કોંગ્રેસ સાંસદ શશિ થરૂરના પુત્ર ઇશાનને ગુમાવવી પડી નોકરી, વ્યક્ત કર્યું પોતાનું દુઃખ

કોંગ્રેસ સાંસદ શશી થરૂરના પુત્ર ઇશાન થરૂરે નોકરી ગુમાવી દીધી છે. અહેવાલો અનુસાર, અમેરિકન અખબાર વોશિંગ્ટન પોસ્ટે તેના ત્રીજા ભાગના કર્મચારીઓની છટણી કરી છે. વધુમાં, અખબારે તેના રમતગમત વિભાગ અને અનેક વિદેશી કચેરીઓ બંધ કરી દીધી હોવાના અહેવાલ છે. આ છટણીમાં ઇશાન થરૂરે પણ પોતાની નોકરી ગુમાવી દીધી છે. ન્યૂ યોર્ક ટાઇમ્સના અહેવાલ મુજબ, આશરે 800 પત્રકારોમાંથી 300 થી વધુ પત્રકારોને કાઢી મૂકવામાં આવ્યા છે. હવે, ઇશાન થરૂરે પોતે આ માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી છે. ઇશાન થરૂરે કહ્યું, “આજે મને ધ વોશિંગ્ટન પોસ્ટમાંથી છટણી કરવામાં આવી છે. મારી સાથે, મોટાભાગના આંતરરાષ્ટ્રીય સ્ટાફ અને ઘણા અન્ય અદ્ભુત સાથીદારોને પણ છટણી કરવામાં આવ્યા છે. હું અમારા ન્યૂઝરૂમથી અને ખાસ કરીને ધ વોશિંગ્ટન પોસ્ટને આંતરરાષ્ટ્રીય સ્તરે સેવા…

વેનેઝુએલાના તેલ ખરીદી પર રશિયાનું મોટું નિવેદન; કહ્યું, ભારત કોઈપણ દેશ….

રશિયાએ સ્પષ્ટતા કરી કે ભારત કોઈપણ દેશ પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે અને નવી દિલ્હીના તેના તેલ સપ્લાયર્સને વૈવિધ્યીકરણ કરવાના પ્રયાસો નવા નથી કે મોસ્કો વિરુદ્ધ નિર્દેશિત નથી. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું કે રશિયા ક્યારેય ભારતનું એકમાત્ર ઉર્જા ભાગીદાર રહ્યું નથી અને તેલ ખરીદીના સ્ત્રોતોમાં ફેરફારને અસામાન્ય માનવું ખોટું હશે. એક પત્રકાર પરિષદને સંબોધતા પેસ્કોવે કહ્યું, “અમે, અન્ય તમામ આંતરરાષ્ટ્રીય ઉર્જા નિષ્ણાતોની જેમ, સારી રીતે જાણીએ છીએ કે રશિયા ભારતને તેલ અને પેટ્રોલિયમ ઉત્પાદનો સપ્લાય કરતો એકમાત્ર દેશ નથી. ભારતે હંમેશા અન્ય દેશોમાંથી પણ આ ઉત્પાદનો ખરીદ્યા છે. તેથી, અમને આમાં કંઈ નવું દેખાતું નથી.” પેસ્કોવનું આ નિવેદન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવા બાદ આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત-અમેરિકા વેપાર…

