ઘૂસણખોરોની વતન વાપસી મુદ્દે બાંગ્લાદેશમાં વિરોધ તેજ, સરહદ નજીક આંદોલનની જાહેરાત
પશ્ચિમ બંગાળ સહિત ભારતના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે ચાલી રહેલી કાર્યવાહી હવે આંતરરાષ્ટ્રીય ચર્ચાનો વિષય બની છે. ભારત દ્વારા કાનૂની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ગેરકાયદેસર રીતે રહેલા વિદેશી નાગરિકોને તેમના દેશમાં પરત મોકલવાની કાર્યવાહી વચ્ચે બાંગ્લાદેશમાં વિરોધનો માહોલ સર્જાયો છે. બાંગ્લાદેશની જમાત-એ-ઇસ્લામી સહિતના અનેક ઇસ્લામી અને રાજકીય સંગઠનોએ ભારતની નીતિ સામે વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. સંગઠનોનું કહેવું છે કે સરહદ વિસ્તારમાં માનવાધિકાર સંબંધિત મુદ્દાઓ પર અવાજ ઉઠાવવા માટે આ કાર્યક્રમો યોજવામાં આવશે. 12 જૂને સરહદ નજીક વિરોધ કાર્યક્રમ જમાત-એ-ઇસ્લામીના નેતા શફીકુર રહમાનના નેતૃત્વ હેઠળ 12 જૂને ભારત-બાંગ્લાદેશ સરહદ નજીક આવેલા વિવિધ જિલ્લાઓ અને ચેકપોસ્ટો પાસે માર્ચ અને રેલીઓ યોજવાની જાહેરાત કરવામાં આવી છે. આ કાર્યક્રમોમાં 11 જેટલા રાજકીય અને ધાર્મિક…
ગુજરાત માટે મોટા સમાચાર: કડાણા ડેમ 52.39% ભરાયો!
ગુજરાત માટે સૌથી મોટા અને રાહતના સમાચાર: 8 જિલ્લાની જીવાદોરી સમાન કડાણા ડેમમાં પાણીનો બમ્પર જથ્થો, ખેડૂતો ખુશખુશાલ! ખેડૂતો અને સામાન્ય જનતા માટે ચોમાસા પહેલા જ મહીસાગરથી ખુશીના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના ત્રીજા સૌથી મહત્વના એવા કડાણા ડેમમાં ગત વર્ષ કરતા અંદાજે 11 ફૂટ વધુ પાણીનો લાઈવ જથ્થો ઉપલબ્ધ છે. ડેમ હાલમાં 52.39% ભરાઈ ચૂક્યો છે, જેના કારણે જો ચોમાસું થોડું મોડું પણ થાય, તો પણ ગુજરાતના 8 જિલ્લાઓમાં પીવાના કે સિંચાઈના પાણીની કોઈ જ તંગી નહીં સર્જાય! મહીસાગર: ગુજરાત રાજ્યના ત્રીજા સૌથી મહત્વપૂર્ણ અને મહીસાગર સહિત ઉત્તર તેમજ મધ્ય ગુજરાતના 8 જિલ્લાઓની જીવાદોરી સમાન કડાણા ડેમમાંથી ખુબ જ આશ્વાસનરૂપ સમાચાર સામે આવ્યા છે. ઉનાળાની સીઝન પૂર્ણ થવાના આરે છે ત્યારે કડાણા ડેમમાં હાલ પાણીનો…
ભારતીય રેલવેનો મોટો નિર્ણય, દેશભરના રેલવે સ્ટેશનો પર થશે ‘ફાયર સેફ્ટી ઓડિટ
રેલવે સ્ટેશનો પર મુસાફરોની સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે ભારતીય રેલવેએ એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. દેશભરના રેલવે સ્ટેશનો પર સુરક્ષા વ્યવસ્થામાં સુધારો કરવાના હેતુથી ટૂંક સમયમાં જ વ્યાપક સ્તરે ‘ફાયર સેફ્ટી ઓડિટ’કરવામાં આવશે. આ ઓડિટ અંતર્ગત સ્ટેશનો પર હાલની ફાયર સેફ્ટી સિસ્ટમ્સની ઝીણવટભરી સમીક્ષા કરાશે અને જ્યાં પણ ખામી જણાશે ત્યાં તાત્કાલિક સુધારા કરવામાં આવશે. કઈ-કઈ બાબતોની તપાસ કરવામાં આવશે? આ સ્પેશિયલ ઓડિટ માત્ર ઉપરછલ્લું નહીં હોય,પરંતુ સ્ટેશનની તમામ મહત્વપૂર્ણ પ્રણાલીઓની ઊંડાણપૂર્વક તપાસ કરશે.