હમાસે શનિવારે લગભગ 200 પેલેસ્ટિનિયન કેદીઓના બદલામાં ચાર મહિલા ઇઝરાયલી સૈનિકોને મુક્ત કરી
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે 15 મહિના સુધી યુદ્ધ ચાલ્યું, પરંતુ હવે એક પછી એક રાહત આપતા સમાચાર સામે આવી રહ્યા છે યુદ્ધ વિરામ કરારના ભાગ રૂપે, હમાસે શનિવારે લગભગ 200 પેલેસ્ટિનિયન કેદીઓના બદલામાં ચાર મહિલા ઇઝરાયલી સૈનિકોને મુક્ત કરી.AFPના અહેવાલ મુજબ, ચાર સૈનિકો (કરિના એરિવ, ડેનિએલા ગિલ્બોઆ, નામા લેવી અને લીરી અલ્બાગ) ને ગાઝામાં રેડ ક્રોસને સોંપવામાં આવ્યા છે. -> તેલ અવીવમાં ખુશીની લહેર :- મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચાર મહિલાઓની મુક્તિ પહેલાં, હમાસના બંદૂકધારીઓ અને લોકોનુ મોટુ ટોળુ ગાઝા શહેરના પેલેસ્ટાઇન સ્ક્વેર પર એકઠું થયુ હતું. મહિલાઓને પેલેસ્ટાઇનના વાહનમાંથી બહાર કાઢીને સ્ટેજ પર લાવવામાં આવી હતી. તેમણે સ્મિત કર્યું અને ભીડ તરફ હાથ લહેરાવ્યો. પછી તેઓ રેડ ક્રોસના વાહનોમાં સવાર થયા. ગાઝામાં ચાર બંધકોને રેડ ક્રોસને…
પ્રજાસત્તાક પર્વને લઇને પોલીસ, ફાયર, હોમગાર્ડ સહિતના કુલ 942 કર્મચારીઓને શૌર્ય પુરસ્કાર એનાયત
પ્રજાસત્તાક દિવસ 2025ના અવસર પર, પોલીસ, ફાયર, હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણ અને સુધારાત્મક સેવાઓના 942 કર્મચારીઓને શૌર્ય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે. જેમાં 95 જવાનોને શૌર્ય મેડલ, 101ને વિશિષ્ટ સેવા બદલ રાષ્ટ્રપતિ મેડલ, 746 સૈનિકોને ઉત્તમ સેવા માટે મેડલ આપવામાં આવ્યા હતા. -> કયા વિભાગ તરફથી કેટલા બહાદુરી પુરસ્કારો? :- 95 વીરતા પુરસ્કારોમાંથી મોટાભાગના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં તૈનાત સૈનિકોને આપવામાં આવ્યા હતા. જેમાં નક્સલવાદી ક્ષેત્રના 28 સૈનિકો, જમ્મુ અને કાશ્મીર ક્ષેત્રના 28 સૈનિકો, ઉત્તર-પૂર્વના 03 સૈનિકો અને અન્ય વિસ્તારના 36 સૈનિકોને તેમના બહાદુરીભર્યા કાર્યો માટે સન્માનિત કરવામાં આવી રહ્યા છે. 95 વીરતા પુરસ્કારો જેમને અપાયા છે તેમાંથી 78 પોલીસકર્મીઓ અને 17 ફાયર સર્વિસના કર્મચારીઓ છે. -> વિશેષ સેવા, કયા વિભાગના કેટલા સૈનિકો? :- વિશિષ્ટ સેવા (PSM)…
સુરતમાં સતત SMCનો સપાટો, લીંબાયતમાં જુગાર રમતા 8 જૂગારીઓની ધરપકડ
B INDIA સુરત : સુરતના લીંબાયત વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલે સપાટો બોલાવ્યો છે. અને બાતમીના આધારે SMCએ સંજયનગરમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડ્યા હતા. SMC દ્વારા રેડ કરીને 48 હજાર રોકડા સહીત 1.13 લાખનો મુદ્દમાલ જપ્ત કર્યો છે. SMC દ્વારા જુગારધામ પરથી 8 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.અગાઉ પણ જુગારધામ પર SMC રેડ કરી મોટા પ્રમાણમાં મુદામાલ જપ્ત કર્યો હતો. સતત લીંબાયતમાં SMCની રેડ છતાં જુગારધામ બેફામ ધમધમી રહ્યા છે. -> આગાઉ 40 જુગારીઓની કરાઈ હતી ધરપકડ :- ગાંધીનગર સ્ટેટ મોનટરિંગ સેલની ટીમે રંગીલા ટાઉનશીપમાં ચાલતા જુગારમધામનો પર્દાફાશ કરતા સ્થાનિક પોલીસમાં પણ દોડધામ મચી ગઈ હતી. ટાઉનશીપની ટેરેસ પર તાડપત્રી બાંધી ચાલતા જુગારધામના સ્થળ પરથી ઈન્જેકશન, કોન્ડમ અને બિયરના ખાલી ટીન મળી આવ્યા હતા. પોલીસે…
ગુજરાતવાસીઓની ફેબ્રુઆરી બગડશે,અંબાલાલ પટેલે કરી નવી આગાહી
