ભારતીયોને ન્યુઝીલેન્ડથી મળી મોટી ભેટ : 5000 વર્ક વિઝા, 3 વર્ષ સુધીનો નોકરીનો અધિકાર

27 એપ્રિલે, ભારત અને ન્યૂઝીલેન્ડે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર હસ્તાક્ષર કર્યા છે, જે બંને દેશોની વચ્ચેના વેપાર, રોકાણ અને મોબીલીટી સંબંધોને મજબૂત બનાવશે. આ કરારથી ખાસ કરીને ભારતીય કામદારો અને વિદ્યાર્થીઓને અનેક નવનવી તકોએ લાભ થશે. ભારત-ન્યૂઝીલેન્ડ FTA ના મુખ્ય ફાયદા FTA હેઠળ, ન્યૂઝીલેન્ડ હવે ભારતીયોને “ટેમ્પરરી એમ્પ્લોયમેન્ટ એન્ટ્રી વિઝા” આપે છે, જેમાં દર વર્ષે 5,000 વર્ક વિઝા ઇશ્યુ કરવામાં આવશે, જે 3 વર્ષ માટે માન્ય રહેશે. આ વિઝા ભારતીય પ્રોફેશનલને ન્યૂઝીલેન્ડમાં કામ કરવા માટે મંજૂરી આપશે. IT, એન્જિનિયરિંગ, હેલ્થકેર, શિક્ષણ, અને બાંધકામ જેવા ક્ષેત્રોમાં નોકરી કરવાની તક ન્યુઝીલેન્ડમાં ઉપલબ્ધ થશે. વિશેષ વિઝા કાર્યક્રમ ફક્ત આ જ નહીં, ન્યુઝીલેન્ડ 1,000 વર્કિંગ હોલિડે વિઝા પણ પ્રદાન કરશે. આ વિઝા 12 મહિના માટે માન્ય હશે, જે…

પેટ્રોલ-ડીઝલ મોંઘુ થશે? અફવાઓ વચ્ચે સરકારનો સ્પષ્ટ જવાબ

વિશ્વભરમાં વધતા તણાવ અને Strait of Hormuz બંધ થવાના કારણે તેલ બજારમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધશે તેવી અટકળો વચ્ચે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે હાલ આવી કોઈ યોજના નથી. “ભાવ વધારાનો કોઈ પ્રસ્તાવ નથી” સરકારી સૂત્રો અને Ministry of Petroleum and Natural Gasના અધિકારીઓએ જણાવ્યું છે કે રાજ્ય ચૂંટણી બાદ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવાની કોઈ તૈયારી નથી. ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં મતદાન પૂર્ણ થયા બાદ ભાવ વધારાની ચર્ચાઓને નકારી કાઢવામાં આવી છે. અટકળો કેમ વધીને? પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે છેલ્લા બે મહિનામાં ક્રૂડ ઓઇલના ભાવમાં 50%થી વધુનો વધારો થયો છે. પરિણામે સરકારી ઇંધણ કંપનીઓ પર આર્થિક દબાણ વધ્યું છે અને અહેવાલો મુજબ રોજિંદું નુકસાન…

એરલાઈન્સ પર ATF સંકટ, FIAની ચેતવણી: સ્થિતિ નહીં સુધરે તો ફ્લાઈટ્સ બંધ થવાનો ખતરો

ભારતમાં એરલાઈન ઈન્ડસ્ટ્રી ફરી એક વખત ગંભીર આર્થિક દબાણ હેઠળ આવી ગઈ છે. જેટ ફ્યૂલ (ATF)ના વધતા ભાવ અને કિંમતોમાં અસ્થિરતાને કારણે દેશની એરલાઈન્સ કંપનીઓ મુશ્કેલીમાં મુકાઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને Federation of Indian Airlines (FIA)એ કેન્દ્ર સરકારને ચેતવણી સાથે પત્ર લખ્યો છે. ATFના ભાવમાં વધારો બન્યો મુખ્ય કારણ એરલાઈન ઈન્ડસ્ટ્રીના જણાવ્યા મુજબ જેટ ફ્યૂલના ભાવમાં સતત ઉથલ-પાથલ થઈ રહી છે, જેનો સીધો અસર ફ્લાઈટ ઓપરેશન પર પડી રહ્યો છે. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય રૂટ પર ATFના ભાવમાં પ્રતિ લિટર 73થી 75 રૂપિયાનો વધારો નોંધાયો છે, જેના કારણે અનેક રૂટ આર્થિક રીતે નુકસાનકારક બની રહ્યા છે. FIAએ સરકાર પાસે કરી તાત્કાલિક માંગ FIAએ Ministry of Civil Aviation ને પત્ર લખીને તાત્કાલિક સહાય માગી છે. સંગઠને ચેતવણી…