જેમાં ઇલેક્ટ્રિકલ સિસ્ટમ્સ,એર કન્ડીશનીંગ અને વેન્ટિલેશન સિસ્ટમ્સ,ઇમરજન્સી એક્ઝિટ,ફાયર ફાઇટીંગ સિસ્ટમ્સ,પાણીની ઉપલબ્ધતા,પમ્પિંગ અને સ્પ્રિંકલર સિસ્ટમ્સ સહિતની તમામ મહત્વપૂર્ણ સલામતી સિસ્ટમ્સની તપાસ કરશે.ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે રેલવે સ્ટેશનો કોઈપણ આગની કટોકટીનો અસરકારક રીતે જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ખામીઓ…
PF ખાતાધારકો માટે મોટા સમાચાર! હવે ફંડ ઉપાડવાની પ્રક્રિયા બનશે વધુ સરળ, જાણો નવા નિયમો
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા અમલમાં મુકાયેલી નવી ‘EPFO 3.0’ વ્યવસ્થા કરોડો પગારદાર કર્મચારીઓ માટે રાહતના સમાચાર લઈને આવી છે. નવા માળખા હેઠળ પીએફ ખાતાધારકો માટે ફંડ ઉપાડવાની પ્રક્રિયાને વધુ ઝડપી, સરળ અને ડિજિટલ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. નવી સુવિધા મુજબ સભ્યો હવે લાંબી વેરિફિકેશન પ્રક્રિયા વગર UPI અને ATM જેવી ડિજિટલ સુવિધાઓ મારફતે પોતાના ખાતામાં સીધા જ પીએફની રકમ મેળવી શકશે. ATM દ્વારા 100 ટકા PF ફંડ ઉપાડી શકાશે? નવા નિયમોને લઈને ઘણા કર્મચારીઓમાં એવી ચર્ચા ચાલી રહી છે કે હવે ATM મારફતે સમગ્ર PF ફંડ ઉપાડી શકાશે કે નહીં. જોકે, EPFOના નિયમો અનુસાર ATM અથવા UPI જેવી સુવિધા દ્વારા સામાન્ય સંજોગોમાં સભ્યો પોતાના કુલ PF ભંડોળમાંથી મહત્તમ 75 ટકા રકમ જ ઉપાડી…
પાકિસ્તાની સેનાનું Mi-17 હેલિકોપ્ટર ક્રેશ, તમામ સૈન્યકર્મીઓના મોત
પાકિસ્તાની સેનાને બુધવારે મોટો ફટકો પડ્યો છે. પાકિસ્તાન આર્મી એવિએશનનું Mi-17 હેલિકોપ્ટર પાકિસ્તાન નિયંત્રિત કાશ્મીરના મુઝફ્ફરાબાદ નજીક દુર્ઘટનાગ્રસ્ત થતાં તેમાં સવાર તમામ સૈન્યકર્મીઓના મોત થયા હોવાનું સત્તાવાર રીતે જણાવાયું છે. પ્રાથમિક તપાસમાં ટેકનિકલ ખામી અકસ્માતનું કારણ હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, હેલિકોપ્ટરે સૈન્ય કામગીરી માટે મુઝફ્ફરાબાદ નજીકથી ઉડાન ભરી હતી. જોકે ટેકઓફ બાદ થોડા જ સમયમાં તેમાં ગંભીર યાંત્રિક ખામી સર્જાઈ હતી, જેના કારણે પાયલટ હેલિકોપ્ટર પરનો કાબૂ ગુમાવી બેઠા હતા. પરિણામે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. અકસ્માતની જાણ થતાં જ પાકિસ્તાની સેનાની વિશેષ બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત કામગીરી શરૂ કરી હતી. જોકે હેલિકોપ્ટરમાં સવાર કોઈપણ વ્યક્તિને જીવિત બચાવી શકાયા નહોતા. તમામ સૈન્યકર્મીઓના મોત પાકિસ્તાની સેનાના મીડિયા વિભાગ ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR)…
લોકરક્ષક ભરતી પરીક્ષા માટે કડક સુરક્ષા વ્યવસ્થા, AI ફેશિયલ રેકગ્નિશનથી થશે ઉમેદવારોની ઓળખ
