ક્રિકેટ જગતમાં ભૂકંપ: પાકિસ્તાને ભારતમાં રમાનારા ટી-20 વર્લ્ડ કપનો સત્તાવાર બહિષ્કાર કર્યો

ક્રિકેટ વિશ્વમાં મહત્વપૂર્ણ ઘડિયાળ બની ગઈ છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ સત્તાવાર જાહેર કર્યું છે કે તેમની ટીમ ભારતમાં યોજાનારા ટી-20 વર્લ્ડ કપ 2026માં ભાગ લેવા માટે દેશ પ્રવાસ નહીં કરે. આ નિર્ણયના પગલે સમગ્ર ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. તણાવનું કારણ: ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) દ્વારા સુરક્ષાના કારણોસર પાકિસ્તાન ખેલાડીઓને ઇનકાર કર્યા બાદ PCB એ આ પગલુ ભર્યું છે. સ્પોર્ટ્સ જર્નલિસ્ટ્સ દ્વારા મળતી માહિતી અનુસાર, પાકિસ્તાને આઈસીસી (ICC)ને પત્ર લખીને પોતાના નિર્ણયની જાણ કરી દીધી છે. હાઈબ્રિડ મોડલનો અસ્વીકાર: અગાઉ ચર્ચા થઈ હતી કે પાકિસ્તાનની મેચો શ્રીલંકા અથવા દુબઈમાં યોજી શકાય, પરંતુ હવે PCB એ સંપૂર્ણ બહિષ્કારનો નિર્ણય લીધો છે. આઈસીસી પર દબાણ પાકિસ્તાનના આ નિર્ણયથી બ્રોડકાસ્ટર્સ અને સ્પોન્સર્સ માટે કરોડો રૂપિયાનું નુકસાન…

India-USA ટ્રેડ ડીલ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું – નવી તકો અને વૈશ્વિક બજારો માટે દ્વાર ખુલશે

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે India-USA વચ્ચે થયેલા નવા ટ્રેડ ડીલ અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયેલી આ ડીલ માત્ર ઉદ્યોગ માટે સીમિત નથી, પરંતુ બે મોટી અર્થવ્યવસ્થાના નાગરિકોના હિતમાં અને નવી તકોના સર્જન માટેની ડીલ છે. વૈશ્વિક બજારો માટે નવા દ્વાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આ ડીલ મેઈક ઇન ઇન્ડિયા અને મેડ ફોર ધ વર્લ્ડ જેવા વિઝનને વધુ બળ આપશે. ડીલ હેઠળ મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનો પર યુએસ ટેરિફમાં 18% ની કટौती કરવામાં આવી છે, જે ઉત્પાદન, MSME, નિકાસકારો અને રોજગારી સર્જન માટે મોટું પ્રોત્સાહન હશે. ઉદ્યોગસાહસિકો અને સ્ટાર્ટઅપ્સ માટે હવે વૈશ્વિક બજારોમાં પ્રવેશ સરળ બનશે. ગુજરાતના મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સને લાભ મુખ્યમંત્રી એ ઉમેર્યું કે, ગુજરાત ટેક્સટાઇલ, ફાર્મા, કેમિકલ, પેટ્રોલિયમ, જેમ્સ અને…

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, સર્ચ ઓપરેશન ચાલુ

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સામે સુરક્ષા દળોની કાર્યવાહી સતત તેજ બની રહી છે. આ દરમિયાન જમ્મુ વિભાગના કિશ્તવાડ જિલ્લાના છત્રુ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ, સુરક્ષા દળોએ બે થી ત્રણ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓને ઘેરી લીધા છે અને તેમને પકડી પાડવા માટે વિશાળ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. આતંકવાદીઓ ભાગી ન જાય તે માટે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સ્થાનિક સ્તરે સુરક્ષાના કારણોસર કેટલાક વિસ્તારોમાં નિયંત્રણો પણ લાગુ કરવામાં આવ્યા છે. સેનાના જવાનો નજીકથી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. ઉધમપુર જિલ્લામાં બે આતંકવાદીઓ ઠાર આ પહેલાં ઉધમપુર જિલ્લાના બસંતગઢ વિસ્તારમાં સુરક્ષા દળોએ મોટી સફળતા મેળવી હતી. સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને CRPFની સંયુક્ત ટીમે એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદના બે…

