નેપાળની નવી ઓનલાઈન કસ્ટમ્સ સિસ્ટમ બની માથાનો દુખાવો! ભારત-નેપાળ સરહદે વાહનોની લાંબી કતારો, દલાલોની ચાંદી
ભારતમાંથી નેપાળમાં પ્રવેશતા વાહનો માટે નેપાળ સરકારે તાજેતરમાં અમલમાં મૂકીેલી નવી ઓનલાઈન કસ્ટમ્સ સિસ્ટમ હવે વિવાદના કેન્દ્રમાં આવી છે. સરહદ પરની પ્રક્રિયા સરળ અને ઝડપી બનાવવા માટે શરૂ કરાયેલી આ ડિજિટલ વ્યવસ્થા વેપારીઓ, વાહનચાલકો અને પ્રવાસીઓ માટે મુશ્કેલીનું કારણ બની રહી હોવાનું સામે આવ્યું છે. નવી વ્યવસ્થા હેઠળ ભારતમાંથી નેપાળમાં પ્રવેશતા વાહનો માટે ટેમ્પરરી ઈમ્પોર્ટ ઓફ વ્હીકલ્સ (TIV) સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. આ પ્રક્રિયા મુજબ વાહન માલિકોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડે છે, વાહનની વિગતો દાખલ કરવી પડે છે અને કસ્ટમ્સ ટેક્સ પણ ઓનલાઈન જમા કરાવવો પડે છે. ત્યારબાદ મળતા QR કોડના આધારે સરહદ પાર કરવાની મંજૂરી આપવામાં આવે છે. સરહદ પર 3થી 4 કલાક સુધી રાહ જોવાની ફરજ નવી સિસ્ટમ અમલમાં આવ્યા બાદ નેપાળ-ભારત સરહદ…
ભારતનો નવો આકાશી યોદ્ધા તૈયાર: ‘દિવ્યાસ્ત્ર Mk-1’ ડ્રોનનું સફળ પરીક્ષણ, 500 કિમી દૂરના ટાર્ગેટને કરી શકશે નિશાન
ભારતે સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. સ્વદેશી ટેક્નોલોજીથી વિકસિત ‘દિવ્યાસ્ત્ર Mk-1’ ડ્રોનનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ અત્યાધુનિક ડ્રોન લાંબા સમય સુધી હવામાં રહીને ગુપ્ત માહિતી એકત્રિત કરવા, દેખરેખ રાખવા અને ચોક્કસ હુમલા કરવા સક્ષમ હોવાનું સાબિત થયું છે. ભારતીય સેનાના અધિકારીઓની હાજરીમાં રાજસ્થાનના જોધપુર ખાતે આ ડ્રોનનું સફળ શક્તિપ્રદર્શન કરવામાં આવ્યું હતું. પરીક્ષણ દરમિયાન મોબાઈલ લોન્ચરથી અનેક વખત ડ્રોન લોન્ચ કરવામાં આવ્યું અને દરેક વખત સફળતાપૂર્વક મિશન પૂર્ણ થયું. 5 કલાક સુધી સતત ઉડાન ભરવાની ક્ષમતા ‘દિવ્યાસ્ત્ર Mk-1’ની સૌથી મોટી વિશેષતા તેની લાંબા સમય સુધી હવામાં રહેવાની ક્ષમતા છે. આ ડ્રોન સતત પાંચ કલાક સુધી ઉડી શકે છે અને આશરે 500 કિલોમીટર દૂર આવેલા લક્ષ્યો પર નજર રાખી શકે…
ગાંધીનગર જિલ્લામાં ‘ડિજિટલ વસ્તી ગણતરી-2027’નો ઐતિહાસિક પ્રારંભ: મેયર મીરા પટેલની વિગતો નોંધીને શરૂ કરાયું સંપૂર્ણ પેપરલેસ અભિયાન
ગાંધીનગર: ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ટેકનોલોજીના ઉપયોગ સાથે એક નવા યુગની શરૂઆત થઈ ચૂકી છે. ગાંધીનગર જિલ્લામાં સત્તાવાર રીતે ‘ડિજિટલ વસ્તી ગણતરી-2027’નો ધમાકેદાર પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. આ મહાઅભિયાનને ‘જનગણનાથી જન કલ્યાણ’ના રાષ્ટ્રીય મંત્ર સાથે લોન્ચ કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ડિજિટલ ડેટાના માધ્યમથી સરકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી સચોટ રીતે પહોંચાડવાનો છે. આ અભિયાનની ખાસિયત એ છે કે ઇતિહાસમાં પહેલીવાર આ વસ્તી ગણતરી પરંપરાગત ચોપડાઓ કે કાગળો પર નહીં, પરંતુ સંપૂર્ણપણે ડિજિટલ પ્લેટફોર્મ પર ઓનલાઇન અને પેપરલેસ પદ્ધતિથી કરવામાં આવી રહી છે. મેયર મીરા પટેલની વિગતો સાથે પ્રક્રિયાનો શુભારંભ ગાંધીનગર શહેર અને જિલ્લાના પ્રથમ નાગરિક એવા મેયર મીરા પટેલની હાજરીમાં આ ડિજિટલ વસ્તી ગણતરીની શરૂઆત કરવામાં આવી હતી. ગણતરી માટે નિયુક્ત કરાયેલી ટીમ દ્વારા…
ઉત્તર પ્રદેશ : પરીક્ષા કેન્દ્ર બહાર નાળાનો સ્લેબ ધસી પડતાં અનેક વિદ્યાર્થીઓ નાળામાં ખાબક્યા, 4 ઘાયલ
ઉત્તર પ્રદેશના કાનપુરમાં રવિવારે યુપી B.Ed સંયુક્ત પ્રવેશ પરીક્ષા દરમિયાન એક અચાનક દુર્ઘટના સર્જાઈ હતી. મકરાબર્ટગંજ વિસ્તારમાં આવેલા પ્રોફેસર એચ.એન. મિશ્રા પીજી કોલેજ પરીક્ષા કેન્દ્રની બહાર નાળાની ઉપર મૂકાયેલો કોન્ક્રીટનો સ્લેબ અચાનક ધસી પડતાં અનેક પરીક્ષાર્થીઓ નાળામાં ખાબક્યા હતા. ઘટનાના પગલે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, પ્રથમ પાળીની પરીક્ષા શરૂ થાય તે પહેલાં કેટલાક ઉમેદવારો નજીકની દુકાન પર દસ્તાવેજોની ફોટોકોપી કરાવવા માટે પહોંચ્યા હતા. તે દરમિયાન દુકાનની સામે આવેલા નાળાના સ્લેબ પર એકસાથે વધુ લોકો ઉભા રહેતાં સ્લેબ ભારે વજન સહન ન કરી શક્યો અને અચાનક તૂટી પડ્યો હતો. પરિણામે અનેક વિદ્યાર્થીઓ સીધા નાળામાં પડી ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તરત જ બચાવ માટે દોડી આવ્યા હતા. સ્થાનિકોની મદદથી તમામ…
વિશ્વ દૂધ દિવસ વિશેષ: દૂધ ઉત્પાદનમાં ભારત વિશ્વમાં નંબર-1, ગુજરાતનો મહત્વનો ફાળો છતાં ટોપ-3માં સ્થાન નહીં
દર વર્ષે 1 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ દૂધ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ દૂધના પોષણમૂલ્ય વિશે જાગૃતિ ફેલાવવાનો તેમજ ડેરી ઉદ્યોગના મહત્વને ઉજાગર કરવાનો છે. આજે દૂધ માત્ર પૌષ્ટિક આહાર પૂરતું મર્યાદિત નથી, પરંતુ દેશના કરોડો પશુપાલકો અને ખેડૂતોની આજીવિકાનો મુખ્ય આધાર બની ગયું છે. દૂધ ઉત્પાદનમાં ભારતનો વૈશ્વિક દબદબો ભારત વર્ષ 1998થી સતત દૂધ ઉત્પાદન ક્ષેત્રે વિશ્વમાં પ્રથમ સ્થાન જાળવી રાખી રહ્યું છે. હાલ દેશમાં વાર્ષિક અંદાજે 247 મિલિયન ટન દૂધનું ઉત્પાદન થાય છે, જે વિશ્વના કુલ દૂધ ઉત્પાદનમાં લગભગ 25 ટકા હિસ્સો ધરાવે છે. છેલ્લા એક દાયકામાં દેશના દૂધ ઉત્પાદનમાં 69 ટકા જેટલો નોંધપાત્ર વધારો થયો છે. હાલમાં દૂધ ઉત્પાદન દર વર્ષે સરેરાશ 5.5 ટકા વૃદ્ધિ સાથે આગળ વધી…
મમતા બેનર્જી માટે વધી મુશ્કેલી? મહત્વપૂર્ણ બેઠકમાં 60 ધારાસભ્યો ગેરહાજર રહેતાં રાજકીય ચર્ચાઓ તેજ
