વિકાસ કરી રહ્યો છે. અત્યારે વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભારતનું સૌથી મોટું અને મજબૂત ડેલિગેશન જોવા મળ્યું છે અને જ્યારે અમે વહેલી સવારે અહીં પહોંચ્યા, ત્યારે સમગ્ર દુનિયા વિશ્રામમાં હતી…

ટોલ ન ચુકવવાથી NOC, પરમિટ અને વાહન સેવાઓ રોકાશે: કેન્દ્ર સરકારનો કડક નિયમ

કેન્દ્ર સરકારએ રાષ્ટ્રીય રાજમાર્ગો પર ટોલ ચુકવણીને વધુ કડક બનાવવા માટે નવો નિયમ જાહેર કર્યો છે. મંગળવારે સેન્ટ્રલ મોટર વ્હીકલ (બીજો સુધારો) રુલ્સ, 2026 નોટિફાઇ કરવામાં આવ્યા, જેમાં 1989ના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. મુખ્ય ઉદ્દેશ્ય છે ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન મજબૂત બનાવવું, ટોલ ચોરી અટકાવવી અને બેરિયર-લેસ ટોલિંગને સરળતાથી અમલમાં લાવવી. “અનપેઇડ યુઝર ફી” શું છે? નવા નિયમો હેઠળ, અનપેઇડ યુઝર ફી એ તે ટોલ છે જે ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ દ્વારા નોંધવામાં આવે છે, પરંતુ ફાસ્ટેગ અથવા અન્ય ડિજિટલ પેમેન્ટ દ્વારા ચૂકવવામાં ન આવે. ટોલ બાકી રહે ત્યારે કઈ સેવાઓ રોકાઈ શકે છે? – નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) – બાકી ટોલ હોય તો NOC મળશે નહીં. – નેશનલ પરમિટ – કોમર્શિયલ વાહનો માટે નેશનલ પરમિટ…

RailOne એપ પર અનરિઝર્વ્ડ ટિકિટ પર 3% ડિસ્કાઉન્ટ, કઈ રીતે જાણો અહીં

ભારતીય રેલવે મુસાફરો માટે ડિજિટલ ટિકિટિંગને સરળ અને લાભદાયક બનાવવા માટે RailOne એપ નવા પ્રોમોશન સાથે આવી છે. 14 જાન્યુઆરી, 2026 થી 14 જુલાઈ, 2026 સુધી, RailOne એપ દ્વારા અનરિઝર્વ્ડ જનરલ ટિકિટ બુક કરાવનાર મુસાફરોને 3% ડિસ્કાઉન્ટ મળશે. RailOne એપની લોકપ્રિયતા પૂર્વ મધ્ય રેલવેમાં RailOne એપ ઝડપથી લોકપ્રિય બની રહી છે. જાણકારી મુજબ, 14 થી 19 જાન્યુઆરી દરમિયાન 2 લાખથી વધુ મુસાફરોએ RailOne એપનો ઉપયોગ કરીને ટિકિટ બુક કરી હતી. આથી પૂર્વ મધ્ય રેલવેને આશરે ₹20 લાખથી વધુ આવક મળી. ડિજિટલ પેમેન્ટ અને ડિસ્કાઉન્ટ RailOne એપ પર R-Wallet, UPI, ડેબિટ/ક્રેડિટ કાર્ડ અને નેટ બેંકિંગ દ્વારા અનરિઝર્વ્ડ ટિકિટ બુક કરાવતા મુસાફરોને 3% ફ્લેટ ડિસ્કાઉન્ટ મળશે. R-Wallet વપરાશકર્તાઓ માટે 3% કેશબેક બોનસ પહેલેથી ઉપલબ્ધ છે, એટલે ટિકિટ બુક…

ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેની ફરી અંડરગ્રાઉન્ડ બંકરમાં છુપાયા, જાણો વિગત