બેફામ વાણીવિલાસ પર લગામ કયારે..? | TO THE TOPIC | GUJARATI NEWS BULETIN

મોરબી : ટંકારામાં લાલજી દેસાઈનું વિવાદિત નિવેદન, વીડિયો વાયરલ ગુજરાતી લોક કલાકારો અંગે અપમાનજનક ટિપ્પણીથી ચકચાર લાલજી દેસાઈના નિવેદન સામે કલા જગત અને ભાજપમાં આક્રોશ કોંગ્રેસ નેતા દ્વારા લોકસંસ્કૃતિનું અપમાન, રાજકારણમાં ગરમાવો જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો વિડિયો વાયરલ થતા લોકગાયકો અને કલાપ્રેમીઓમાં રોષની લાગણી ખેડૂત સભા દરમિયાન લાલજી દેસાઈની મર્યાદા ઓળંગતી ટિપ્પણી   Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in 

ગૃહમાં હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત, PM મોદીનું ભાષણ મુલતવી રખાયું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે (બુધવાર, ૪ ફેબ્રુઆરી) લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપવાના હતા, પરંતુ તેમનું ભાષણ થઈ શક્યું નહીં. વિપક્ષી સભ્યોના હોબાળાને કારણે, લોકસભાની કાર્યવાહી ત્રણ વખત મુલતવી રાખ્યા બાદ બુધવારે સાંજે 5 વાગ્યે આખરે દિવસભર માટે સ્થગિત કરવામાં આવી. વિપક્ષનું કહેવું છે કે જો વિપક્ષી નેતા રાહુલ ગાંધીને બોલવાની મંજૂરી નહીં મળે, તો પીએમ મોદીને પણ ભાષણ આપવા દેવામાં આવશે નહીં. હવે ગુરુવારે પણ આ મુદ્દા પર ભારે હોબાળો થઈ શકે છે. જોકે, હજુ સુધી સ્પષ્ટ નથી કે પ્રધાનમંત્રી ગુરુવારે ગૃહને સંબોધન કરશે કે નહીં? ગૃહને એક દિવસ પહેલા ત્રણ વખત સ્થગિત કરવામાં આવ્યું હતું. જ્યારે ગૃહની કાર્યવાહી સાંજે 5 વાગ્યે ફરી શરૂ થઈ, ત્યારે વિપક્ષી સભ્યો પ્લેકાર્ડ સાથે વેલમાં…

પી.એમ.કિસાન પોર્ટલમાં ફાર્મર રજિસ્ટ્રેશન મામલે ગુજરાત દેશમાં ચોથા ક્રમે, મળી આટલા કરોડની ગ્રાન્ટ

ફાર્મર રજિસ્ટ્રેશન અંતર્ગત પી.એમ.કિસાન પોર્ટલની માહિતી આપતા પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ભારત સરકારના ડિજિટલ એગ્રી સ્ટેક પ્રોજેક્ટ હેઠળ ફાર્મર રજિસ્ટ્રેશન પ્રોગ્રામ અંતર્ગત પી.એમ.કિસાનમાં 88% ખેડૂતોના KYC અને જમીનોના લેન્ડ રેકોર્ડ્સ તેમજ રજિસ્ટ્રેશનની કામગીરી રાજ્ય સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. ફાર્મર રજીસ્ટ્રેશન અંતર્ગત પી.એમ.કિસાન પોર્ટલમાં ખેડૂતોના રજિસ્ટ્રેશનની કામગીરી પૂર્ણ કરીને ગુજરાત દેશમાં ચોથા ક્રમે છે. પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 53 લાખ લાભાર્થીઓએ ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરાવ્યું છે. રૂ.206 કરોડની ગ્રાન્ટ રાજ્ય સરકારને પ્રાપ્ત થઇ ગુજરાતના ખેડૂતોએ કરેલ ફાર્મર રજીસ્ટ્રીની નોંધ કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવી છે. જેના પરિણામે ભારત સરકાર દ્વારા સ્પેશિયલ સેન્ટ્રલ આસિસ્ટન્ટ હેઠળ રૂ.206 કરોડનું સ્પેશિયલ આસિસ્ટન્ટ તરીકેની નાણાકીય ગ્રાન્ટ રાજ્ય સરકારને…

રાજ્યભરમાં “સુજલામ સુફલામ જળ અભિયાન”ની કામગીરી આગામી તા. 21 ફેબ્રુઆરીથી થશે શરૂ, જાણો વિગત

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. આ અંગે પ્રેસ-મીડિયાને વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ ચાલુ વર્ષે ચોમાસા પહેલા જળ અભિયાનના કામો ઝડપથી પૂર્ણ થાય તે માટે રાજ્યભરમાં “સુજલામ સુફલામ જળ અભિયાન” ફેબ્રુઆરી માસથી જ શરૂ કરવા સૂચના આપી હતી. જે અંતર્ગત આ અભિયાન આગામી તા. ૨૧ ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે. પ્રવક્તા મંત્રીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પાણીને બચાવવા અને તેના સંગ્રહ માટે અનેક મહત્વની યોજનાઓ અમલમાં મૂકી છે. જે અંતર્ગત મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 8 વર્ષથી જળ સંગ્રહની કામગીરી કરવા માટે રાજ્યના જુદા જુદા વિભાગોના સંકલનથી દર વર્ષે “સુજલામ સુફલામ જળ અભિયાન” હાથ ધરવામાં આવે છે. આ અભિયાન…