8મું પગાર પંચ: લઘુતમ પગાર ₹18,000થી ₹69,000 સુધી વધારાની શક્યતા, કર્મચારીઓમાં ખુશીનો માહોલ

પગાર વધે તે કોણે ન ગમે ? આમ તો પગારમાં યોગ્ય માપદંડ અને પગારમાં સમયસર વધારોએ કર્મચારીઓનાં હક કરતા પણ મોરલ-મોટીવેશન બુસ્ટર કહી શકાય. હાલનાં અત્યંત તણાવ પૂર્ણ સમયમાં એપ્રિસિએશન અને અપગ્રેશન અનેક રીતે જરૂરી છે. અને કદાચ આવા જ અનેક કારણો સહ સરકાર પણ કર્મચારીની સાઇડે ઉભી રહેતી હોવાનું પ્રતિત થાય છે. આવી જ પ્રતિતિ હાલમાં જ ખુશહાલી લાવી છે.  

“હું આ જવાબદારીથી પાછળ હટીશ નહીં.” – PM મોદી, બંગાળમાં કઈ જવાબદારીની વાત કરી!

બંગાળમાં PM મોદીની બંગાળ ચૂંટણી સંદર્ભે આ છેલ્લી ચૂંટણી રેલી હતી. તેમ છતાં, તેમણે કહ્યું કે રેલીઓમાં તેમણે જોયેલા જબરદસ્ત ઉત્સાહ અને જાહેર સમર્થનથી તેમને ખાતરી થઈ ગઈ કે નવી સરકારના શપથ ગ્રહણ સમારોહ જોવા માટે તેમને 4 મે પછી બંગાળ પાછા ફરવું પડશે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે, PM નરેન્દ્ર મોદીએ એક વિશાળ રેલી યોજી અને રેલી દરમિયાન, તેમણે તૃણમૂલ કોંગ્રેસ (TMC) પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, “બંગાળની સુરક્ષા અને વિકાસ હવે મારી જવાબદારી છે.” તો કેમ આવુ કહ્યું PM મોદીએ ?

ભારત માટે સારા સમાચાર: ભારત-ન્યૂઝીલેન્ડ FTA પર આવતીકાલે હસ્તાક્ષર

મધ્યપૂર્વમાં ચાલી રહેલા તણાવ અને અમેરિકા-ઈરાન વચ્ચેના વિવાદ વચ્ચે ભારત માટે એક સકારાત્મક આર્થિક સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચાઓ બાદ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર આવતીકાલે, 27 એપ્રિલે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે હસ્તાક્ષર થવાના છે. આ સમજૂતી દરમિયાન કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલ તથા ન્યૂઝીલેન્ડના વેપાર અને રોકાણ મંત્રી ટોડ મેક્લે હાજર રહેશે. બંને દેશોએ આ કરારને અંતિમ સ્વરૂપ ડિસેમ્બર 2025માં યોજાયેલી ચર્ચાઓ બાદ આપ્યું હતું. વેપારમાં મોટો વધારો થવાનો અંદાજ આ FTA હેઠળ બંને દેશો વચ્ચે વેપાર વધારીને બમણો કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આગામી પાંચ વર્ષમાં દ્વિપક્ષીય વેપાર 5 અબજ ડોલર સુધી પહોંચાડવાનો પણ ટાર્ગેટ છે. ભારતને શું ફાયદો થશે? – ભારતીય કંપનીઓ…

