અમિત શાહનું મેગા વિઝન: ગાંધીનગર બનશે દેશની પ્રથમ ‘હરિયાળી લોકસભા’, વર્ષ 2026-27માં 1 કરોડથી વધુ વૃક્ષો વાવવાનો ઐતિહાસિક ટાર્ગેટ
અમિત શાહનું મેગા વિઝન: ગાંધીનગર બનશે દેશની પ્રથમ ‘હરિયાળી લોકસભા’, વર્ષ 2026-27માં 1 કરોડથી વધુ વૃક્ષો વાવવાનો ઐતિહાસિક ટાર્ગેટ ગાંધીનગર: ભારતના કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના સાંસદ શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં ગુજરાતના પાટનગર અને તેની આસપાસના વિસ્તારોને ગ્રીન ઝોનમાં ફેરવવાનો એક મોટો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ભાવિ પેઢીને પ્રદૂષણમુક્ત અને શુદ્ધ વાતાવરણ આપવાના મક્કમ ઈરાદા સાથે વર્ષ 2026-27 દરમિયાન ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં અભૂતપૂર્વ સ્તરે વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત સમગ્ર લોકસભા ક્ષેત્રમાં ૧ કરોડ ૩ લાખથી વધુ રોપાઓ વાવવાનો મહત્વકાંક્ષી લક્ષ્યાંક નક્કી કરાયો છે. ‘એક પેડ માં કે નામ 2.0’ અંતર્ગત ગયા વર્ષ કરતાં 64% વધુ વાવેતરનો લક્ષ્યાંક અમદાવાદમાં યોજાયેલી એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ…
#Drugs/ શું ગુજરાતમાં પાંગરી ગયો છે ‘મોતમિત્ર’ સમો ડ્રગ્સનો કાળો કારોબાર?
ગુજરાતનો સાગરકાંઠો ડ્રગ્સ કાર્ટેલ માટે આશીર્વાદ રુપ બનતો દેખાય રહ્યો છે, જ્યારે દેશ માટે યુવા પેઢીને નષ્ટ કરતા ઝેરનાં પ્રવેશદ્વાર સમાન બની રહ્યો છે. વાત વિચાર માંગી લે તેવી છે કે જો આટલા વિપુર જથ્થામાં ડ્રગ્સ પકડાયું હોય અને તે પણ ફક્ત આ માસમાં જ, તો ડ્રગ્સ ટોટલ માત્રામાં ગુજરાતમાં ઠલવાયું કેટલું હશે? વિપુલ અને કરોડોનો જથ્થો પકડાય જવા છતા જો ડ્રગ્સનાં દાનવોને કોઇ ફરક પડતો ન હોય અને ડ્રગ્સ આવીરત રીતે મોકલી રહ્યા હોય તો આવી ગયેલો જથ્થો કેટલો હશે? વળી આ કાળા ઝેરનાં કારોબારમાં કેટલા યુવાનો ખપ્યા હશે? અને ડ્રગ્સ કાર્ટલની કાળા ઝેરની કાળી કમાણી કાટલી હશે? આ કાળી કમાણી ક્યાં વપરાતી હશે?
“કુકા ઈઝ મની કેસ” ગુજરાતી સિનેમાની નવી પ્રેરણા-દિશા; યુવા પેઢી માટે જીવન બદલાવતો સંદેશ
હેવાય છે કે ફિલ્મોએ સાપ્રંત સમયનાં સમાજનું પ્રતિબિંબ હોય છે. ફિલ્મો દ્વારા જેતે સમયનાં સામાજીક જીવન અને જીવન પદ્ધતિ સહિત સામાજીક માનસને સરળતાથી જાણી શકાય છે. જો વાત કરવામાં આવે સાપ્રાંત ગુજરાતી સિને જગતની કે ફિલ્મોની તો કહેવુ જરા પણ આતિશયોક્તિ નહીં લાગે કે, ગુજરાતી ફિલ્મોનો સુવર્ણ યુગ ફરીથી પાછો ફર્યો છે એવું આજે ગર્વથી કહી શકાય.