ભારતીય રેલવે શરૂ કરશે 20 નવી ટ્રેનો, ગુજરાત સહિત સમગ્ર દેશ માટે લાભદાયક

ભારતીય રેલવે યાત્રીઓ માટે વધુ આરામદાયક અને સુગમ મુસાફરી પ્રદાન કરવા માટે આગળ આવ્યું છે. વધતી મુસાફરીની માંગ અને તહેવારો દરમિયાન ટ્રેનોમાં ભીડને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગે દેશભરના મુખ્ય રૂટ પર 20 નવી ટ્રેનો શરૂ કરી છે. આ નવી ટ્રેનો 1 ફેબ્રુઆરી, 2026થી અમલમાં આવી ગઈ છે, જેમાં ખાસ ભાર વંદે ભારત અને અમૃત ભારત શ્રેણી પર મૂકવામાં આવ્યો છે. મુસાફરીમાં લાભ નવી ટ્રેનો શરૂ થવાથી: – ટ્રેનોમાં મુસાફરી વધુ આરામદાયક બનશે – વેઇટિંગ લિસ્ટમાં ઘટાડો થશે – કન્ફર્મ ટિકિટ મેળવવાની શક્યતા વધશે નવી ટ્રેનોમાં વિશેષતાઓ – વંદે ભારત એક્સપ્રેસ: આધુનિક સુવિધાઓ અને હાઇ-સ્પીડ સેવા – અમૃત ભારત એક્સપ્રેસ: મધ્યમ વર્ગ અને સામાન્ય મુસાફરો માટે સસ્તી સેવા – પેસેન્જર ટ્રેનો: નાના અને મધ્યમ શહેરો વચ્ચે સુવિધાજનક…

એજિયન સમુદ્રમાં હાઈ-સ્પીડ બોટ અને ગ્રીસ કોસ્ટ ગાર્ડ વચ્ચે ભયાનક ટક્કર, 15ના મોત

એજિયન સમુદ્રના ચિઓસ ટાપુ નજીક મંગળવારની મોડી રાત્રે એક કાળજું કંપાવી દેતી ઘટના સર્જાઈ. ગ્રીક કોસ્ટ ગાર્ડનું પેટ્રોલિંગ જહાજ અને શરણાર્થીઓ લઈને આવી રહેલી હાઈ-સ્પીડ બોટ વચ્ચે ટક્કર થવા થી દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત થયો, જેમાં અત્યાર સુધી 15 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. મોતમાં 11 પુરૂષો અને 4 મહિલાઓનો સમાવેશ થાય છે. અનેક લોકો હજુ સમુદ્રમાં ગુમ છે, અને મૃત્યુઆંક વધવાની શક્યતા છે. અકસ્માતના કારણો કોસ્ટ ગાર્ડના સત્તાવાર નિવેદન મુજબ, આ સ્પીડબોટ નેવિગેશન લાઇટ વગર અંધારામાં તુર્કી કિનારેથી ગ્રીસ તરફ આવી રહી હતી. જ્યારે પેટ્રોલિંગ જહાજે અવાજ અને પ્રકાશના સંકેતો આપી તેને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે બોટના ચાલકે દિશા બદલી અને સીધી ટક્કર થઈ. તેના કારણે બોટ સમુદ્રમાં પલટી ખાઈ ગઈ. બચાવ કામગીરી રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન અત્યાર…

29 વર્ષ બાદ ફરી ટકરાશે સની દેઓલ અને અક્ષય ખન્ના, ‘દામિની’ સ્ટાઇલમાં જોવા મળશે સની દેઓલ

બોલિવૂડના બે દિગ્ગજ કલાકારો સની દેઓલ અને અક્ષય ખન્ના લગભગ 29 વર્ષ પછી ફરી એકવાર સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે. જે.પી. દત્તાની ઐતિહાસિક ફિલ્મ બોર્ડર બાદ હવે બંને એક રોમાંચક અને સસ્પેન્સથી ભરપૂર કોર્ટરૂમ ડ્રામા ફિલ્મ ‘ઇક્કા’ માં આમને-સામને આવશે. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ Netflix પર રિલીઝ થવાની છે. ફિલ્મની જાહેરાત ખુદ સની દેઓલે પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા અકાઉન્ટ પર ટીઝર વિડીયો શેર કરીને કરી હતી. ટીઝર સાથે તેમણે લખ્યું હતું, “કાયદા કે લોહીના સંબંધો, આ રમતમાં કોણ પાસે છે એક્કો? એક્કો જુઓ… ટૂંક સમયમાં આવી રહ્યું છે, ફક્ત Netflix પર.” 33 વર્ષ બાદ વકીલ અવતારમાં સની દેઓલ ટીઝરમાં સની દેઓલને વકીલના અવતારમાં જોઈને ચાહકો ખુશ થઈ ગયા છે. ખાસ વાત એ છે કે 1993ની…