અમદાવાદ એરપોર્ટ પર મોટી કાર્યવાહી: 2 લાખની કિંમતની પેન સહિત 61 લક્ઝરી પેન જપ્ત

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. જાપાનથી આવેલા એક મુસાફર પાસેથી કુલ 61 મોંઘી ડિઝાઈનર ઇંક પેન જપ્ત કરવામાં આવી છે. શું થયું? મુસાફરે આ લક્ઝરી પેન કસ્ટમ્સને જાહેર કર્યા વિના અને ડ્યુટી ચૂકવ્યા વિના દેશમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો. પ્રાથમિક અંદાજ મુજબ આ પેનોની કુલ કિંમત લગભગ 30 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. કાયદેસર કાર્યવાહી કસ્ટમ્સ વિભાગે આ મામલે કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ કેસ નોંધ્યો છે અને મુસાફરની પૂછપરછ ચાલી રહી છે. વિભાગ હવે તપાસ કરી રહ્યો છે કે આ માત્ર વ્યક્તિગત ઉપયોગ માટે હતું કે કોઈ સ્મગલિંગ નેટવર્કનો ભાગ છે. કઈ કઈ પેન મળી? જપ્ત કરાયેલી પેનોમાં વિશ્વની કેટલીક લક્ઝરી…

સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય: આગોતરા જામીન કેસમાં કોર્ટની સીમા સ્પષ્ટ

સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન (anticipatory bail) સંબંધિત એક મહત્વપૂર્ણ કાનૂની સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે કોર્ટ પાસે અરજી ફગાવવાનો અધિકાર છે, પરંતુ અરજદારને આત્મસમર્પણ (સરન્ડર) કરવાનો આદેશ આપવાનો અધિકાર નથી. શું કહ્યું સુપ્રીમ કોર્ટે? જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની બેન્ચે જણાવ્યું કે કોર્ટ આગોતરા જામીન અરજી ફગાવી શકે છે. પરંતુ ફગાવતી વખતે આરોપીને ટ્રાયલ કોર્ટમાં સરન્ડર કરવા માટે કહેવું કાયદેસર રીતે યોગ્ય નથી. આવો આદેશ કોર્ટના અધિકારક્ષેત્ર બહાર ગણાય છે કેસ શું હતો? આ મામલો ઝારખંડ હાઈકોર્ટના એક આદેશ સાથે જોડાયેલો હતો, જેમાં જમીન વિવાદના કેસમાં આરોપીની આગોતરા જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી અને સાથે જ તેને ટ્રાયલ કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ પછી મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો…

Paytm Payments Bank પર RBIની મોટી કાર્યવાહી: લાયસન્સ રદ, હવે ગ્રાહકો પર શું અસર?

ભારતમાં ફિનટેક સેક્ટર માટે મોટો ઝટકો સામે આવ્યો છે. Reserve Bank of India (RBI)એ 24 એપ્રિલ 2026ના રોજ Paytm Payments Bank Limited (PPBL)નું બેંકિંગ લાયસન્સ તાત્કાલિક અસરથી રદ કરી દીધું છે. આ નિર્ણય બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949ની કલમ 22(4) હેઠળ લેવામાં આવ્યો છે. કેમ લેવાયો કડક નિર્ણય? Reserve Bank of India મુજબ, Paytm Payments Bank Limited સતત નિયમોનું ઉલ્લંઘન કરી રહી હતી અને તેની કામગીરી ગ્રાહકોના હિતમાં નહોતી. – નિયમોનું વારંવાર ઉલ્લંઘન – મેનેજમેન્ટ સામે ગંભીર સવાલો – લાયસન્સની શરતોનું પાલન કરવામાં નિષ્ફળતા – RBIએ સ્પષ્ટ કહ્યું કે વધુ સમય આપવો જાહેર હિતમાં નથી. હવે શું નહીં કરી શકે બેંક? લાયસન્સ રદ થતાં જ: – કોઈપણ પ્રકારની બેંકિંગ સેવા આપી શકશે નહીં – નવા કે જૂના…

જેવી છૂટાછેડાની કાર્યવાહી શરૂ કે તરત જ બધા બેરોજગાર થઈ જાય છે: સુપ્રીમની લાલ આંખ

સુપ્રીમ કોર્ટે પોતાનાં અવલોકનમાં લોક પ્રશ્નને વાંચા આપી હોય તેવુ સટીક તારણ આપ્યું છે. SCએ કર્યું કે જેવી છૂટાછેડાની કાર્યવાહી શરૂ થયા પછી દરેક વ્યક્તિ બેરોજગાર થઈ જાય છે. પત્ની કહેશે કે તેણે રાજીનામું આપ્યું છે, પતિ કહેશે કે તેણે નોકરી છોડી દીધી છે, અથવા પત્નીની ફરિયાદ પર તેને કાઢી મૂકવામાં આવ્યો છે વિગેરે વિગેરે.