રાજ્યમાં આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, 15થી વધુ જિલ્લામાં એલર્ટ

રાજ્યમાં ચોમાસાએ જોરદાર પકડ બનાવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ વચ્ચે ભારતીય હવામાન વિભાગ (IMD)એ આગામી 6 દિવસ સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સાથે જ 7 જુલાઈ સુધી ગાજવીજ, તેજ પવન અને ભારે વરસાદને લઈને વિવિધ જિલ્લાઓ માટે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.

2 જુલાઈ: દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ
– 2 જુલાઈના રોજ સુરત, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવનાને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
– ઓરેન્જ એલર્ટ હેઠળ અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા અને તાપી જિલ્લાઓનો સમાવેશ થાય છે.
– જ્યારે જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, રાજકોટ, વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

3 જુલાઈ: તાપી-ડાંગ સહિત ચાર જિલ્લામાં રેડ એલર્ટ
– 3 જુલાઈએ તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ રહેશે.
– અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા અને સુરત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
– રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લામાં યલો એલર્ટ રહેશે.

4 જુલાઈ: ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ
– 4 જુલાઈના રોજ તાપી, ડાંગ અને નર્મદા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
– અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, છોટા ઉદેપુર અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ રહેશે.
– જૂનાગઢ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

સાવચેતી રાખવાની અપીલ
હવામાન વિભાગે ભારે વરસાદ, ગાજવીજ અને તેજ પવનને ધ્યાનમાં રાખીને નાગરિકોને જરૂરી સાવચેતી રાખવાની અપીલ કરી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા હોવાથી બિનજરૂરી મુસાફરી ટાળવા, નદી-નાળા અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ન જવા તેમજ સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

 

 

 

 

  • Related Posts

    Gujaratમાં ગ્રીન પાવર સસ્તો થવાની દિશામાં મોટો નિર્ણય, બેન્કિંગ ચાર્જમાં 33% ઘટાડો Green Energy Boost

    Gujaratમાં ગ્રીન પાવર સસ્તો થવાની દિશામાં મોટો નિર્ણય, બેન્કિંગ ચાર્જમાં 33% ઘટાડો; ઉદ્યોગોને મળશે સીધો લાભ અમદાવાદ, 27 ઓગસ્ટ 2026: Gujaratના રિન્યુએબલ એનર્જી સેક્ટર માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (GERC) દ્વારા ગ્રીન એનર્જી ઓપન એક્સેસ ગ્રાહકો માટેના બેન્કિંગ ચાર્જમાં લગભગ 33 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. અગાઉ પ્રતિ યુનિટ ₹1.50નો બેન્કિંગ ચાર્જ હતો, જે હવે ₹1 પ્રતિ યુનિટ કરવામાં આવ્યો છે. આ નવો ચાર્જ 1 સપ્ટેમ્બર 2026થી 31 માર્ચ 2027 સુધી લાગુ રહેશે. આ નિર્ણયથી ખાસ કરીને એવા ઉદ્યોગો અને કોમર્શિયલ વીજ ગ્રાહકોને ફાયદો થવાની અપેક્ષા છે, જેઓ સોલાર અથવા વિન્ડ જેવા રિન્યુએબલ સ્રોતોમાંથી વીજળી મેળવીને ઓપન એક્સેસ મારફતે તેનો ઉપયોગ કરે છે. ગ્રીન એનર્જીની વધતી માંગ વચ્ચે બેન્કિંગ ખર્ચમાં ઘટાડો…

    HDFC Bank : સેન્સેક્સ-નિફ્ટીમાં ઉથલપાથલ, HDFC Bank પર દબાણ; આ શેરોમાં તેજી

    Stock Market Today: સેન્સેક્સ-નિફ્ટીમાં ઉથલપાથલ, HDFC Bank પર દબાણ; આ શેરોમાં તેજી HDFC Bank Stock Market Today: આજે 27 ઓગસ્ટ 2026ના રોજ ભારતીય શેરબજારમાં શરૂઆતમાં તેજી જોવા મળ્યા બાદ બજારમાં ફરી વેચવાલીનું દબાણ જોવા મળ્યું છે. વૈશ્વિક બજારોમાંથી મળેલા મિશ્ર સંકેતો, અમેરિકાના મોંઘવારીના આંકડા, Nvidiaના મજબૂત પરિણામો અને ક્રૂડ ઓઈલના ઘટતા ભાવ વચ્ચે રોકાણકારો સાવચેતીપૂર્વક ટ્રેડિંગ કરી રહ્યા છે. ખાસ કરીને HDFC Bankના શેરમાં ઘટાડો જોવા મળતાં Sensex અને Nifty પર દબાણ વધ્યું છે.  ગુરુવારે બજારની શરૂઆત સામાન્ય તેજી સાથે થઈ હતી. સવારે 9:21 વાગ્યે BSE Sensex 59.25 પોઈન્ટ એટલે કે 0.08 ટકા વધીને 77,532.19ના સ્તરે હતો. બીજી તરફ NSE Nifty 50 33.55 પોઈન્ટ એટલે કે 0.14 ટકા વધીને 24,241.30 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જોકે…