સતત છઠ્ઠી વાર ફાઇનલમાં ટીમ ઈન્ડિયા, અંડર-19 વર્લ્ડ કપમાં 311 રન ચેઝ કરીં ઇતિહાસ રચ્યો

ભારતીય અંડર-19 ટીમે ICC મેન્સ અંડર-19 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલમાં અફઘાનિસ્તાન સામે શાનદાર પ્રદર્શન કરીને સાત વિકેટથી જીત મેળવી છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયા સતત છઠ્ઠી વાર વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી છે. ભારતે 311 રનનો વિશાળ લક્ષ્યાંક માત્ર 41.1 ઓવરમાં પૂર્ણ કરીને ટૂર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી મોટો સફળ રન ચેઝ નોંધાવ્યો.

એરોન જ્યોર્જનું શાનદાર શતક
ભારતની જીતમાં ઓપનર એરોન જ્યોર્જ હીરો રહ્યો. તેણે 104 બોલમાં 115 રનની શાનદાર ઇનિંગ રમી, જેમાં 15 ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. તેની ઇનિંગે ભારતીય રન ચેઝને સંપૂર્ણ નિયંત્રણમાં રાખ્યો.

વૈભવ સૂર્યવંશીની તોફાની શરૂઆત
રન ચેઝ દરમિયાન વૈભવ સૂર્યવંશી અને એરોન જ્યોર્જે પ્રથમ વિકેટ માટે 90 રનની ભાગીદારી કરી. વૈભવે માત્ર 24 બોલમાં પોતાની અર્ધસદી પૂરી કરી અને 33 બોલમાં 68 રન બનાવ્યા. ત્યારબાદ કેપ્ટન આયુષ મ્હાત્રેએ 59 બોલમાં 62 રન બનાવી મહત્વપૂર્ણ ફાળો આપ્યો.

રેકોર્ડબ્રેકિંગ રન ચેઝ
311 રનનો આ ચેઝ અંડર-19 વર્લ્ડ કપ ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી સફળ રન ચેઝ છે. અગાઉનો રેકોર્ડ 305 રનનો હતો.

અફઘાનિસ્તાનની મજબૂત બેટિંગ
ટોસ જીતીને પહેલા બેટિંગ કરતાં અફઘાનિસ્તાને ચાર વિકેટે 310 રન બનાવ્યા હતા. ફૈઝલ શિનોઝાદા (110) અને ઉઝૈરુલ્લાહ નિયાઝાઈ (101 નોટઆઉટ) વચ્ચે ત્રીજી વિકેટ માટે 148 રનની ભાગીદારી થઈ. ભારતીય ટીમ તરફથી કનિષ્ક ચૌહાણે બે વિકેટ ઝડપી.

ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે ટક્કર
હવે 6 ફેબ્રુઆરીએ હરારેના આ જ મેદાન પર ભારતનો મુકાબલો ઇંગ્લેન્ડ સામે ફાઇનલમાં થશે. પ્રથમ સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 27 રનથી હરાવ્યું હતું. ભારત અત્યાર સુધી પાંચ વખત અંડર-19 વર્લ્ડ કપ જીતી ચૂક્યું છે અને આ વખતે છઠ્ઠો ખિતાબ જીતવાની દિશામાં મજબૂત દેખાઈ રહ્યું છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

 

Related Posts

Ahmedabad News: શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં Young manનું આપઘાત, ઇલેક્ટ્રિક રૂમમાં મળી લટકતી લાશ 2026 Dies by Suicide

Young man પોલીસ સ્ટેશનમાં યુવકે પેન્ટથી પંખે લટકીને આપઘાત કર્યો: ટ્રેનમાં જામનગરથી યુપી જતો હતો, અમદાવાદ ઉતરી ચાલતો પોલીસ સ્ટેશન પહોંચ્યો; પોલીસે ભાઈ સાથે પણ વાત કરાવી Young man: અમદાવાદમાં શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉત્તરપ્રદેશના એક યુવકે પોલીસ સ્ટેશનના ઇલેક્ટ્રિક રૂમમાં જઈને જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના બની છે. Young man જામનગરથી ઉત્તરપ્રદેશ જવા માટે ટ્રેનમાં પોતાના મિત્ર સાથે નીકળ્યો હતો. જોકે, અમદાવાદ પહોંચ્યા બાદ તે ટ્રેનમાંથી ઉતરી ગયો હતો અને ચાલીને શહેરકોટડા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. યુવકે કોઈ વ્યક્તિ તેને હેરાન કરતી હોવાની ફરિયાદ પોલીસ સમક્ષ કરી હતી. ત્યારબાદ પોલીસે તેને પોલીસ સ્ટેશનમાં લાવી તેના પરિવારજનો સાથે પણ વાત કરાવી હતી. આ દરમિયાન યુવકે પોલીસ સ્ટેશનના ઇલેક્ટ્રિક રૂમમાં જઈને આ પગલું…

સુરતના નાના વરાછામાં NRIના બંધ બંગલામાં ચોરી કરવા ઘૂસેલો તસ્કર સ્ટીલની ગ્રીલમાં ફસાયો, 1 Trapped Intruders

ભારે કરી! બંગલામાંથી કંઈ ન મળ્યું પણ મેથીપાક મળ્યો: સુરતના નાના વરાછામાં NRIના બંધ બંગલામાં ચોરી કરવા ઘૂસેલો તસ્કર સ્ટીલની ગ્રીલમાં ફસાયો, લોકોએ દંડાથી ફટકાર્યો સુરત શહેરમાં ચોરીના પ્રયાસની એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. શહેરના નાના વરાછા વિસ્તારમાં NRIના બંધ બંગલામાં ચોરી કરવા ઘૂસેલા એક શખ્સની ચોરીની યોજના તેના માટે જ મુશ્કેલીનું કારણ બની ગઈ હતી. બંગલામાં ચોરીના ઇરાદે પ્રવેશ કર્યા બાદ બહાર નીકળતી વખતે શખ્સ સ્ટીલની ગ્રીલમાં ફસાઈ ગયો હોવાની માહિતી સામે આવી છે. તસ્કર ગ્રીલમાં ફસાઈ જતાં તે લાંબા સમય સુધી બહાર નીકળી શક્યો નહોતો. દરમિયાન આસપાસના લોકોને ઘટનાની જાણ થતાં લોકો એકઠા થઈ ગયા હતા. લોકોએ ગ્રીલમાં ફસાયેલા શખ્સને પકડી લીધો હતો. આ દરમિયાન કેટલાક લોકોએ તેને દંડાથી માર માર્યો હોવાની માહિતી…