અમેરિકાનો યુ-ટર્ન: મિડલ ઈસ્ટ યુદ્ધ કેમ અટક્યું? ટ્રમ્પના નિર્ણય પાછળના મોટા કારણો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાએ અચાનક યુદ્ધની સ્થિતિમાંથી પીછેહઠ કરી છે. અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ Donald Trump દ્વારા માત્ર 8 કલાકની અંદર લેવાયેલા યુ-ટર્ને વૈશ્વિક રાજકારણમાં ચર્ચા જગાવી છે. અગાઉ શક્તિ દ્વારા શાંતિ લાવવાની વાત કરનારા ટ્રમ્પે હવે ઈરાન સાથે યુદ્ધવિરામ માટે વાતચીત કરવાની જાહેરાત કરી છે.

અમેરિકા અને Iran વચ્ચે લગભગ 24 દિવસ ચાલેલા સંઘર્ષમાં ઈરાને ડ્રોન, મિસાઈલ અને Strait of Hormuzનો વ્યૂહાત્મક ઉપયોગ કરીને અમેરિકાને મુશ્કેલીમાં મૂકી દીધું હતું. જેના કારણે યુદ્ધ આગળ વધારવું અમેરિકાને ભારે પડી શકે તેવું લાગી રહ્યું હતું.

યુદ્ધની શરૂઆતમાં મોસાદ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ઈરાનમાં આંતરિક બળવો ઊભો થશે એવી આશા રાખવામાં આવી હતી, પરંતુ આ ગણતરી સંપૂર્ણપણે ખોટી સાબિત થઈ. ઈરાનની જનતા સરકાર સામે રસ્તા પર ઉતરી નહીં, જેના કારણે અમેરિકાની વ્યૂહરચના નિષ્ફળ ગઈ. બીજી તરફ, ઓમાન, કતાર અને સાઉદી અરેબિયા જેવા અખાતી દેશોએ અમેરિકાની કાર્યવાહી પર નારાજગી વ્યક્ત કરી હતી. આ દેશોએ સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે યુદ્ધથી તેમને નુકસાન થઈ રહ્યું છે અને તેઓ સંબંધોની સમીક્ષા કરી શકે છે.

વિશેષજ્ઞોના મત અનુસાર, જો અમેરિકા ઈરાનના ઊર્જા કેન્દ્રો પર હુમલો કરે તો ઈરાન અખાતી દેશોના તેલ અને ગેસ ઠેકાણાઓને નિશાન બનાવી શકે તેમ હતું, જેના કારણે સમગ્ર વિશ્વમાં ઊર્જા સંકટ ઊભું થઈ શકે. તે ઉપરાંત, હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકન નૌકાદળ માટે જોખમ વધી રહ્યું હતું. આ સાંકડા જળમાર્ગમાં યુદ્ધ જહાજો મોકલવાથી વૈશ્વિક વેપાર અને તેલ પુરવઠા પર ગંભીર અસર પડી શકે તેમ હતી.

આંતરરાષ્ટ્રીય સ્તરે પણ અમેરિકાને અપેક્ષિત સમર્થન મળ્યું નહીં. NATO સહિતના ઘણા દેશોએ સીધી રીતે યુદ્ધમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો, જેના કારણે અમેરિકા એકલું પડી ગયું. આ તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને, અંતે ટ્રમ્પને યુદ્ધમાંથી પીછેહઠ કરવાનો નિર્ણય લેવો પડ્યો અને હવે ઈરાન સાથે શાંતિ માટે ચર્ચા ચાલુ છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    દુબઈથી Mumbai આવતા જ , ₹5.17 કરોડનું કૌભાંડ આચરનાર કુખ્યાત શખ્સ દબોચાયો Breakthrough

    કરોડોના સાયબર ફ્રોડનો આરોપી દુબઈથી Mumbaiઆવતા જ ઝડપાયો: ટાસ્ક ફ્રોડ અને ફેક આઈસગેટ કૌભાંડમાં 3 વર્ષથી ફરાર હતો, બે દિવસમાં ₹5.17 કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન કરાવ્યા’તા Mumbai: સાયબર ક્રાઇમના એક મોટા કેસમાં ત્રણ વર્ષથી ફરાર આરોપી દુબઈથી Mumbai પરત ફરતા જ પોલીસના હાથે ઝડપાયો હોવાનો મામલો સામે આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી ટાસ્ક ફ્રોડ અને કથિત ફેક આઈસગેટ કૌભાંડ સાથે સંકળાયેલો હતો. તપાસમાં આરોપી દ્વારા માત્ર બે દિવસના સમયગાળામાં આશરે ₹5.17 કરોડના શંકાસ્પદ ફ્રોડ ટ્રાન્ઝેક્શન કરાવવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. પોલીસ તપાસમાં આરોપીની ભૂમિકા સાયબર છેતરપિંડીના નાણાકીય વ્યવહારો અને બેંક ખાતાઓના ઉપયોગ સાથે જોડાયેલી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. લાંબા સમયથી પોલીસથી બચવા માટે વિદેશમાં રહેતો આરોપી દુબઈથી Mumbai આવ્યો ત્યારે જ તપાસ…

    SURAT : Axis.apk ફેક એપથી ₹1.10 કરોડની છેતરપિંડી, મુંબઈની ત્રિપુટી ઝડપાઈ Protection

    Surat : દેશભરમાં ₹16.13 કરોડની 29 ફરિયાદમાં આ ખાતું વપરાયું: Axis.apk ફેક એપ દ્વારા ₹1.10 કરોડની છેતરપિંડી, બેંક એકાઉન્ટ કમિશન પર વેચનાર મુંબઈની ત્રિપુટી દબોચાઈ Surat: સાયબર ક્રાઇમની દુનિયામાં ફેક ઇન્વેસ્ટમેન્ટ એપ્લિકેશન અને બેંક એકાઉન્ટનો ગેરકાયદેસર ઉપયોગ કરીને લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવવાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે.Suratમાં 71 વર્ષીય નિવૃત્ત વ્યક્તિ પાસેથી ₹1.10 કરોડની છેતરપિંડીના કેસમાં તપાસ દરમિયાન ‘Axis.apk’ નામની ફેક એપ્લિકેશનનો ઉપયોગ થયાની વિગતો સામે આવી છે. પોલીસ ફરિયાદ મુજબ આરોપીઓએ રોકાણના નામે અલગ-અલગ બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા. આ કેસમાં વધુ ગંભીર બાબત એ છે કે પોલીસ તપાસમાં એક બેંક એકાઉન્ટનો ઉપયોગ દેશભરની અનેક સાયબર છેતરપિંડીની ફરિયાદોમાં થયો હોવાની માહિતી સામે આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. અહેવાલ મુજબ આ ખાતું 29…