પીએમ મોદીબે દિવસના મલેશિયા દૌરાએ,દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસીય મલેશિયા પ્રવાસે છે. પ્રવાસના પ્રથમ દિવસે તેમણે ભારતીય સમુદાયને સંબોધિત કરતાં ‘IMPACT’ વિઝન રજૂ કર્યું અને UPI લોન્ચ કરવાની જાહેરાત કરી. પ્રવાસના બીજા દિવસે પ્રધાનમંત્રી મોદીએ મલેશિયાના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય વાર્તા કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસીય સત્તાવાર પ્રવાસે મલેશિયા પહોંચ્યા છે. ઓગસ્ટ 2024 માં ભારત–મલેશિયા સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીનો દરજ્જો મળ્યા બાદ આ તેમનો પ્રથમ પ્રવાસ છે, જેને દ્વિપક્ષીય સંબંધોને નવી ગતિ આપવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે. કુઆલાલંપુર પહોંચતાં જ મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમે એરપોર્ટ પર જાતે તેમનું સ્વાગત કર્યું. પ્રધાનમંત્રી મોદીએ અહીં ભારતીય નાગરિકો સાથે પણ મુલાકાત કરી. “કોઈ બેવડા માપદંડ નહીં, કોઈ સમાધાન નહીં”-પો મોદી મલેશિયાના પ્રધાનમંત્રી ઇબ્રાહિમ સાથેની પ્રેસ કોન્ફરન્સમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, “અમે પ્રાદેશિક…

BCCI એ વાર્ષિક પ્લેયર સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની કરી જાહેરાત,વિરાટ કોહલી અને રોહિત શર્મા A+ કેટેગરીમાં યથાવત્

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ વર્ષ 2024–25 માટેની વાર્ષિક પ્લેયર સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ યાદી જાહેર કરી છે. આ યાદીમાં કુલ 30 ભારતીય ખેલાડીઓને ચાર અલગ-અલગ કેટેગરીમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ કોન્ટ્રાક્ટ યાદીથી સ્પષ્ટ થાય છે કે BCCI હવે માત્ર પ્રદર્શન જ નહીં, પરંતુ શિસ્ત અને ઘરેલું ક્રિકેટને પણ સમાન મહત્વ આપી રહ્યું છે. A+ કેટેગરીમાં સિનિયર ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્માને યથાવત્ રાખવામાં આવ્યા છે. તેમની સાથે જ ભારતીય ટીમના મુખ્ય ઝડપી બોલર જસપ્રીત બુમરાહ અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ A+ ગ્રેડમાં પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યા છે. આ ચારેય ખેલાડીઓ ભારતીય ક્રિકેટની રીડ તરીકે ગણાય છે અને તેમનું સ્થાન બોર્ડના વિશ્વાસને દર્શાવે છે. આ યાદીમાં સૌથી મોટો અને ચર્ચાસ્પદ ફેરફાર ઈશાન કિશન અને…

ડિસ્ટર્બિંગ ટીઝર અને ટોક્સિક’સિનેમેટિક ભાષાનો વધતો ટ્રેન્ડ,સિનેમાનો નવો ચહેરો?

“ટોક્સિક ટીઝર” સાઉથ સુપર સ્ટાર યશના ચાહકોની આતુરતાનો આખરે અંત આવ્યો છે. જ્યારથી રોકિંગ સ્ટાર યશે તેની KGFફિલ્મમાં પોતાના અભિનયથી લોકોનું મનજીતી લીધુ છે. ત્યારથી દર્શકોને તેની આગામી ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. તાજેતરમાં જ તેની આગામી ફિલ્મ‘ટોક્સિક’નું ટીઝર રિલીઝ થયું છે. ત્યારે અભિનેતા યશના જન્મદિવસે તેના “ટોક્સિક” ના ટીઝરમાં તેનો ધમાકેદાર ફર્સ્ટ લુક જાહેર કરવામાં આવ્યો છે.વहीं બીજી તરફ ફિલ્મનો ટીઝર હવે ગંભીર વિવાદોમાં ફસાતો નજરે પડી રહ્યો છે. હાલમાં ફિલ્મના ટીજર સામે એક કાનૂની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદમાં ટીજર પર અશ્લીલતા ફેલાવવાનો, સામાજિક મૂલ્યોને ઠેસ પહોંચાડવાનો અને નાબાલિગો પર ખોટી અસર થવાની શક્યતા જેવા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. ફરિયાદ બાદ ફિલ્મ અને તેના નિર્માતાઓ માટે મુશ્કેલીઓ વધતી હોવાનું દેખાઈ રહ્યું…