પશ્ચિમ બંગાળના રાજકારણમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ને લઈને નવી ચર્ચાઓ શરૂ થઈ છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીના નિવાસસ્થાને યોજાનારી મહત્વપૂર્ણ બેઠકમાં મોટી સંખ્યામાં ધારાસભ્યો ગેરહાજર રહેતાં પક્ષની અંદર અસંતોષ અને આંતરિક મતભેદોની અટકળોએ જોર પકડ્યું છે. મળતી માહિતી અનુસાર, પક્ષના ધારાસભ્ય દળની બેઠક માટે કુલ 80 ધારાસભ્યોને આમંત્રિત કરવામાં આવ્યા હતા, પરંતુ આશરે 60 જેટલા ધારાસભ્યો બેઠકમાં હાજર રહ્યા નહોતા. લાંબી રાહ જોયા બાદ પણ જરૂરી સંખ્યા ન પહોંચતા બેઠક રદ્દ કરવાની નોબત આવી હોવાનું કહેવાય છે. કેટલાક અહેવાલોમાં ગેરહાજર રહેલા ધારાસભ્યો સાથે સંપર્ક કરવામાં મુશ્કેલી પડી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. ધારાસભ્યોની ગેરહાજરીને લઈને રાજકીય વર્તુળોમાં વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે. જોકે, તૃણમૂલ કોંગ્રેસે આ દાવાઓને ફગાવતા જણાવ્યું છે કે પક્ષના ઘણા ધારાસભ્યો પોતાના વિસ્તારોમાં વ્યસ્ત…
CBSE 12th Re-evaluation 2026: 1 જૂનથી ખુલશે રી-વેલ્યુએશન પોર્ટલ, જાણો અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા
ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા ધોરણ 12ની ઉત્તરવહીઓના રી-વેલ્યુએશન અને વેરિફિકેશન માટેનું નવું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડના જણાવ્યા અનુસાર, રી-વેલ્યુએશન માટેનું ઓનલાઇન પોર્ટલ હવે 1 જૂન 2026થી શરૂ કરવામાં આવશે. અગાઉ આ પ્રક્રિયા 29 મે, 2026થી શરૂ થવાની હતી, પરંતુ વધુ પારદર્શક અને ભૂલમુક્ત પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે CBSE દ્વારા તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 1 જૂનથી શરૂ થશે અરજી પ્રક્રિયા CBSEના જણાવ્યા અનુસાર, જે વિદ્યાર્થીઓ પોતાના પરિણામ અંગે સંતોષ ન ધરાવતા હોય અને માર્ક્સ વેરિફિકેશન અથવા રી-વેલ્યુએશન કરાવવા માંગતા હોય તેઓ 1 જૂનથી ઓનલાઈન અરજી કરી શકશે. બોર્ડે જણાવ્યું છે કે આ પ્રક્રિયા મૂલ્યાંકનના ઉચ્ચ ધોરણો જાળવી રાખવા અને વિદ્યાર્થીઓને ન્યાયપૂર્ણ તક…
મિડલ ઈસ્ટની કટોકટી અને વધતા ખર્ચે ઇન્ડિગોને મોટો ઝટકો, માત્ર 3 મહિનામાં ₹2,536 કરોડનું નુકસાન
દેશની સૌથી મોટી એરલાઇન કંપની IndiGoની પેરન્ટ કંપની InterGlobe Aviationને માર્ચ 2026ના રોજ પૂર્ણ થયેલા ચોથા ત્રિમાસિક ગાળામાં મોટું નાણાકીય નુકસાન વેઠવું પડ્યું છે. કંપનીએ 29 મેના રોજ જાહેર કરેલા નાણાકીય પરિણામોમાં ₹2,536 કરોડની ચોખ્ખી ખોટ નોંધાવી છે. નોંધનીય છે કે ગયા વર્ષે આ જ ગાળામાં કંપનીએ ₹3,068 કરોડનો નફો કમાયો હતો. નબળા પરિણામોની અસર શેરબજારમાં પણ જોવા મળી હતી. પરિણામો જાહેર થયા બાદ ઇન્ડિગોના શેરમાં લગભગ 3 ટકાનો ઘટાડો નોંધાયો અને