વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતની ‘ગોલ્ડ પોલિસી’માં ફેરફાર, 104 ટન સોનું પરત લાવવામાં આવ્યું

વિશ્વભરમાં ચાલી રહેલા યુદ્ધ અને આર્થિક અનિશ્ચિતતા વચ્ચે અનેક દેશો પોતાની નાણાકીય સુરક્ષા મજબૂત બનાવવાના પ્રયાસોમાં લાગી ગયા છે. આ પરિસ્થિતિમાં ભારતે પણ મહત્વપૂર્ણ નિર્ણય લઈને વિદેશમાં રાખેલું સોનું દેશમાં પરત લાવવાનું ગતિમાન કર્યું છે. Reserve Bank of India (RBI)ના તાજેતરના રિપોર્ટ મુજબ છેલ્લા થોડા સમયમાં જ મોટા પ્રમાણમાં સોનું સ્વદેશ પરત લાવવામાં આવ્યું છે. ભારત પાસે કેટલું સોનું? RBIના આંકડા અનુસાર હાલમાં ભારત પાસે કુલ 880.52 ટન સોનું છે. તેમાંમાંથી લગભગ 77 ટકા એટલે કે આશરે 680 ટન સોનું હવે દેશની અંદર જ સંગ્રહિત છે. જ્યારે 197.67 ટન સોનું હજુ પણ વિદેશી સંસ્થાઓ જેમ કે Bank of England અને Bank for International Settlements પાસે રાખવામાં આવ્યું છે. 6 મહિનામાં 104 ટન સોનું પરત RBIએ માત્ર…

Election Commission of Indiaનો કડક નિર્ણય: પશ્ચિમ બંગાળના 15 બૂથ પર 2 મેે ફરી મતદાન

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન ગેરરીતિઓ અંગે મળેલી ફરિયાદોને ગંભીરતાથી લેતા ચૂંટણી પંચે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. પંચે દક્ષિણ 24 પરગણા જિલ્લામાં આવેલા કુલ 15 મતદાન મથકો પર 2 મેના રોજ ફરી મતદાન (રી-પોલિંગ) કરાવવાનો આદેશ આપ્યો છે. ક્યાં થશે ફરી મતદાન? ચૂંટણી પંચના નિર્ણય મુજબ, મગરહાટ પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારના 11 બૂથો પર ફરી મતદાન થશે. સાથે જ Diamond Harbour મતવિસ્તારના 4 બૂથો પર પણ રિ-પોલિંગ કરાવવામાં આવશે. આ બંને વિસ્તારોમાંથી ગેરરીતિ અને મતદાન પ્રક્રિયામાં અનિયમિતતાઓ અંગે વ્યાપક ફરિયાદો મળી હતી. પારદર્શિતા માટે કડક વલણ ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા અને પારદર્શિતા જળવાઈ રહે તે માટે ચૂંટણી પંચે આ કડક નિર્ણય લીધો છે. અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે ફરી મતદાન દરમિયાન તમામ નિયમોનું કડક પાલન થાય…

ભારતીય નૌસેનાને મળ્યું ચોથું P17A સ્ટેલ્થ ફ્રિગેટ ‘મહેન્દ્રગીરી’, સમુદ્રી શક્તિમાં મોટો વધારો

ભારતીય નૌસેનાને આધુનિક ક્ષમતાઓથી સજ્જ એક વધુ યુદ્ધપોત મળ્યો છે. સરકારી શિપયાર્ડ Mazagon Dock Shipbuilders Limited (MDL) દ્વારા પ્રોજેક્ટ-17A હેઠળ બનાવાયેલું ચોથું સ્ટેલ્થ ફ્રિગેટ ‘મહેન્દ્રગીરી’ સોંપવામાં આવ્યું છે. આ યુદ્ધપોત ટૂંક સમયમાં INS Mahendragiri તરીકે નૌસેનાના બેડામાં સામેલ થશે. ડિલિવરી પ્રસંગે MDLના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કેપ્ટન જગમોહન તેમજ પૂર્વી નૌસેનિક કમાન્ડના ચીફ સ્ટાફ ઓફિસર રિયર એડમિરલ ગૌતમ મરવાહાએ એક્સેપ્ટન્સ દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા હતા. આ પ્રસંગે નૌસેના અને શિપયાર્ડના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. પ્રોજેક્ટ-17A ભારતીય નૌસેનાનો અદ્યતન સ્ટેલ્થ ફ્રિગેટ પ્રોગ્રામ છે, જે Shivalik-class frigateનું અપગ્રેડેડ વર્ઝન માનવામાં આવે છે. આ પ્રોજેક્ટ હેઠળ કુલ 7 આધુનિક ફ્રિગેટ્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેમાંથી કેટલાક MDL અને Garden Reach Shipbuilders & Engineers (GRSE) દ્વારા નિર્માણાધીન છે.…