ગુજરાતમાં આગામી 14 જૂને યોજાનારી લોકરક્ષક ભરતીની લેખિત પરીક્ષાને લઈને તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ થયું છે. પરીક્ષા પ્રક્રિયા પારદર્શક, ગેરરીતિમુક્ત અને સુવ્યવસ્થિત રહે તે માટે આ વખતે આધુનિક ટેક્નોલોજી આધારિત કડક સુરક્ષા વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. ભરતી પ્રક્રિયામાં લાખો ઉમેદવારો ભાગ લેવાના હોવાથી રાજ્યના પોલીસ વિભાગ અને પરીક્ષા સંચાલન તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. GPS ટ્રેકરથી પ્રશ્નપત્રોની સુરક્ષા પ્રશ્નપત્રો પરીક્ષા કેન્દ્રો સુધી સલામત રીતે પહોંચે તે માટે પ્રશ્નપત્રો લઈ જતાં તમામ વાહનોમાં GPS ટ્રેકિંગ સિસ્ટમ લગાવવામાં આવશે. આ વ્યવસ્થાથી વાહનોની હિલચાલ પર સતત નજર રાખી શકાશે અને કોઈપણ પ્રકારની ગેરરીતિની શક્યતાઓને અટકાવી શકાશે. સાથે જ સમગ્ર પરીક્ષા પ્રક્રિયા માટે એક કેન્દ્રિય કંટ્રોલરૂમમાંથી સતત મોનિટરિંગ કરવામાં આવશે, જ્યાંથી દરેક પરીક્ષા કેન્દ્રની સ્થિતિ પર નજર…
હોર્મુઝ સંકટ વચ્ચે ભારતનો ₹40,000 કરોડનો મેગા પ્લાન, ઓમાન-ગુજરાત ગેસ પાઇપલાઇનથી ઊર્જા સુરક્ષાને મળશે નવી દિશા
મધ્ય પૂર્વમાં વધતા ભૂરાજકીય તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટને લઈને સર્જાયેલી અનિશ્ચિતતા વચ્ચે ભારત પોતાની ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવવા માટે એક મહત્ત્વાકાંક્ષી યોજના પર ઝડપથી આગળ વધી રહ્યું છે. ઓમાનથી ગુજરાત સુધી અરબ સાગરના પેટાળમાં આશરે 2,000 કિલોમીટર લાંબી ડીપ-સી ગેસ પાઇપલાઇન બિછાવવાના પ્રસ્તાવને ફરી ગતિ મળી છે. અંદાજે ₹40,000 કરોડના ખર્ચે તૈયાર થનારો આ પ્રોજેક્ટ ભારત માટે ઊર્જા ક્ષેત્રમાં ગેમચેન્જર સાબિત થઈ શકે છે. હોર્મુઝ પરની નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ ભારત પોતાની કુદરતી ગેસની જરૂરિયાતનો મોટો હિસ્સો આયાત દ્વારા પૂરો કરે છે. હાલમાં ખાડી દેશોમાંથી આવતી LNGનો મોટો ભાગ હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારત સુધી પહોંચે છે. જો આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગમાં કોઈ અવરોધ સર્જાય તો ભારતના ઊર્જા પુરવઠા પર સીધી અસર પડી શકે છે. આ જોખમને ધ્યાનમાં…
બિયારણ-ખાતરના વેચાણમાં ગેરરીતિ કરનારાઓ સામે સરકારનો કડક વલણ, હવે સીધી પોલીસ ફરિયાદ અને જેલની સજા
