રાજકોટમાં ઇતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલિશન, 806થી વધુ મકાનો ધરાશાયી
રાજકોટ શહેરમાં તંત્ર દ્વારા હાથ ધરાયેલા મેગા ડિમોલિશન ઓપરેશનને શહેરના ઇતિહાસની સૌથી મોટી કાર્યવાહી તરીકે જોવામાં આવી રહી છે. જંગલેશ્વર વિસ્તાર અને આજી નદીના પટમાં આવેલ રહેણાંક અને અન્ય બાંધકામો સામે સવારથી જ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર અને તંત્રની ટીમો દ્વારા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ. સત્તાવાર માહિતી મુજબ બપોરે 12 વાગ્યા સુધીમાં કુલ 806 મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી પોલીસ કમિશનરના સીધા સુપરવિઝન હેઠળ ચાલી રહી હતી. સમગ્ર વિસ્તારમાં 1000થી વધુ પોલીસ જવાનો, SRPની ટીમો તેમજ મહિલા પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે. ડિમોલિશન પહેલા તંત્ર દ્વારા નોટિસ આપવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હોવાનું અધિકારીઓનું કહેવું…
દીકરીઓની સુરક્ષા માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: લગ્ન નોંધણી નિયમોમાં ફેરફાર
ગુજરાત વિધાનસભાના ગૃહમાં આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નિયમ 44 હેઠળ એક અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ બાબત પર નિવેદન આપ્યું હતું. રાજ્યમાં દીકરીઓની સુરક્ષા અને સામાજિક માળખાને જાળવી રાખવા માટે સરકાર ‘ગુજરાત મેરેજ રજિસ્ટ્રેશન એક્ટ 2006’ના નિયમોમાં રહેલી લગ્ન નોંધણી પ્રક્રિયામાં ધરખમ સુધારા કરવા જઈ રહી છે. આ સુધારા અંતર્ગત હવે લગ્ન નોંધણી પ્રક્રિયામાં માતા-પિતાને સામેલ કરવામાં આવ્યા છે. લગ્ન નોંધણીમાં ‘છળકપટ’ રોકવા લાવવામાં આવેલા આ સુધારાઓ અંગે નાયબ મુખ્યમંત્રી એ ગૃહમાં વેદના સાથે જણાવ્યું હતું કે, રાજ્યમાં લગ્ન નોંધણી પ્રક્રિયામાં કેટલીક છટકબારીને કારણે ગેરઉપયોગ થઈ રહ્યો છે. અસામાજિક તત્વો પોતાની સાચી ઓળખ છુપાવી, લાલચ આપી કે છળકપટથી રાજ્યની દીકરીઓને પ્રેમની જાળમાં ફસાવે છે. પંચમહાલ જિલ્લામાં અનેક બોગસ લગ્નો નોંધાયા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી.…
ગુજરાત અંદાજપત્ર 2026-27’ માટે આકર્ષક બજેટ પોથી તૈયાર, જાણો શું છે ખાસ
નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ ‘ગુજરાત અંદાજપત્ર :2026-27 માટે આદિવાસીઓના દેવી ‘કંસરી દેવી’ના ચિત્ર સાથે વારલી ચિત્રકલા વાળી આકર્ષક બજેટ પોથી પસંદ કરી છે. કંસરી દેવી- આદિવાસીઓના દેવી છે જ્યારે પણ કોઈના ઘરમાં લગ્ન થાય, ખેતરમાંથી નવું ધાન નીકળે, કે કોઈપણ શુભ પ્રસંગ હોય ત્યારે કંસરી દેવીની સ્થાપના કરવામાં આવે છે, પૂજા કરવામાં આવે છે. કંસરી દેવીને માતા અન્નપૂર્ણા પણ કહી શકાય કે જેમની સ્થાપના, પૂજા કરવાથી ધન ધાન્યના ભંડાર ભરેલા રહે છે અને તમામ પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે, આમ કંસરી દેવી prosparity- સમૃદ્ધિના દેવી માનવામાં આવે છે. એમની કૃપાથી સુખ સમૃદ્ધિ મળે છે. આમ કંસરી દેવી આદિવાસીઓ માટે પાયાના દેવી ગણાય છે. વારલી આદિજાતિના લોકો દક્ષિણ ગુજરાતના વલસાડ અને પાસેના મહારાષ્ટ્રના થાણા જિલ્લામાં રહે છે.…
વડનગર: અનુભવાત્મક જ્ઞાન કેન્દ્ર, ગૌ સંરક્ષણ અને સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે વિકાસનું આદર્શ મોડલ