તેહરાન: ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેની સુરક્ષા કારણે ફરી એકવાર અંડરગ્રાઉન્ડ બંકરમાં છુપાયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ છેલ્લા 7 મહિનામાં બીજી વખત છે જ્યારે ખામેનીને સંભવિત અમેરિકન હુમલાના ડરથી જાહેર જીવનમાંથી દૂર રહેવું પડ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકાની તરફથી મળેલી જાનથી મારી નાખવાની ધમકીને કારણે ખામેનીને તેહરાનની આસપાસના ઉચ્ચ સુરક્ષાવાળા બંકરમાં ખસેડવામાં આવ્યા છે. જૂન 2025માં પણ ખામેની લગભગ 21 દિવસ સુધી આ પ્રકારના બંકરમાં છુપાયેલા રહ્યા હતા. બીઈબીસી પર્શિયનના અહેવાલ મુજબ, અમેરિકન રાષ્ટ્રપતિએ ખામેનીના “અંત” અંગે કાસિમ સુલેમાની અથવા આઈએસના અબુ બકર અલ-બગદાદી જેવા બનાવવાની વાત ખુલ્લેઆમ કરી હતી. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને પણ જણાવ્યું છે કે, “જો ખામેની પર કોઈ હુમલો થાય તો તેને ઈરાન સામે યુદ્ધ માનવામાં આવશે.” વિશ્લેષકોનું…

2026-27 સંરક્ષણ બજેટ: ભારતની સૈન્ય શક્તિ અને ટેકનોલોજીકલ અપગ્રેડ

આજના યુદ્ધના માળખામાં મહત્ત્વપૂર્ણ પરિવર્તન આવ્યો છે. યુદ્ધ હવે માત્ર જમીન, આકાશ અને દરિયાથી સીમિત નથી, પરંતુ અવકાશ, સાયબરસ્પેસ અને ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્ષેત્રે પણ તેની કબજો છે. ડ્રોન, યુએવી, AI આધારિત હથિયાર, હાઇપરસોનિક મિસાઇલ અને ઇલેક્ટ્રોનિક વોરફેર યુદ્ધના રૂપને મૂળભૂત રીતે બદલી રહ્યા છે. આવી સ્થિતિમાં ભારતીય સેનાઓ માટે ટેકનોલોજીકલ અપગ્રેડ અનિવાર્ય બની ગયો છે. વાયુસેનાની તાત્કાલિક જરૂરિયાત ભારતીય વાયુસેનાને લાંબા સમયથી ફાઇટર સ્ક્વોડ્રનની ખામીનો સામનો છે. મંજૂર 42 સ્ક્વોડ્રનની સામે, હાલની સંખ્યા ઘણી ઓછી છે. આ ખામી દૂર કરવા માટે 114 આધુનિક મલ્ટી-રોલ ફાઇટર જેટ, જેમ કે રાફેલ અથવા અન્ય વિકલ્પ, ખરીદવાની પ્રક્રિયા નિર્ણાયક સાબિત થઈ શકે છે. સાથોસાથ, એર ડિફેન્સ સિસ્ટમ, મિસાઇલ શિલ્ડ અને નેટવર્ક-સેન્ટ્રિક વોરફેર ક્ષમતાઓ પર પણ ભાર આપવો જરૂરી છે. નૌકાદળ અને…

ઇન્ડિગો પર DGCAનો 22 કરોડનો દંડ ‘નામમાત્ર’, 61% મુસાફરો પરેશાન

ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો (IndiGo) સામે DGCA દ્વારા લાદવામાં આવેલા ₹22.2 કરોડના દંડથી મુસાફરો ખુશ નથી. તાજેતરના સર્વેક્ષણમાં 61% મુસાફરોનું માનવું છે કે ડિસેમ્બર 2025માં સર્જાયેલી ફ્લાઇટ કટોકટી માટે આ દંડ અને CEO-COOને આપવામાં આવેલી ચેતવણી પૂરતી નથી. તેઓ દાવો કરે છે કે કંપની માટે આ રકમ ‘લોટમાં મીઠા’ જેવી છે અને ભવિષ્યમાં આવી ભૂલો રોકવા માટે પ્રેરક નથી. શું હતું વિવાદ? 1 નવેમ્બરના નવા પાઇલટ અને ક્રૂ આરામ નિયમો (FDTL) લાગુ કરવામાં ઇન્ડિગો નિષ્ફળ રહી. પૂરતી તૈયારીના અભાવે ૩ થી ૫ ડિસેમ્બર વચ્ચે કંપનીએ 2,500થી વધુ ફ્લાઇટ્સ રદ કરી અને 1,900 ફ્લાઇટ્સ મોડીઓ પડી. પરિણામે, દેશભરના 3 લાખથી વધુ મુસાફરો એરપોર્ટ પર કલાકો સુધી અટવાયા. સર્વેમાં સામે આવેલા આંકડા LocalCircles દ્વારા 29૨ જિલ્લાઓમાં 31,000થી…