કાલે બુદ્ધ પૂર્ણિમા: દાન અને સાધનાથી જીવનમાં લાવો શાંતિ અને સમૃદ્ધિ

આવતીકાલે પવિત્ર બુદ્ધ પૂર્ણિમા નો તહેવાર ઉજવવામાં આવશે, જે ગૌતમ બુદ્ધ ના જીવન અને ઉપદેશોને સમર્પિત છે. વૈશાખ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવાતો આ તહેવાર શાંતિ, કરુણા અને અહિંસાનો સંદેશ આપે છે. આ વર્ષે બુદ્ધ પૂર્ણિમા 1 મે 2026, શુક્રવારે ઉજવાશે. પંચાંગ મુજબ પૂર્ણિમા તિથિ 30 એપ્રિલ 2026ની રાત્રે લગભગ 9:13 વાગ્યે શરૂ થઈને 1 મેની રાત્રે લગભગ 10:52 વાગ્યા સુધી રહેશે. ઉદય તિથિ અનુસાર 1 મેના રોજ તહેવાર ઉજવાશે. આ દિવસે બ્રહ્મ મુહૂર્ત અને સૂર્યોદય પછીનો સમય પૂજા, ધ્યાન અને દાન માટે અત્યંત શુભ માનવામાં આવે છે. બુદ્ધ પૂર્ણિમા માત્ર ધાર્મિક તહેવાર નથી, પરંતુ જીવનને સકારાત્મક દિશામાં આગળ વધારવાનો સંદેશ આપે છે. આ દિવસ આપણને શાંતિપૂર્ણ જીવન, સહાનુભૂતિ અને સાદગી અપનાવવા પ્રેરણા આપે છે. આ દિવસે…

હિમાચલ પ્રદેશમાં ભયંકર અકસ્માત: કાર 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, 2 શ્રદ્ધાળુઓનાં મોત

હિમાચલ પ્રદેશ ના ચિંતપૂર્ણી વિસ્તારમાં એક ડરામણો માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં પંજાબના બે શ્રદ્ધાળુઓનાં કરુણ મોત થયા છે. આ ઘટના ઉના જિલ્લાના ભરવાઈં વિસ્તારમાં બની હતી, જ્યાં એક કાર આશરે 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી ગઈ અને બાદમાં તેમાં આગ લાગી ગઈ. મળતી માહિતી મુજબ, લુધિયાણા પાસિંગની કાર ચિંતપૂર્ણી મંદિરે દર્શન કરીને મુબારકપુર તરફ જઈ રહી હતી. આ દરમિયાન અચાનક ટાયર ફાટતા ડ્રાઈવરે કાર પરથી કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે કાર પૂરઝડપે હવામાં ઉછળી અને સીધી ખીણમાં પડી ગઈ. અકસ્માતનો સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં કારને હવામાં ઉછળતી અને પછી ખીણમાં ખાબકતી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. નીચે પડ્યા બાદ કારમાં આગ લાગી ગઈ હતી, જેના કારણે કારમાં સવાર બંને લોકો જીવતા જ દાઝી…

જબલપુરમાં બરગી ડેમ ખાતે ક્રૂઝ દુર્ઘટના: 6નાં મોત, અનેક લાપતા

મધ્યપ્રદેશના જબલપુર નજીક આવેલા પ્રખ્યાત પર્યટન સ્થળ બરગી ડેમમાં ગુરુવારે સાંજે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ, જેમાં પ્રવાસીઓથી ભરેલી ક્રૂઝ અચાનક પાણીમાં ડૂબી ગઈ. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચાવી દીધો છે. પ્રાથમિક માહિતી મુજબ, નર્મદા નદીના બેકવોટરમાં ફરતા સમયે અચાનક આવેલા તોફાન અને જોરદાર પવનને કારણે ક્રૂઝનું સંતુલન બગડ્યું હતું, જેના કારણે તે ડૂબી ગઈ. દુર્ઘટના સમયે ક્રૂઝમાં અંદાજે 35થી 40 પ્રવાસીઓ સવાર હતા. રેસ્ક્યૂ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક લોકો, પોલીસ તેમજ NDRF અને SDRFની ટીમોએ મળીને બચાવ કામગીરી શરૂ કરી હતી. અત્યાર સુધીમાં 15થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 6 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે, જેમના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. મૃતકોમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે.…

બેંગલુરુમાં વરસાદી કહેર: દીવાલ ધરાશાયી થતા 7નાં મોત, અનેક ઘાયલ

કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં ભારે વરસાદ વચ્ચે મોટી દુર્ઘટના સર્જાઈ છે. મંગળવારે સાંજે શિવાજીનગર વિસ્તારમાં લેડી કર્ઝન હોસ્પિટલ નજીક એક કમ્પાઉન્ડની દીવાલ અચાનક ધરાશાયી થતાં ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા છે. વરસાદ અને પવન વચ્ચે દુર્ઘટના માહિતી મુજબ સાંજે લગભગ 5 વાગ્યે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો, જે લગભગ એક કલાક સુધી ચાલુ રહ્યો હતો. ખરાબ હવામાનથી બચવા માટે ઘણા લોકો હોસ્પિટલના પરિસરમાં આશરો લેવા ગયા હતા, ત્યારે જ દીવાલ તૂટી પડતાં તેઓ તેની ચપેટમાં આવી ગયા હતા. બચાવ કામગીરી ચાલુ આ ઘટનામાં 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હજુ પણ કાટમાળ નીચે કેટલાક લોકો ફસાયેલા હોવાની આશંકા છે, જેના કારણે મૃતકોની સંખ્યા વધવાની…