રાજ્યના ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ સરળતાથી અને પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકાર વધુ કડક બની છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ સ્પષ્ટ ચેતવણી આપતાં જણાવ્યું છે કે ગેરકાયદેસર, પ્રતિબંધિત અથવા ઓછી ગુણવત્તાવાળી કૃષિ સામગ્રીનું વેચાણ કરનાર તેમજ સંગ્રહખોરી કરનાર તત્વોને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. મંત્રીએ કૃષિ વિભાગને આવા તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરવા અને જરૂર પડે ત્યાં પોલીસ ફરિયાદ નોંધાવવા સૂચના આપી છે. ખેડૂતોને ગુણવત્તાયુક્ત સામગ્રી આપવા સરકાર પ્રતિબદ્ધ કૃષિ મંત્રીના જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ગુણવત્તાયુક્ત બિયારણ અને ખાતર ઉપલબ્ધ કરાવવા માટે કટિબદ્ધ છે. આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, 1955 હેઠળ ખાતર અને બિયારણની ગુણવત્તા જાળવવા માટે કેન્દ્ર સરકારના નિયમો અમલમાં છે. આ નિયમોનું ઉલ્લંઘન કરનાર વિક્રેતા અથવા…
ઓમાનના દરિયામાં તેલ ટેન્કર પર હુમલાનો દાવો, 3 ભારતીય નાવિકો લાપતા હોવાની માહિતી
ઓમાનના દરિયાકાંઠે એક ઓઇલ અને કેમિકલ ટેન્કર પર હુમલો થયાની માહિતી સામે આવતા આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રાથમિક અહેવાલો અનુસાર, જહાજમાં કુલ 28 ક્રૂ સભ્યો સવાર હતા, જેમાંથી 24 ભારતીય નાગરિકો હોવાનું જણાવવામાં આવ્યું છે. ઘટનામાં 21 ભારતીયોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હોવાની માહિતી છે, જ્યારે 3 ભારતીય નાવિકો હજુ પણ લાપતા હોવાનું કહેવાઈ રહ્યું છે. જહાજમાં આગ અને વિસ્ફોટની ઘટના મળતી માહિતી મુજબ, ‘સેટેબેલો’ નામનું કેમિકલ અને ઓઇલ ટેન્કર ઓમાનના સોહર બંદરથી આશરે 20 નોટિકલ માઈલ ઉત્તર-પૂર્વ દિશામાં હતું ત્યારે તેના એન્જિન રૂમમાં આગ અને વિસ્ફોટ જેવી ઘટના બની હતી. ઘટનાના પગલે જહાજને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. જહાજમાંથી મળેલા ઇમરજન્સી સંદેશા બાદ ઓમાનની રોયલ નેવીએ તાત્કાલિક બચાવ…
અમદાવાદમાં વિશાલા-નારોલ રોડ પર મેટ્રો નજીક ભીષણ આગ, 60થી વધુ ઝૂંપડાં ખાખ; 200થી વધુ પરિવારો અસરગ્રસ્ત
અમદાવાદ શહેરના વિશાલા સર્કલથી નારોલ તરફ જવાના મુખ્ય માર્ગ પર મેટ્રો સ્ટેશન નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં મંગળવારે બપોરે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે જોતજોતામાં અનેક ઝૂંપડાં તેની ચપેટમાં આવી ગયા હતા. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને નાસભાગનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, ધોમધખતા ઉનાળાના તાપ વચ્ચે અચાનક ઝૂંપડપટ્ટીના એક ભાગમાં આગ ફાટી નીકળી હતી. પવન અને ઝૂંપડાંમાં રહેલી જ્વલનશીલ સામગ્રીના કારણે આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળતા સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. 8 ફાયર ફાઇટર અને ટેન્કરો ઘટનાસ્થળે દોડી આવ્યા ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ એક્શન મોડમાં આવી ગઈ હતી. કંટ્રોલ…