લાલ ટોપી બની ગ્રીનલેન્ડમાં ટ્રમ્પના વિવાદાસ્પદ “MAGA” યોજના વિરુદ્ધ પ્રતિક, જાણો વિગત

ગ્રીનલેન્ડ/કોપનહેગન: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ગ્રીનલેન્ડને યુનાઇટેડ સ્ટેટ્સમાં જોડવાની યોજનાને કારણે ગ્રીનલેન્ડ અને યુરોપમાં ભારે વિરોધ પ્રદર્શન થયું છે. ટ્રમ્પના લોકપ્રિય સૂત્ર “MAGA” (Make America Great Again)ને લોકોએ વિરોધનું પ્રતીક બનાવીને “Make America Go Away” તરીકે સ્વરૂપ આપ્યું છે. જૂન 2025માં સત્તામાં ફરી આવ્યા પછી ટ્રમ્પે ગ્રીનલેન્ડને અમેરિકામાં જોડવાની પોતાની જૂની ઇચ્છા પુનઃ જાહેર કરી. આ યોજનાને ગ્રીનલેન્ડ અને ડેનમાર્કમાં સખત પ્રતિકાર મળ્યો છે, કારણ કે આ પ્રદેશ પોતાની ઓળખ, સંસ્કૃતિ અને સ્વતંત્રતાને લઇ ખૂબ જ સંવેદનશીલ છે. લાલ બેઝબોલ ટોપી: વિરોધનું અનોખુ હથિયાર ગ્રીનલેન્ડના રહેવાસીઓએ લાલ બેઝબોલ ટોપી પહેરીને રસ્તાઓ પર ઉતરી આ પ્રતિબિંબ રજૂ કર્યું છે. ટોપી પર લખાયું છે: “MAGA: Make America Go Away” જે ટ્રમ્પના સૂત્રનો વ્યંગાત્મક અને સ્પષ્ટ જવાબ છે.…

પ્રયાગરાજ માઘ મેળો: મેળા પ્રશાસને સ્વામી અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારી, શંકરાચાર્ય હોવાના પુરાવા આપવા કહ્યું

પ્રયાગરાજમાં ચાલતા માઘ મેળા દરમ્યાન શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને મેળા પ્રશાસન વચ્ચે તણાવ ઊભો થયો છે. મેળા ઓથોરિટીએ સ્વામી અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારી છે અને જ્યોતિર્પીઠના શંકરાચાર્ય હોવાનો પુરાવો 24 કલાકમાં આપવાનો આદેશ કર્યો છે. શું બન્યું? મૌની અમાવાસ્યાના સ્નાનને લઈને સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને મેળા પ્રશાસન વચ્ચે વિવાદ થયો હતો. અધિકારીઓએ સ્વામીને સ્નાન વગર છાવણીમાં પાછા મોકલી દીધું. સ્વામીના શિષ્યોના મથક પર પોલીસ દબાણ અને મારપિટના આરોપો લાગ્યા છે. શંકરાચાર્યે પોતાના શિષ્યોને મિડિયા સમક્ષ રજૂ કર્યા અને પોલીસના હેરાન કરવામાં આવેલા હલાત અંગે જાણકારી આપી. મેળા પ્રશાસનની નોટિસ અનુસાર, સુપ્રીમ કોર્ટના આદેશ પછી કોઈ ધાર્મિક નેતા જ્યોતિર્પીઠના શંકરાચાર્ય તરીકે પવિત્ર નથી જાહેર થયાં. તેમ છતાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદ પોતાના નામની આગળ શંકરાચાર્ય તરીકે ઉલ્લેખ કરે છે, જેને ઉલ્લંઘન…