ફિલ્મ ઘૂસખોર પંડિત વિવાદમાં,મનોજ બાજપેયીનું પ્રતિભાવ-જનભાવનાનું સન્માન જરૂરી

મનોજ બાજપેયીની આગામી ફિલ્મ ‘ઘૂસખોર પંડિત’ને લઈને સોશિયલ મીડિયા અને કેટલાક સંગઠનોમાં વિવાદ વધુ ઘેરો બન્યો છે. ફિલ્મના શીર્ષક અને કથાવસ્તુને કારણે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચ્યાના આક્ષેપો થઈ રહ્યા છે. વધતા વિવાદ વચ્ચે અભિનેતા મનોજ બાજપેયીએ આ મુદ્દે પહેલીવાર પોતાની પ્રતિક્રિયા આપી છે. મનોજ બાજપેયીએ કહ્યું, “હું લોકોની લાગણીઓને સમજી શકું છું. કોઈની આસ્થા કે વિશ્વાસને ઠેસ પહોંચાડવાનો અમારો કોઈ ઉદ્દેશ ક્યારેય રહ્યો નથી. આ ફિલ્મ કોઈ ધર્મ કે સમુદાય વિરુદ્ધ નથી, પરંતુ સમાજમાં વ્યાપેલી એક બુરાઈ પર આધારિત કહાણી છે.” તેમણે વધુમાં જણાવ્યું કે કળાનો હેતુ સમાજની હકીકતો સામે લાવવાનો હોય છે, કોઈને નિશાન બનાવવાનો નહીં.અભિનેતાએ આગળ કહ્યું કે જો કોઈને ફિલ્મ સામે વાંધો હોય તો સંવાદ અને સમજદારીથી તેનો ઉકેલ લાવવામાં આવવો જોઈએ. બીજી…

પરીક્ષા પે ચર્ચા: વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ પર પીએમ મોદીના ખાસ મંત્ર

‘પરીક્ષા પે ચર્ચા’  કાર્યક્રમ દરમિયાન પ્રધાનમન્ત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ, માતા-પિતા અને શિક્ષકો સાથે દિલથી વાત કરી. પરીક્ષા સમયે આવતો તણાવ, વાંચેલું યાદ ન રહેવું, મોબાઈલ-ગેમિંગ અને ઈન્ટરનેટની વધતી લત જેવા મુદ્દાઓ પર તેમણે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું. પીએમ મોદીએ કહ્યું કે પરીક્ષાને જીવનનો અંત ન માનવો જોઈએ. પરીક્ષા એ જીવનનો એક પડાવ છે, દબાણ નહીં પરંતુ તક તરીકે જોવી જોઈએ. તેમણે વિદ્યાર્થીઓને સલાહ આપી કે વાંચતી વખતે મન એકાગ્ર રાખો, સમજ સાથે અભ્યાસ કરો—માત્ર રટણ પર ભાર ન આપો.ગેમિંગ અને ઈન્ટરનેટ અંગે તેમણે જણાવ્યું કે ટેક્નોલોજી ખરાબ નથી, પરંતુ તેનો અતિઉપયોગ નુકસાનકારક બની શકે છે. સમયનું આયોજન કરો, પોતાને જાતે શિસ્તમાં રાખો અને ડિજિટલ ડિટોક્સ અપનાવો.તણાવ દૂર કરવા માટે પીએમ મોદીએ યોગ, ધ્યાન, નિયમિત ઊંઘ અને સકારાત્મક…

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી

ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રીશ્રી અજિત પવારના આકસ્મિક અવસાન પર ઊંડો શોક વ્યક્ત કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. દિવંગત નેતાના અવસાનના સમાચારથી સમગ્ર રાજકીય જગતમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે, ત્યારે રાજ્યપાલએ આ દુઃખદ ઘટનાને રાજ્ય અને દેશ માટે અપાર નુકસાન ગણાવી છે. તા. 28 જાન્યુઆરીના રોજ મુંબઈ સ્થિત લોકભવન ખાતે આયોજિત શોકસભામાં માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બે મિનિટનું મૌન પાળી દિવંગત અજિત પવારને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ શોકસભા દરમિયાન લોકભવનના અધિકારીઓ, કર્મચારીઓ અને અન્ય ઉપસ્થિતોએ પણ મૌન પાળી દિવંગત આત્માને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. સમગ્ર લોકભવન શોકમય વાતાવરણમાં ગરકાવ થઈ ગયું હતું.   રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પોતાના શોકસંદેશમાં જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારના વિમાન દુર્ઘટનામાં થયેલા…

અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે ‘વિકાસદીપ’ યોજનાથી બંદીવાનોના સંતાનોને પ્રોત્સાહન