ભારતની સંરક્ષણ શક્તિમાં વધારો: નેવલ એન્ટી-શિપ મિસાઇલ (NASM-SR)નું સફળ પરીક્ષણ

ભારતને સંરક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ સફળતા મળી છે. Defense Research and Development Organization (DRDO) અને ભારતીય નૌસેનાએ મળીને નેવલ એન્ટી-શિપ મિસાઇલ (શોર્ટ રેન્જ)નું સફળ પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ ઓડિશાના તટ નજીક બંગાળની ખાડીમાં કરવામાં આવ્યું હતું. હેલિકોપ્ટર પરથી સફળ સલ્વો લોન્ચ DRDO અને ભારતીય નૌસેનાએ સંયુક્ત રીતે નૌસેનાના હેલિકોપ્ટર પ્લેટફોર્મ પરથી નેવલ એન્ટી-શિપ મિસાઇલ-શોર્ટ રેન્જ (NASM-SR)નું પ્રથમ સલ્વો લોન્ચ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. આ પરીક્ષણને ભારતની દરિયાઈ સુરક્ષા માટે મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. રાજનાથ સિંહે આપી અભિનંદન આ સિદ્ધિ બદલ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહએ DRDO, નૌસેના, વાયુસેના અને ઉદ્યોગ ક્ષેત્રના ભાગીદારોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે આ મિસાઇલના વિકાસથી સશસ્ત્ર દળોની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. નૌસેનાની મારક ક્ષમતામાં વધારો આ સફળ પરીક્ષણ ભારતની સૈન્ય…

બેંગલુરુમાં ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ: 16 આરોપીઓ ઝડપાયા, રૂ.36.67 કરોડનું નશીલું માલ જપ્ત

કર્ણાટકની રાજધાની અને આઈટી હબ બેંગલુરુમાં પોલીસએ મોટા ડ્રગ્સ નેટવર્કનો ભાંડો ફોડ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં હાથ ધરાયેલા સંયુક્ત ઓપરેશન દરમિયાન પોલીસે કુલ 16 શખસોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ પાસેથી અંદાજે રૂ.36.67 કરોડની કિંમતનું માદક પદાર્થ જપ્ત કરવામાં આવ્યું છે, જે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ તરફ સંકેત આપે છે. વિદેશી નાગરિકો સહિત આરોપીઓ ઝડપાયા આ ઓપરેશન સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચ (CCB) અને સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરાયું હતું. ધરપકડ કરાયેલા 16 આરોપીઓમાં 4 વિદેશી નાગરિકો, 8 અન્ય રાજ્યોના રહેવાસીઓ અને 4 સ્થાનિક લોકોનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ ગેંગ વિદેશ તેમજ અન્ય રાજ્યોમાંથી સસ્તા ભાવે ડ્રગ્સ મંગાવી બેંગલુરુમાં મોંઘા ભાવે વેચતી હતી. શું શું જપ્ત થયું? પોલીસે દરોડા દરમિયાન વિવિધ પ્રકારના નશીલા…

1 મેથી બદલાઇ જશે LPG ગેસના નિયમ! સિલિન્ડર બુક કરનારા જોઈ લેજો

આગામી 1 મે 2026થી LPG સિલિન્ડર બુકિંગ અને ડિલિવરીના નિયમોમાં અનેક મહત્વપૂર્ણ ફેરફારો અમલમાં આવી રહ્યા છે. વૈશ્વિક ઊર્જા મર્કેટમાં ઉથલપાથલ અને મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા તણાવના કારણે ગેસના પુરવઠામાં અછત થઈ રહી છે, જેના પરિણામે મોટા પાયે LPG સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. હવે, ભારતીય ઓઇલ, BPCL, અને HPCL જેવી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ LPG સિલિન્ડરની ડિલિવરી અને બુકિંગ પ્રક્રિયામાં ફેરફારો પર ચર્ચા કરી રહી છે. LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર જેમકે, 1 મેથી LPG સિલિન્ડરના ભાવોમાં ફેરફાર થવાની શક્યતા છે. ભારતીય તેલ કંપનીઓએ 14.2 કિલોગ્રામના LPG સિલિન્ડરની કિંમતમાં 60 રૂપિયાનો વધારો કર્યો છે, જ્યારે 19 કિલોગ્રામના સિલિન્ડરના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. એપ્રિલ 2026 માં મેટ્રો શહેરોમાં 19 કિલોગ્રામના LPG સિલિન્ડરની કિંમતમાં 196 રૂપિયા વધારીને…