સોનું ખરીદવા ભારત કરતાં આ દેશો છે વધુ ફાયદાકારક, ભારતમાં ભાવ ₹1.58 લાખને પાર તો અહીં ₹10,000 સુધી સસ્તું

બજેટ બાદ ભારતીય બજારમાં સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં ભારતમાં 10 ગ્રામ સોનાનો ભાવ આશરે ₹1,58,922 સુધી પહોંચી ગયો છે. પરંતુ વિશ્વના કેટલાક દેશોમાં ભારતની સરખામણીમાં સોનું ઘણું સસ્તું મળી રહ્યું છે, જેના કારણે ભારતીય ગ્રાહકો અને પ્રવાસીઓ માટે વિદેશમાં સોનું ખરીદવું વધુ ફાયદાકારક બની રહ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો બેઝ પ્રાઇસ લગભગ સમાન રહે છે, પરંતુ અલગ-અલગ દેશોની ટેક્સ પોલિસી, આયાત જકાત અને મેકિંગ ચાર્જને કારણે અંતિમ કિંમતોમાં મોટો તફાવત જોવા મળે છે. દુબઈમાં સૌથી મોટો ફાયદો દુબઈમાં સોનાની આયાત પર કોઈ ડ્યુટી લાગતી નથી. ત્યાં લાગતો 5% વેટ પણ પ્રવાસીઓને એરપોર્ટ પર રિફંડ રૂપે પરત મળી જાય છે. પરિણામે દુબઈમાં 24 કેરેટ સોનાનો ભાવ આશરે ₹1,50,400 છે, જે ભારત કરતા…

અમદાવાદ: MG ફાર્મમાં ગેસ સિલિન્ડર ફાટ્યું, ફૂડ કાઉન્ટર પર આગ લાગતા મચી અફરાતફરી

સેટેલાઈટ વિસ્તારમાં આવેલા MG ફાર્મમાં આજે એક ભયંકર ઘટના બની, જ્યાં ફૂડ કાઉન્ટર પર રાખવામાં આવેલા ગેસ સિલિન્ડરમાં આગ ભભૂકી ઉઠી હતી. આ પ્રસંગ દરમિયાન ફાર્મમાં મહેમાનો હાજર હતા, જેના કારણે હાજર લોકોમાં અફરાતફરી અને ફફડાટ મચી ગયો. ઘણા લોકો જિવ બચાવવા માટે દોડધામ શરૂ કરી દીધી, જે થોડીવાર માટે ભયજનક વાતાવરણ સર્જી ગયેલું હતું. ફાયર બ્રિગેડની ઝડપી કામગીરી આ ઘટનાની જાણ થતા જ અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. ફાયર ફાયટર્સે મહેનત અને ઝડપી પગલાં સાથે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો. તેના કારણે આગ વધુ ફેલાતા પહેલા જ રોકી દીધી. જાણકારી અને તપાસ સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈને ઈજા અથવા જાનહાનિ થઈ નથી. પ્રાથમિક તપાસ મુજબ, ગેસ સિલિન્ડરમાં લીકેજને કારણે આગ લાગી હોવાનો અંદાજ છે.…

સોનમ વાંગચુકની જેલમુક્તિ મુદ્દે સુપ્રીમ કોર્ટની સરકારને ટકોર: “તબિયત સારી નથી, અટકાયત પર પુનર્વિચાર કરો”