એક બંદીવાનનો પુત્ર લોકરક્ષક અને બીજા બંદીવાનનો પુત્ર જુનિયર ક્લાર્ક તરીકે ઉત્તીર્ણ થયો: બંને તેજસ્વી યુવાનોને રૂા. ૧૫,૦૦૧/- નું રોકડ પુરસ્કાર, મોમેન્ટો તેમજ પ્રશંસાપત્રથી સન્માનિત કરાયા રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવના હસ્તે અપાયા રોકડ પુરસ્કાર. જેલ એ માત્ર સજાનું કેન્દ્ર નથી પણ સુધારણાની પાઠશાળા, બંદીવાનોના બાળકો શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આગળ વધી ઉજ્જવળ ભવિષ્ય બનાવે તે માટે જેલ વિભાગ સતત પ્રયત્નશીલ છે: રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવ જેલના ચાર દીવાલો પાછળ સજા કાપી રહેલા બંદીવાનોના સંતાનો સમાજમાં ગૌરવભેર આગળ વધે અને સરકારી સેવાઓમાં જોડાય તેવા ઉમદા આશય સાથે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં અમલી કરાયેલી ‘વિકાસદીપ’ યોજના અંતર્ગત અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે એક વિશેષ સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના પોલીસ વડા…

‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ ની ઉજવણી અન્વયે નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સ્થળ મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સમીક્ષા કરી

વડાપ્રધાનશ્રીની સોમનાથ મુલાકાતને પગલે મંદિર પરિસર, સુરક્ષા બંદોબસ્ત અને ટ્રાફિક વ્યવસ્થાનું નિરીક્ષણ કરતા નાયબ મુખ્યમંત્રી:  સોમનાથ તા.૧૦ જાન્યુઆરી, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં સોમનાથ ખાતે આયોજિત થનારા ‘સ્વાભિમાન પર્વ‘ના સુચારુ આયોજન અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ બનાવવાના હેતુથી રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આજે સોમનાથ મહાદેવ મંદિર પરિસર તથા આસપાસના વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ પવિત્ર અવસરે સુરક્ષા વ્યવસ્થામાં કોઈ કચાશ ન રહે તે માટે તેમણે ઉચ્ચ અધિકારીઓ સાથે ગ્રાઉન્ડ લેવલ પર સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સ્થળ મુલાકાત દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ મંદિર પરિસરના મુખ્ય પ્રવેશદ્વાર, આસપાસના મુખ્ય અને વૈકલ્પિક માર્ગો તેમજ યાત્રાળુઓની આવન-જાવન માટેની વ્યવસ્થાનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. તેમણે સુરક્ષા બંદોબસ્ત, ટ્રાફિક સંચાલન અને પાર્કિંગ વ્યવસ્થા અંગે વિગતવાર માહિતી…

સોમનાથ સ્વાભિમાન પર્વ: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરી

જૂનાગઢ, તા. ૧૦ — ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું આજે જૂનાગઢ જિલ્લાના કેશોદ એરપોર્ટ ખાતે જિલ્લા પ્રશાસન તથા ભાજપના આગેવાનો દ્વારા ઉમળકાભેર અને ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. બંને મહાનુભાવો સોમનાથ ખાતે આયોજિત ‘સ્વાભિમાન પર્વ’માં સહભાગી થવા પધાર્યા હતા. કેશોદ એરપોર્ટ પર મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનું જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય દેવાભાઈ માલમ, ભગવાનજીભાઈ કરગટીયા, જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા, આસિસ્ટન્ટ કલેક્ટર વંદના મીણા સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઉષ્માભેર આવકાર કર્યો હતો. આ ઉપરાંત કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા તથા અન્ય સ્થાનિક આગેવાનો અને મહાનુભાવોની ઉપસ્થિતિ પણ નોંધપાત્ર રહી હતી. સોમનાથ ખાતે યોજાનાર…

પ્રથમવાર રવિવારે રજૂ થશે દેશનું બજેટ, રાજકીય અને આર્થિક વર્ગોમાં ઉત્સુકતા

દેશના આર્થિક ભવિષ્ય માટે અત્યંત મહત્વનું માનવામાં આવતું વાર્ષિક કેન્દ્રિય બજેટ આ વખતે એક અનોખા દિવસે રજૂ થવાનું છે. મળતી માહિતી મુજબ, 1 ફેબ્રુઆરીના રોજ રવિવારે કેન્દ્ર સરકાર દેશનું બજેટ રજૂ કરશે, જે પ્રથમવાર રવિવારે બજેટ રજૂ થવાનું બનાવ બનશે. આ કારણે રાજકીય અને આર્થિક વર્ગોમાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકારનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી શરૂ થશે, જે લાંબા ગાળાનો રહેશે અને 2 એપ્રિલ સુધી ચાલશે. આ દરમિયાન સરકાર વિવિધ આર્થિક નીતિઓ, વિકાસલક્ષી યોજનાઓ તેમજ નાણાકીય સુધારાઓ પર વિસ્તૃત ચર્ચા કરશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. બજેટ રજૂઆતને લઈને વેપારી વર્ગ, ઉદ્યોગજગત અને સામાન્ય નાગરિકોમાં ખાસ ઉત્સુકતા જોવા મળી રહી છે. ખાસ કરીને કર માળખામાં રાહત, મોંઘવારી પર કાબૂ, રોજગાર સર્જન…