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના વિઝનને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર, રાજ્યમાં ઐતિહાસિક વારસાના સંરક્ષણ સાથે માળખાગત વિકાસનું સંતુલિત મૉડલ ઊભું કરી રહી છે. તેનું ઉત્તમ ઉદાહરણ છે ઐતિહાસિક શહેર વડનગર. લગભગ 2,500 વર્ષ જૂની સંસ્કૃતિ ધરાવતું વડનગર પુરાતત્વ, સંસ્કૃતિ અને ઇતિહાસનું જીવંત દ્રષ્ટાંત બન્યું છે. પુરાતત્વ અનુભવાત્મક સંગ્રહાલયનું નિર્માણ હોય કે નિર્માણાધીન દેશની પ્રથમ ભવ્ય વૃંદાવન ગૌ-શાળા, કે પછી ઐતિહાસિક સ્થળોનું પુનઃસ્થાપન કાર્ય, ગુજરાત સરકારના સતત પ્રયાસોના કારણે વડનગર આજે એક ટકાઉ શહેરી મૉડલ તરીકે વિકસી રહ્યું છે. આર્કિયોલોજિકલ એક્સ્પિરેન્શિયલ મ્યુઝિયમ, પ્રેરણા સંકુલ અને આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વડનગરના 2500 વર્ષ જૂના ગૌરવશાળી ઇતિહાસને સંરક્ષિત કરવા માટે આર્કિયોલોજિકલ એક્સ્પિરેન્શિયલ મ્યુઝિયમનું ગત વર્ષે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ₹300 કરોડના ખર્ચે બનેલ આ સંગ્રહાલય ભારતનું…
ગંગા સ્વરૂપા આર્થિક સહાય’યોજનાના લાભાર્થીઓને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા ઘરબેઠાં સહાય મળશે
રાજ્ય સરકાર દ્વારા વિધવા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા હેતુ અમલી ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’ હેઠળ હવે સહાયની રકમ સીધી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) ના ખાતામાં જમા કરવામાં આવશે. આ નવી વ્યવસ્થાથી લાભાર્થીઓને આધાર આધારિત ડી.બી.ટી (DBT) દ્વારા નાણાં સીધા ખાતામાં જમા થશે. પોસ્ટમેન દ્વારા ઘરબેઠાં જ આ રોકડ ઉપાડવાની સુવિધા પણ પ્રાપ્ત થશે. આ સુવિધાથી ગંગા સ્વરૂપા બહેનોને આર્થિક વ્યવહારોમાં વધુ સરળતા અને સુરક્ષા પ્રાપ્ત થશે. પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે વધુ વિગતો આપતા કહ્યું કે, ઉત્તર ગુજરાતમાં આશરે 1.47 લાખથી વધુ લાભાર્થીઓ હાલ પોસ્ટ ઓફિસના ખાતાઓ દ્વારા આર્થિક સહાય મેળવી રહ્યા છે. આ તમામ લાભાર્થીઓને આધુનિક બેંકિંગ સુવિધા સાથે જોડવા માટે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લાઓમાં તા. 14 થી…
ગુજરાતના MSME સેક્ટરની સ્કીલ અને એક્સપર્ટીઝનો સહયયોગ ઝિમ્બાબ્વેના સ્મોલ એન્ડ મિડીયમ એન્ટરપ્રાઈઝ SME સેક્ટરને મળશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ભારત નેપાળ અને લંકા તથા માલદીવ્સના ઝિમ્બાબ્વીયન એમ્બેસેડર સુ. સ્ટેલા નકોમો અને ઇન્ડસ્ટ્રી એન્ડ કોમર્સના ડેપ્યુટી મિનિસ્ટર રાજેન્દ્ર કુમાર મોદી અને ડેલીગેશને ગાંધીનગરમાં લીધી હતી. અમદાવાદમાં તા. 11 થી 15 ફેબ્રુઆરી દરમિયાન યોજાઇ રહેલા સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મંડળના 12માં ટ્રેડશોમાં સહભાગી થવા આ ડેલિગેશન ગુજરાત આવેલું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આ ડેલિગેશને ગાંધીનગરમાં યોજેલી સૌજન્ય મુલાકાત બેઠક દરમિયાન તેમણે ઝિમ્બાબ્વેના સ્મોલ એન્ડ મિડીયમ એન્ટરપ્રાઇઝ સેક્ટરને ગુજરાતના SME સેક્ટરની સ્કીલ અને એક્સપર્ટિઝનો સહયોગ મળે તે અંગે ફળદાયી ચર્ચા-પરામર્શ કર્યા હતા. ઝિમ્બાબ્વેના એમ્બેસેડરઅને ડેપ્યુટી મિનિસ્ટરએ આ સંદર્ભમાં કહ્યું કે, ગુજરાત મેન્યુફેક્ચરિંગ હબ, ઓટો હબ અને ઉભરતા સેકટર એવા સેમિકન્ડક્ટરમાં પણ હબ બનવા સાથે MSME સેક્ટરમાં પણ અગ્રેસર છે તેનો લાભ લેવા ઝિમ્બાબ્વે…