B INDIA અમદાવાદ : ગુજરાતમાં વધુ એક માવઠાની આગાહી છે. 30-31 જાન્યુઆરી બાદ ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે. આગાહીકાર અંબાલાલ પટેલે તેની આગાહી કરી છે. હવામાન નિષ્ણાતે 27 તારીખ સુધી ઠંડી રહેવાની શકયતા વ્યક્ત કરી છે. સાથે જ 5 ફેબ્રુઆરી સુધી માવઠાની શક્યતા છે અને ફેબ્રુઆરી બાદ ધીમે ધીમે ઉનાળાની શરૂઆત થશે તેવી ભવિષ્યાવાણી કરી છે.ઠંડી લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં 27 જાન્યુઆરી સુધી સવારના ભાગોમાં રહેવાની શક્યતાઓ છે. 28 જાન્યુઆરીથી મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળો આવી શકે છે. 28 મી જાન્યુઆરીએ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં આવશે. 30 અને 31 જાન્યુઆરી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આવવાની શક્યતાઓ છે. જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પવનના તોફાનો થશે અને કમોસમી વરસાદ,…
ગુજરાતથી મહાકુંભ જવા માગતા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર, GSRTC વોલ્વોનું બુકિંગ આજથી શરૂ, જાણો પ્રોસેસ…
B INDIA ગાંધીનગર : રાજ્ય સરકાર મહાકુંભ માટે વિશેષ બસ દોડાવી રહી છે. ગુજરાત સરકારે કુંભ મેળા માટે ખાસ ટુર પેકેજ જાહેર કર્યું છે, જે સાવ સસ્તુ છે. મહાકુંભ માટે એસટી વિભાગની એસી વોલ્વો બસ દોડાવશે. આવવા-જવાની વ્યવસ્થા સાથે ટૂર પેકેજ તૈયાર કરાયું છે. આ વોલ્વો માટેનું બુકિંગ તમારે ઓનલાઈન કરવાનું રહેશે. જેના માટે GSRTC વોલ્વોનું બુકિંગ આજથી શરૂ કરી દેવામાં આવ્યું છે. 27 જાન્યુઆરીએ પહેલી એસી વોલ્વો બસને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લીલી ઝંડી આપી યાત્રાને પ્રસ્થાન કરાવશે. –> બુકિંગ કઈ રીતે કરશો? * www.gsrtc.in સાઈટ ઓપન કર્યા બાદ Mahakumbh 2025 ઓપ્શન બતાવશે તેના પર ક્લિક કર્યા બાદ select routes આવશે. * અમદાવાદ રાણીપ-પ્રયાગરાજ-અમદાવાદ રાણીપ સિલેક્ટ કરવાનું રહેશે. * select bording point પર ક્લિક કરવાનું રહેશે.…
હેલ્થ ટિપ્સ: શું તમને આખો દિવસ થાક લાગે છે? આ 5 આદતો તરત જ છોડી દો, તમને નવી ઉર્જા મળશે
જો તમને દિવસભર થાક લાગે છે, તો તે ફક્ત તમારા શારીરિક જ નહીં પણ તમારા માનસિક સ્વાસ્થ્યને પણ અસર કરે છે. સતત થાક અનુભવવાથી તમારી રોજિંદી પ્રવૃત્તિઓમાં અવરોધ આવી શકે છે. આનું કારણ ઘણીવાર આપણી ખોટી આદતો હોય છે. જો તમે તમારી દિનચર્યામાં થોડો ફેરફાર કરો છો અને આ 5 આદતો છોડી દો છો, તો તમને નવી ઉર્જાનો અનુભવ થશે. -> ગેજેટ્સનો વધુ પડતો ઉપયોગ :- સૂવાના એક કલાક પહેલા ગેજેટ્સથી દૂર રહો. સ્ક્રીન સમય ઓછો કરો અને તમારી આંખોને આરામ આપવા માટે વિરામ લો. -> સવારે મોડા સૂવું :- દરરોજ ચોક્કસ સમયે સૂઈ જવાની અને જાગવાની આદત પાડો.સવારની તાજી હવામાં ચાલો અને તમારા દિવસની શરૂઆત સક્રિય રીતે કરો. -> બિનઆરોગ્યપ્રદ નાસ્તો ખાવો :- તમારા સવારના…
જેતપુરમાં પતિએ કરી પત્નીની હત્યા, અનૈતિક સંબંધોને લઈને થતાં હતા અવારનવાર ઝગડા
B INDIA જેતપુર : જેતપુરમાં પતિએ પત્નીની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે. બળદેવ ધાર વિસ્તારમાં રહેતા ફિરોઝ હારુનભાઈ મડમના નિકાહ મહારાષ્ટ્ના પુના ગામની શબનમ સાથે દસેક વર્ષ પૂર્વે થયા હતાં. દસ વર્ષના લગ્ન જીવનમાં ફિરોઝ અને શબનમ એક પુત્ર અને પુત્રીના માતા-પિતા બન્યા. નિકાહના પાંચેક વર્ષ સુધી ઘર સંસાર સારી રીતે ચાલ્યો પરંતુ ત્યારબાદ બંને વચ્ચે નાની નાની બાબતે ખટરાગ શરૂ થયો હતો. છેલ્લા કેટલાક સમયથી ફિરોઝને પત્નીના વર્તન પર શંકા ગઈ. ફિરોઝને લાગતું હતું કે, તેની પત્ન શબનમના અન્ય કોઈ સાથે સંબંધ છે. આ બાબતને લઈને પતિ-પત્નિ વચ્ચે અનેક વખત ઝગડાઓ થયા. પત્નીના અનૈતિક સંબંધને લઈને ફિરોઝે અનેક વખત શબનમની પૂછપરછ પણ કરતો ત્યારે વચ્ચે બંને ખાસ્સી બોલાચાલી હતી. શબનમ પાંચેક મહિના પૂર્વે સંતાનોને…
