જુનાગઢ માં નિશુલ્ક સમર કેમ્પનો ભવ્ય સમાપન સમારોહ યોજાયો, બાળકોને કીટ વિતરણ અને શિક્ષકોનું સન્માન કરાયું
જૂનાગઢમાં શિક્ષણ, સંસ્કાર અને સેવાના ત્રિવેણી સંગમ સમાન પાંચ દિવસીય ‘નિશુલ્ક સમર કેમ્પ’નો આજે અત્યંત ઉત્સાહભર્યા અને ભવ્ય વાતાવરણમાં સમાપન સમારોહ યોજાયો હતો. લોટસ સ્પોર્ટ્સ એકેડેમી એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કેમ્પમાં બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ખીલવવાના ઉમદા હેતુ સાથે સેવા અને સમર્પણનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. કર્મનિષ્ઠ શિક્ષકોનું ‘સન્માન પત્ર’ આપી ગૌરવપૂર્વક સન્માન કરાયું સમર કેમ્પ દરમિયાન પોતાની અમૂલ્ય સેવાઓ આપી બાળકોનું યોગ્ય માર્ગદર્શન કરનાર તમામ કર્મનિષ્ઠ શિક્ષકોને કેમ્પના અંતિમ દિવસે ‘સન્માન પત્ર’ આપી ગૌરવપૂર્વક સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આયોજકોએ ગર્વભેર જણાવ્યું હતું કે, શિક્ષકોના નિઃસ્વાર્થ સહયોગ અને અથાણ શ્રમ વગર આ સેવાકીય યજ્ઞ સફળ બનાવવો અશક્ય હતો. બાળકોને પ્રોત્સાહક ભેટ: આકર્ષક કીટ બેગ અને એજ્યુકેશન કીટનું વિતરણ કેમ્પમાં ઉત્સાહભેર સહભાગી…
પેટ્રોલ-ડીઝલ સપ્લાય પર CM ભૂપેન્દ્ર પટેલનો મોટો આદેશ: દરરોજ મોનિટરિંગ કરવા કંટ્રોલ રૂમને સૂચના
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની મહત્વપૂર્ણ બેઠકમાં અનેક પ્રજાલક્ષી મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ સરકારના પ્રવક્તા અને મંત્રી જીતુભાઈ વાઘાણીએ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અને મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવેલી મહત્વપૂર્ણ સૂચનાઓ અંગે માહિતી આપી હતી. મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત દરમિયાન યોજાયેલા વિવિધ કાર્યક્રમોની સફળતા બદલ કેબિનેટ બેઠકમાં વડાપ્રધાનને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સાથે જ રાજ્યના વિકાસ કાર્યો અને કલ્યાણકારી યોજનાઓને વધુ ગતિશીલ બનાવવા માટે સરકાર પ્રતિબદ્ધ હોવાનું પણ જણાવાયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠક દરમિયાન ખાસ ભાર મૂક્યો હતો કે રાજ્યના બજેટમાં જાહેર કરાયેલી યોજનાઓનો લાભ ઝડપથી લોકો સુધી પહોંચવો જોઈએ. આ માટે અંદાજપત્રમાં સમાવિષ્ટ 80 ટકા કરતાં વધુ યોજનાઓને સૈદ્ધાંતિક મંજૂરી…
ઈંધણ બચાવવા દમણ-દીવ પ્રશાસનની મોટી પહેલ: દેવકા-જામ્બોરી બીચ બનશે ‘નો વ્હીકલ ઝોન’
પશ્ચિમ એશિયામાં વધતી કટોકટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈંધણ બચતની અપીલ વચ્ચે દાદરા અને નગર હવેલી તેમજ દમણ-દીવ પ્રશાસને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પ્રશાસને નાગરિકો, વેપારીઓ અને પ્રવાસીઓને ઈંધણનો ઓછો ઉપયોગ કરી ટકાઉ જીવનશૈલી અપનાવવા અપીલ કરી છે. સાથે જ વિવિધ નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. પ્રશાસન દ્વારા લેવામાં આવેલા સૌથી મોટા નિર્ણય મુજબ દમણના પ્રખ્યાત દરિયાકિનારા દેવકા ખાતેનો ‘નમો પથ’ અને જામ્બોરીનો ‘રામ સેતુ’ વિસ્તાર 18 મે 2026થી ‘નો વ્હીકલ ઝોન’ તરીકે વિકસાવવામાં આવશે. આ વિસ્તારોમાં હવે માત્ર સાઇકલ, ઇલેક્ટ્રિક વાહનો અને પદયાત્રીઓને જ પ્રવેશ મળશે. પ્રશાસને લોકોને પ્રદૂષણમુક્ત વાતાવરણ જાળવવા સહકાર આપવા વિનંતી કરી છે. ઈંધણ બચાવવા માટે જાહેર પરિવહનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. દમણમાં ગામડાઓને જોડતા નવા બસ રૂટ શરૂ કરાયા…