Gandhinagar : બજેટ સત્ર શરૂ થતાં પહેલા વિધાનસભા પર છવાયો પરંપરાગત અને સાંસ્કૃતિક કલા-કારીગરીનો રંગ, જાણો વિગત
ગાંધીનગર : ગુજરાતની પ્રજાનું પ્રતિનિધિત્વ કરતી ગુજરાત વિધાનસભા હવે ગુજરાતના પ્રાચીન, પરંપરાગત અને સમૃદ્ધ સાંસ્કૃતિક કલા વારસાનો અરીસો બની છે. આગામી 16 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા બજેટ સત્ર પહેલા ગુજરાત વિધાનસભા સંકુલ રાજ્યની પરંપરાગત તથા સાંસ્કૃતિક કલા-કારીગરીના રંગે રંગાઈ ગયું છે. બજેટ સત્રમાં આવનાર પ્રજાના પ્રતિનિધિઓ તથા અતિથિઓ અને મુલાકાતીઓ માટે વિધાનસભા સંકુલની ભીંતો પર કંડારાયેલી અમદાવાદી માતાની પછેડી, કચ્છી મડ મિરર વર્ક તથા આદિવાસી વારલા કલાની લોક કલાકૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બનશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ વિઝનને સાકાર કરવામાં અગ્રેસર મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલની સરકાર દ્વારા રાજ્યની પરંપરાગત કલા-કારીગરીને પ્રજાના પ્રતિબિંબ સમાન વિધાનસભા સંકુલમાં સ્થાન આપી એક નવતર પગલું ભરવામાં આવ્યું છે અને આ પગલું સમગ્ર રાજ્યની પરંપરાગત કલા સંસ્કૃતિ તથા તેની સાથે જોડાયેલા…
અંકલેશ્વરમાં દુર્લભ વૃક્ષવાસી દેડકાની પ્રજાતીનો શોધ, પર્યાવરણપ્રેમીઓમાં ઉત્સાહ અને ઉત્સુકતા
અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ સ્થિત મારુતિ ધામ સોસાયટીના એક મકાનમાંથી દુર્લભ અને અનોખી વૃક્ષ-નિવાસી દેડકાની પ્રજાતિ જોવા મળતા વિસ્તારમાં ચર્ચા અને ઉત્સુકતા ફેલાઈ હતી. સામાન્ય દેડકાથી અલગ દેખાવ અને વર્તન ધરાવતી આ પ્રજાતિ પર્યાવરણીય દૃષ્ટિએ પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દેડકો સામાન્ય રીતે આછા ભૂરા કે પીળા રંગનો જોવા મળે છે, તેની પીઠ પર ઘાટા ફોલ્લીઓ અથવા નિશાનો હોય છે. તેની મોટી આંખો અને આડી કીકી તેને વિશિષ્ટ ઓળખ આપે છે. સૌથી ખાસ લક્ષણ તરીકે તેના અંગૂઠાના છેડા પર રહેલા એડહેસિવ ડિસ્ક છે, જેના કારણે તે દિવાલો, ઝાડના થડ અને અન્ય ઊભી સપાટીઓ પર સહેલાઈથી ચડી શકે છે. તજજ્ઞોના જણાવ્યા અનુસાર, આ પ્રજાતિમાં નર દેડકા માદા કરતા કદમાં નાના હોય છે. અન્ય સામાન્ય દેડકાઓની જેમ…
ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026: રૂબલ નાગી–ભારતની ગૌરવમય જીત
ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026 જીતનાર રૂબલ નાગી બની ગ્લોબલ સેન્સેશન આ દિવસોમાં ભારતની મહિલા શિક્ષિકા રૂબલ નાગી સતત ચર્ચામાં છે. પોતાના અનોખા શિક્ષણ કાર્ય અને સમર્પણના બળ પર તેમણે દુનિયાભરના શિક્ષકોને પાછળ છોડી ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026 જીત્યો છે અને ભારતનું નામ વૈશ્વિક સ્તરે ઉજાગર કર્યું છે. દુબઈમાં આયોજિત એક આંતરરાષ્ટ્રીય સમ્મેલનમાં રૂબલ નાગીને 10 લાખ ડોલર (લગભગ 9 કરોડ રૂપિયા) ની પ્રાઇઝ મની સાથે આ પ્રતિષ્ઠિત પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વંચિત અને ગરીબ બાળકોને અલગ અને સર્જનાત્મક રીતે શિક્ષણ આપીને તેઓ ગ્લોબલ સેન્સેશન બની ગયા છે. પોતાની પ્રેરણાદાયક સફર વિશે રૂબલ નાગીએ કહ્યું કે, “મારી આ યાત્રાની શરૂઆત આજથી 27 વર્ષ પહેલા થઈ હતી, જ્યારે એક આર્ટ વર્કશોપ દરમિયાન મારી મુલાકાત એવા બાળક સાથે…
















