ભારતના એલપીજી જહાજ સુરક્ષિત રીતે હોર્મુઝ સ્ટ્રેટ પાસ કર્યા, હજારો ટન ગેસ સાથે પહોંચવાની અપેક્ષા

ભારતના બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા જાણીતી માહિતી મુજબ, આજે સાંજે બે ભારતીય ધ્વજવાળા એલપીજી વાહક જહાજો – જગ વસંત અને પાઈન ગેસ – Strait of Hormuzમાંથી સુરક્ષિત રીતે પસાર થયા. જહાજો પર કુલ 92,612.59 મેટ્રિક ટન એલપીજી લોડ કરવામાં આવ્યું છે. જગ વસંતમાં 33 ભારતીય ખલાસીઓ અને પાઈન ગેસમાં 27 ભારતીય ખલાસીઓ સવાર છે. બંને જહાજો હવે ભારત તરફ રવાના થઈ ગયા છે અને 26 થી 28 માર્ચ દરમિયાન દેશના વિવિધ બંદરો પર પહોંચવાની અપેક્ષા છે. અગાઉ, એમટી શિવાલિક અને એમટી નંદા દેવી જહાજો ગુજરાતના મુન્દ્રા અને કંડલા બંદરો પર 92,712 ટન એલપીજી સાથે પહોંચ્યા હતા. હોર્મુઝ સ્ટ્રેટમાં વિવિધ દેશોના 28 ભારતીય જહાજ ફસાયેલા હતાં, જેમાં 22 જહાજો પશ્ચિમ ભાગમાં અને પાંચ LPG વાહકોનો…

ઈરાન મુદ્દે ટ્રમ્પને પોતાની જ પાર્ટીમાંથી ટીકાઓ: “પહેલા ઈઝરાયેલને રોકો”

અમેરિકા અને Iran વચ્ચે વધતા તણાવ વચ્ચે અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનો પર હવે તેમની જ પાર્ટીમાંથી સવાલો ઉઠી રહ્યા છે. ટ્રમ્પે ઈરાન સાથે બે દિવસની “ફળદાયી” વાતચીત થઈ હોવાનો દાવો કર્યો હતો, પરંતુ ઈરાને આવી કોઈ ચર્ચા ન થઈ હોવાનો ઇનકાર કરી દીધો છે. આ વચ્ચે Joe Kentએ ટ્રમ્પની નીતિ પર ખુલ્લેઆમ ટીકા કરી છે. જો કેન્ટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા જણાવ્યું કે તણાવ ઘટાડવાનો પહેલો પગલું Israelને રોકવાનું હોવું જોઈએ. તેમના અનુસાર, જ્યારે પણ અમેરિકા શાંતિ માટે આગળ વધે છે ત્યારે ઈઝરાયેલના હુમલાઓ વાતચીતને ખોરવી નાખે છે. ટ્રમ્પે એક ઈન્ટરવ્યૂમાં દાવો કર્યો હતો કે ઈરાન “સમજૂતી કરવા તૈયાર છે” અને આ માટે પાંચ દિવસની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. સાથે જ તેમણે…

કોલંબિયામાં સૈન્ય વિમાન દુર્ઘટના: 110 જવાનો સાથે હર્ક્યુલસ ક્રેશ, 90ના મોતથી દેશ શોકમાં

દક્ષિણ અમેરિકાના દેશ કોલંબિયામાં એક ભયાનક સૈન્ય વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. પુતુમાયો પ્રાંતના પ્યુઅર્ટો લેગુઇઝામો વિસ્તારમાં સોમવારે રાત્રે 110 સૈનિકોને લઈ જતું Lockheed C-130 Hercules વિમાન ટેકઓફ બાદ થોડા જ મિનિટોમાં ક્રેશ થયું હતું. સત્તાવાર માહિતી મુજબ, આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 90 સૈનિકોના કરુણ મોત થયા છે, જ્યારે આશરે 20 જવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. વિમાન તૂટી પડ્યા બાદ તેમાં ભીષણ આગ ફાટી નીકળતા બચાવ કામગીરી વધુ મુશ્કેલ બની ગઈ હતી. સ્થાનિક મીડિયા અલ કોલંબિયાનોના અહેવાલ મુજબ, વિમાન પુઅર્તો લેગુઈઝામો એરબેઝ પરથી ઉડાન ભરતી વખતે જ અકસ્માતનો ભોગ બન્યું. વિમાનમાં સવાર તમામ લોકો કોલંબિયાના સૈન્ય દળના જવાનો હતા, જે ફરજ પર જઈ રહ્યા હતા. કોલંબિયાની એરોએસ્પેસ ફોર્સના અધિકારી પેડ્રો આર્નુલ્ફો સાંચેઝએ ઘટનાની…

ઇરાન સાથે યુદ્ધ ટાળવા ટ્રમ્પનો ચોંકાવનારો દાવો: “ઇરાનના નેતાઓને મારવા હું ઈચ્છતો નથી”

અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ઇરાન સાથે યુદ્ધ ટાળવા અને વાતચીત અંગે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે દાવો કર્યો કે ઇરાન યુદ્ધને રોકવા માટે વાતચીત કરવા ઈચ્છે છે, જ્યારે ઇરાનના સત્તાવાળાઓએ આ દાવાને નકારી દીધું છે. ટ્રમ્પએ કહ્યું કે અમેરિકાના વિશેષ રાજદૂત સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર (ટ્રમ્પના જમાઇ) ઇરાનીઓ સાથે સંવાદ કરી રહ્યા છે. રાષ્ટ્રપતિએ એમ પણ જણાવ્યું કે ઇરાન સાથેની વાતચીત ટેલિફોન કે સંમેલન દ્વારા જ થઈ રહી છે કારણ કે સામનો માટે અન્ય કોઈ દેશ પસંદ કરવું મુશ્કેલ છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે તેઓ ઇરાનના સૌથી ઇજજતદાર નેતા સાથે વાતચીત કરી રહ્યા છે, પરંતુ સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ સાથે સીધી વાતચીત થઈ રહી નથી. તેમણે ઉમેર્યું કે “ઇરાનના નેતાઓને મારવામાં આવે એવું હું…

અમેરિકાનો યુ-ટર્ન: મિડલ ઈસ્ટ યુદ્ધ કેમ અટક્યું? ટ્રમ્પના નિર્ણય પાછળના મોટા કારણો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાએ અચાનક યુદ્ધની સ્થિતિમાંથી પીછેહઠ કરી છે. અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ Donald Trump દ્વારા માત્ર 8 કલાકની અંદર લેવાયેલા યુ-ટર્ને વૈશ્વિક રાજકારણમાં ચર્ચા જગાવી છે. અગાઉ શક્તિ દ્વારા શાંતિ લાવવાની વાત કરનારા ટ્રમ્પે હવે ઈરાન સાથે યુદ્ધવિરામ માટે વાતચીત કરવાની જાહેરાત કરી છે. અમેરિકા અને Iran વચ્ચે લગભગ 24 દિવસ ચાલેલા સંઘર્ષમાં ઈરાને ડ્રોન, મિસાઈલ અને Strait of Hormuzનો વ્યૂહાત્મક ઉપયોગ કરીને અમેરિકાને મુશ્કેલીમાં મૂકી દીધું હતું. જેના કારણે યુદ્ધ આગળ વધારવું અમેરિકાને ભારે પડી શકે તેવું લાગી રહ્યું હતું. યુદ્ધની શરૂઆતમાં મોસાદ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ઈરાનમાં આંતરિક બળવો ઊભો થશે એવી આશા રાખવામાં આવી હતી, પરંતુ આ ગણતરી સંપૂર્ણપણે ખોટી સાબિત થઈ. ઈરાનની જનતા સરકાર સામે રસ્તા પર…

પેટ્રોલ-ડીઝલ અછતની અફવા: વેરાવળ અને આસપાસના પંપો પર લાંબી લાઈનો, લોકોમાં ભયનું માહોલ

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સહિતના વિસ્તારોમાં પેટ્રોલ અને ડીઝલની અછતની ખોટી અફવાઓ ફેલાતા લોકોમાં ભારે ગભરાટ જોવા મળ્યો. સાંજ પડતાની સાથે જ શહેર અને હાઇવે પરના પેટ્રોલ પંપો પર વાહનચાલકોની લાંબી લાઈનો લગાવી જોવા મળી. કેટલાક પંપ પર તાત્કાલિક ‘નો સ્ટોક’ અથવા ‘ડ્રાય’ સ્થિતિ સર્જાતા વાહનચાલકોમાં પેનિક વધી ગઈ હતી. આ વચ્ચે, ઓઈલ કંપનીઓની ડેબિટ સુવિધા બંધ થવાથી સપ્લાય ચેઈન પર આંશિક અસર પડી છે. કન્ઝ્યુમર રેટમાં વધારાને કારણે પણ જથ્થાબંધ ખરીદદારો રિટેલ પંપ તરફ વળ્યા, જેનાથી સામાન્ય જનતા માટે ઘસારો વધારે થયો. વહીવટી તંત્રે તાત્કાલિક કાર્યવાહી કરી અને જણાવ્યું કે સમગ્ર જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલ પૂરતા જથ્થામાં ઉપલબ્ધ છે. અધિકારીઓએ નાગરિકોને ખોટી અફવાઓથી દૂર રહેવા અને માત્ર જરૂરિયાત મુજબ જ ખરીદી કરવા અપીલ કરી છે.…

ગુજરાત સરકારની અપીલ: રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ પૂરતું ઉપલબ્ધ, અફવાઓથી દૂર રહેવા વિનંતી