ઇઝરાયલી દળોએ લીધો આતંકવાદી હુમલાનો બદલો, ગાઝામાં મચાવી તબાહી

ગાઝામાં ચાલી રહેલા યુદ્ધવિરામ વચ્ચે, ઇઝરાયલી સેનાએ ભારે ગોળીબાર કર્યો છે. બુધવાર બપોર સુધી ઇઝરાયલી સેના દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં ઓછામાં ઓછા 19 લોકો માર્યા ગયા છે. મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો હતા. દરમિયાન, ઇઝરાયલે કહ્યું છે કે હુમલા ચાલુ રહેશે. સેનાએ કહ્યું કે આ ઇઝરાયલી સૈનિકો પર આતંકવાદી હુમલાનો જવાબ છે. આતંકવાદી હુમલામાં એક ઇઝરાયલી સૈનિક ગંભીર રીતે ઘાયલ થયો હતો. ગાઝાની એક હોસ્પિટલે જણાવ્યું હતું કે માર્યા ગયેલા પેલેસ્ટિનિયનોમાં પાંચ બાળકોનો સમાવેશ થાય છે, જેમાં 5 મહિનાનું બાળક અને 10 દિવસનું બાળકનો સમાવેશ થાય છે. મૃતકોમાં સાત મહિલાઓ અને એક પેરામેડિક પણ સામેલ છે. 10 ઓક્ટોબર, 2025 ના રોજ હમાસ સાથે યુદ્ધવિરામ થયા પછી ઇઝરાયલી સૈન્યએ અસંખ્ય હુમલાઓ કર્યા છે. ગાઝા આરોગ્ય મંત્રાલયના જણાવ્યા…

કેન્સર : ડર કે જાગૃતિ? | Cancer: Fear or Awareness? | GUJARATI NEWS BULETIN

વર્લ્ડ કેન્સર ડે : કેન્સર સામે લડવાની હિંમતનો દિવસ દર વર્ષે લાખો લોકો કેન્સરના ભરડામાં મોડું નિદાન કેન્સરનું સૌથી મોટું જોખમ ફાસ્ટ ફૂડ અને પ્રદૂષણથી કેન્સરનો ખતરો વધ્યો યુવાનોમાં કેન્સરનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું લાઈફસ્ટાઈલ બદલાવથી કેન્સરનો ખતરો વધી રહ્યો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના આંકડા ચોંકાવનારા અજ્ઞાનતા અને બેદરકારીથી કેન્સર ઘાતક બન્યું પ્રદૂષિત વાતાવરણ કેન્સર માટે જવાબદાર સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે કેન્સર સામે લડવા માટે સમયસર નિદાન જરૂરી યુવાનોમાં વધતા કેન્સરના કેસો ચિંતાનો વિષય વર્લ્ડ કેન્સર ડે પર જાગૃતિ અભિયાનની જરૂર કેન્સરથી બચવા માટે જીવનશૈલીમાં ફેરફાર જરૂરી   Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in 

Amreli: ભાવનગર–સોમનાથ નેશનલ હાઈવે પર સિંહ બેલડીની લટાર, વનવિભાગ પર ઉઠયા સવાલો

બાબુ વાઢેર, જાફરાબાદ: અમરેલી જિલ્લાના જાફરાબાદના બાલાનીવાવ નજીક ભાવનગર–સોમનાથ નેશનલ હાઈવે પર ફરી એકવાર સિંહોની લટાર જોવા મળી છે. પ્રસિદ્ધ ‘લવ–કુશ’ નામની સિંહોની જોડી નેશનલ હાઈવે પર રોડ ક્રોસ કરતી અને હાઈવે પર લટાર મારતી નજરે પડી છે, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મહત્વની વાત એ છે કે ગયા મહિને આ જ હાઈવે પર બે સિંહણ અને એક દીપડાના અકસ્માતમાં મોત થયા હતા. તેમ છતાં વનવિભાગ દ્વારા કોઈ અસરકારક પગલાં લેવાયા નથી તેવા આક્ષેપો ઉઠી રહ્યા છે. વારંવાર થતા વન્યપ્રાણી અકસ્માતો બાદ પણ હાઈવે પર જરૂરી સુરક્ષા વ્યવસ્થાઓનો અભાવ જોવા મળ્યો છે. ભાવનગર–સોમનાથ નેશનલ હાઈવે સિંહો માટે જાણે ઘાતક માર્ગ બની ગયો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ઝડપી વાહન વ્યવહારના કારણે સિંહો સતત…