શેર ₹4,420 પર બંધ રહ્યો. નુકસાન પાછળના મુખ્ય કારણો કંપનીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે અનેક પરિબળોના કારણે આ નુકસાન થયું છે. તેમાં મુખ્યત્વે ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં કેપેસિટી મર્યાદા, અમેરિકી ડોલર સામે રૂપિયાનું અવમૂલ્યન, એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)ના સતત વધતા ભાવ અને ઓપરેશનલ ખર્ચમાં થયેલો…
અમદાવાદ-મુંબઈના મુસાફરોને મોટી રાહત, પશ્ચિમ રેલવે દોડાવશે 2 સ્પેશિયલ ટ્રેન; જાણો સમયપત્રક અને સ્ટોપેજ
પંકજ મકવાણા – અમદાવાદ: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની વધતી સંખ્યા અને મુસાફરી સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને મુંબઈ વચ્ચે બે જોડી વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ ભાડા સાથે દોડાવાતી આ સ્પેશિયલ ટ્રેનો મુસાફરો માટે વધુ આરામદાયક અને ઝડપી મુસાફરીનો વિકલ્પ પૂરું પાડશે. મુંબઈ સેન્ટ્રલ–અમદાવાદ AC સુપરફાસ્ટ સ્પેશિયલ પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેન નંબર 09021/09022 Mumbai Central–Ahmedabad AC Superfast Special દોડાવવામાં આવશે. ટ્રેન સમયપત્રક ટ્રેન નંબર 09021 (મુંબઈ સેન્ટ્રલ–અમદાવાદ) આ ટ્રેન 31 મે 2026, રવિવારે સવારે 06:20 વાગ્યે મુંબઈ સેન્ટ્રલથી રવાના થશે અને બપોરે 12:40 વાગ્યે અમદાવાદ પહોંચશે. ટ્રેન નંબર 09022 (અમદાવાદ–મુંબઈ સેન્ટ્રલ) આ ટ્રેન 31 મે 2026, રવિવારે બપોરે 03:10 વાગ્યે અમદાવાદથી ઉપડશે અને રાત્રે 09:45 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. સ્ટોપેજ અને રૂટ આ…
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, સોનું ₹1,800 અને ચાંદી ₹4,500 થી વધુ તૂટી
વૈશ્વિક બજારના નબળા સંકેતો અને સ્થાનિક કોમોડિટી માર્કેટમાં ભારે વેચવાલીના કારણે સોના અને ચાંદીના ભાવમાં આજે મોટો ઘટાડો નોંધાયો છે. છેલ્લા કેટલાક સમયથી સતત નવી ઊંચાઈ સર કરી રહેલી કિંમતી ધાતુઓમાં આજે રોકાણકારોને મોટો ઝટકો લાગ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) ના તાજા આંકડા મુજબ સોનું અને ચાંદી બંનેના વાયદા ભાવ ભારે ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. સોનાના ભાવમાં ₹1,800 થી વધુનો ઘટાડો આગામી 5 જૂન 2026ની મેચ્યોરિટી ધરાવતા સોનાના વાયદા કોન્ટ્રાક્ટમાં આજે ભારે નબળાઈ જોવા મળી છે. બજારમાં પ્રોફિટ બુકિંગ વધતા સોનાનો ભાવ ₹1,842 ઘટીને ₹1,53,785 પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગયો છે. ટકાવારીની દ્રષ્ટિએ સોનાના ભાવમાં આજે 1.18 ટકાનો ઘટાડો નોંધાયો છે. ચાંદીના ભાવમાં જંગી ઘટાડો સોનાની સરખામણીએ ચાંદીના ભાવમાં આજે વધુ મોટો…