ગુજરાતના અમુક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની અછત હોવાની ફેલાયેલી અફવાઓ વચ્ચે આજે રાજ્ય સરકાર, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન અને પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન દ્વારા સંયુક્ત નિવેદન આપીને રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાની જાહેર જનતાને મહત્વની ખાતરી આપવામાં આવી છે. આ સંદર્ભે અન્ન, નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ મોના ખાંધારે જણાવ્યું હતું કે, રાજ્યના તમામ પેટ્રોલ પંપો પર જરૂરિયાત મુજબનો પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, જેથી નાગરિકોએ પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લગાવવાની અને પેનિક થવાની જરૂર નથી. આ ઉપરાંત રાજ્યમાં પૂરતો ઇંધણનો ‘બફર સ્ટોક’ પણ ઉપલબ્ધ છે, જેથી કોઈએ ગભરાવાની કે ખોટી ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી. અધિક મુખ્ય સચિવએ ઉમેર્યું હતું કે, અમુક જગ્યાએ પેટ્રોલ અને ડીઝલની અછત હોવાના સમાચાર માત્ર અફવા…

ચાંદીમાં ₹15000નો ધડાકો, સોનામાં ₹8000ની ગિરાવટ ,શું છે કારણ?

વૈશ્વિક બજારમાં હાલ મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. ખાસ કરીને ઈરાન સાથે વધતા યુદ્ધના તણાવ વચ્ચે સોનું અને ચાંદીના ભાવમાં અચાનક ભારે ઘટાડો નોંધાયો છે. 23 માર્ચ 2026 ના રોજ સોનાના ભાવમાં લગભગ ₹8000 સુધીનો ઘટાડો થયો છે, જ્યારે ચાંદી ₹15000 જેટલી સસ્તી થઈ ગઈ છે. સોમવારે એમસીએક્સ પર ટ્રેડિંગ શરૂ થતાં જ 5 મેની એક્સપાયરીવાળી ચાંદીનો ભાવ ગયા શુક્રવારના બંધ 2,26,772 રૂપિયા પ્રતિ કિલોની સરખામણીએ ઘટીને 2,11,729 રૂપિયા પર આવી ગયો. એટલે કે એક કિલો ચાંદી 15,043 રૂપિયા સસ્તી થઈ ગઈ. તે જ રીતે, 29 જાન્યુઆરીના તેના હાઈ લેવલ 4,20,048 રૂપિયા પ્રતિ કિલોથી હવે ચાંદીના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે અને તે ઘટીને 2,08,319 રૂપિયા પ્રતિ કિલો સુધી આવી ગયો છે. તાજી રિપોર્ટ અનુસાર,…

B INDIA કૃષિ રત્ન એવોર્ડ – 2026 : “ખેતરથી ખ્યાતિ સુધીની સફરનું સન્માન”

એક જ મંચ… પાંચ દિગ્ગજ… અને ગુજરાતના ખેડૂતોનું સન્માન કૃષિ ક્રાંતિના આ પ્રેરણાદાયી નેતાઓની ગરિમામય ઉપસ્થિતિમાં, યોજાશે કૃષિ રત્નોનો સન્માન સમારોહ.. 25 માર્ચ 2026ના રોજ પ્રસંગ પાર્ટી પ્લોટ, અમદાવાદ સાંજે 6 કલાકે ચૂકશો નહીં, ગુજરાતનું ગૌરવ એવા ખેડૂતોને સન્માનિત કરતી આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે.. B INDIA કૃષિ રત્ન એવોર્ડ… કૃષિ શક્તિનો મહાપર્વ…http://KRUSHI RATNA AWARD 2026 https://youtu.be/hU4EskpuWKs?si=Dxf6VNcqqGsBDKl0

“મારી ખેતી મારૂ ગર્વ” – “B-India કૃષિ રત્ન એવોર્ડ – 2026” | PROMO

ગુજરાતના ખમિરવંતા ખેડૂતોના પરિશ્રમને પારિતોષીત કરવા માટેની B-India Newsની અનોખી પહેલ…. અમે કરી રહ્યા છીએ ગુજરાતના પ્રગતિશીલ અને નવીનતા લાવનાર ખેડૂતોને વિશેષ રીતે સન્માનીત કરવાનો વિનમ્ર પ્રયાસ…“B-India કૃષિ રત્ન એવોર્ડ – 2026” – “મારી ખેતી મારૂ ગર્વ” ની સાર્થકતા કટ્ટીબંધીત છે કૃષિ ક્ષેત્રની નવીનતા અને સિદ્ધિઓને સાકાર કરનારા ખેડૂતોને વિલક્ષણ મંચ આપવા… ચાલો ઉજવીએ ગુજરાતની કૃષિ સન્નમુખ નેતાગીરી અને B India News સાથે ખેડૂતની સફળતા.. https://youtu.be/_bLa9mcZSGM?si=HpxwCsX0AFmmOt47