લદ્દાખને રાજ્યનો દરજ્જો અપાવવાની માંગ સાથે આંદોલન ચલાવતા જાણીતા પર્યાવરણવાદી અને શિક્ષણવિદ સોનમ વાંગચુકની અટકાયત મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે સ્પષ્ટ જવાબ માંગ્યો છે. જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ પી.બી. વરાલેની બેન્ચે વાંગચુકના સ્વાસ્થ્ય પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે નોંધ્યું હતું કે વાંગચુકના હેલ્થ રિપોર્ટ ચિંતાજનક છે અને તેમની વધતી ઉંમર તથા તબિયતને ધ્યાનમાં રાખીને માનવીય અભિગમ અપનાવી અટકાયતના આદેશ પર પુનર્વિચાર કરવો જોઈએ તેવી મૌખિક ટિપ્પણી કરી હતી. કેન્દ્ર સરકારનો ગંભીર આરોપ: ‘આરબ સ્પ્રિંગ’ જેવી ક્રાંતિની કોશિશ સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર વતી હાજર એડિશનલ સોલિસિટર જનરલે વાંગચુકની મુક્તિનો કડક વિરોધ કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે વાંગચુકે લેહમાં લોકોને ઉશ્કેર્યા હતા, જેના પરિણામે થયેલી હિંસામાં ચાર લોકોના મોત થયા હતા. કેન્દ્ર…

Pune-Mumbai એક્સપ્રેસવે પર 24 કલાકથી લાંબો ટ્રાફિક જામ, હજારો વાહનચાલકો ફસાયા

મુંબઈ-પૂણે એક્સપ્રેસવે પર ટ્રાફિક જામની સમસ્યા 24 કલાકથી વધુ સમયથી જારી છે. ખંડાલા ઘાટની આડોશી સુરંગ નજીક મંગળવારે સાંજે આશરે 5 વાગ્યે કેમિકલ ભરેલું ગેસ ટેન્કર પલટી ગયું હતું. અકસ્માત બાદ ટેન્કરમાંથી ગેસ લીક થઈને સમગ્ર વિસ્તાર જોખમી સ્થિતિમાં આવી ગયો છે. 20 થી 22 કિલોમીટર લાંબી વાહનોની લાઈનો આ દુર્ઘટનાના કારણે મુંબઈ તરફના ટ્રાફિકને સુરક્ષાના કારણે પુરી રીતે બંધ કરવામાં આવ્યું છે. અસર બંને દિશામાં જોવા મળી રહી છે. એક્સપ્રેસવે પર લગભગ 20 થી 22 કિ.મી. સુધી વાહનોની લાંબી લાઈનો ઉભી થઈ છે. ડ્રોન દ્વારા લીધેલા દ્રશ્યોમાં હજારો વાહનચાલકો ટ્રાફિકમાં ફસાયેલા જોવા મળે છે. મુસાફરોને મળી રહી છે મોટી મુશ્કેલી ઘણા લોકો સવારના 4 વાગ્યાથી એક જ જગ્યાએ અટકાયેલા છે. આ ભારે ટ્રાફિકજામના કારણે ઘણા…

સતત છઠ્ઠી વાર ફાઇનલમાં ટીમ ઈન્ડિયા, અંડર-19 વર્લ્ડ કપમાં 311 રન ચેઝ કરીં ઇતિહાસ રચ્યો

ભારતીય અંડર-19 ટીમે ICC મેન્સ અંડર-19 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલમાં અફઘાનિસ્તાન સામે શાનદાર પ્રદર્શન કરીને સાત વિકેટથી જીત મેળવી છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયા સતત છઠ્ઠી વાર વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી છે. ભારતે 311 રનનો વિશાળ લક્ષ્યાંક માત્ર 41.1 ઓવરમાં પૂર્ણ કરીને ટૂર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી મોટો સફળ રન ચેઝ નોંધાવ્યો. એરોન જ્યોર્જનું શાનદાર શતક ભારતની જીતમાં ઓપનર એરોન જ્યોર્જ હીરો રહ્યો. તેણે 104 બોલમાં 115 રનની શાનદાર ઇનિંગ રમી, જેમાં 15 ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. તેની ઇનિંગે ભારતીય રન ચેઝને સંપૂર્ણ નિયંત્રણમાં રાખ્યો. વૈભવ સૂર્યવંશીની તોફાની શરૂઆત રન ચેઝ દરમિયાન વૈભવ સૂર્યવંશી અને એરોન જ્યોર્જે પ્રથમ વિકેટ માટે 90 રનની ભાગીદારી કરી. વૈભવે માત્ર 24 બોલમાં પોતાની અર્ધસદી પૂરી કરી અને 33…