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ઘટશે: આગામી 3 દિવસ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો, હવામાન વિભાગનો અંદાજ
છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં પડતી કાળઝાળ ગરમી અને લૂના પ્રકોપ વચ્ચે હવે રાજ્યવાસીઓ માટે રાહતના સંકેતો દેખાઈ રહ્યા છે. હવામાન વિભાગ મુજબ પવનની દિશામાં થયેલા ફેરફાર અને વાતાવરણમાં આવેલા પલટાના કારણે આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો નોંધાવાની શક્યતા છે. અહેવાલ મુજબ આગામી 24 થી 48 કલાક દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો થઈ શકે છે. આ ઘટાડા બાદ આગામી ત્રણ દિવસ સુધી ગરમીની તીવ્રતા ઓછી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેનાથી લોકોને આકરા તાપમાંથી થોડી રાહત મળશે. તેમ છતાં, હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી 24 કલાક હજુ પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગરમી યથાવત રહી શકે છે. ખાસ કરીને કચ્છ, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં વધુ તીવ્ર ગરમી રહેવાની સંભાવના હોવાથી…
વાવમાં ડીઝલ અછતની અફવાએ મચાવ્યો હાહાકાર: પેટ્રોલ પંપ પર લાગી કેરબાઓની લાંબી કતારો
વાવ-થરાદ વિસ્તારમાં ડીઝલની અછતની અફવા ફેલાતા ખેડૂતો અને વાહનચાલકોમાં ભારે ફફડાટનો માહોલ સર્જાયો છે. ખેતીની સિઝન વચ્ચે ડીઝલ નહીં મળે તેવી ભીતિને કારણે વાવ-થરાદ હાઈવે પર આવેલા જીઓ પેટ્રોલ પંપ પર વહેલી સવારથી જ લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. ખેડૂતો પોતાના ટ્રેક્ટર અને વાહનો સાથે મોટી સંખ્યામાં ડીઝલ ભરાવવા પહોંચતા લાંબી કતારો જોવા મળી હતી. સ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે અનેક ખેડૂતો પોતાના સાથે 200-200 લીટરના પ્લાસ્ટિકના કેરબા લઈને આવ્યા હતા અને તેમાં ડીઝલનો સંગ્રહ કરતા જોવા મળ્યા હતા. સામાન્ય રીતે જ્વલનશીલ પદાર્થો માટે સુરક્ષિત ધાતુના કન્ટેનરનો ઉપયોગ થવો જોઈએ, પરંતુ અહીં ખુલ્લેઆમ પ્લાસ્ટિકના પાત્રોમાં ડીઝલ ભરાતું હોવાથી સુરક્ષાના નિયમો પર સવાલો ઊભા થયા છે. પ્લાસ્ટિકના ડબ્બાઓમાં ડીઝલનો સંગ્રહ અને પરિવહન કરવું અત્યંત…
શાપર ગામમાં માનવ સેવા માટે નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ: ગ્રામજનોને મળશે ૨૪ કલાક ઝડપી આરોગ્ય સેવા
શાપર: માનવ સેવા એ જ પ્રભુ સેવાના મંત્રને સાર્થક કરતા રાજકોટના શાપર ગામમાં આરોગ્ય ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સુવિધાનો ઉમેરો થયો છે. ગ્રામજનોને આકસ્મિક સમયે ત્વરિત સારવાર મળી રહે તે હેતુથી ગામમાં અત્યાધુનિક એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સ્વ. રળિયાતબેન ટીલારાના સ્મરણાર્થે ભવ્ય ભેટ આ સેવાનું ઉમદા કાર્ય દાતાશ્રી ધર્મેશભાઈ રણછોડભાઈ ટીલારા દ્વારા કરવામાં આવ્યું છે. તેમણે પોતાના માતૃશ્રી સ્વ. રળિયાતબેન રણછોડભાઈ ટીલારાના પુણ્ય સ્મરણાર્થે શાપર ગ્રામ પંચાયતને આ નવી એમ્બ્યુલન્સ અર્પણ કરી છે. આ પહેલ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ગામના જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર હોસ્પિટલ પહોંચાડી તેમનો જીવ બચાવવાનો છે. ઇમર્જન્સી સારવારમાં સાબિત થશે આશીર્વાદરૂપ શાપર અને તેની આસપાસના વિસ્તારમાં ઘણીવાર ઇમર્જન્સી સમયે વાહનની સુવિધા ન મળવાને કારણે મુશ્કેલીઓ સર્જાતી હોય છે. હવે આ નવી એમ્બ્યુલન્સ સેવા શરૂ…
કંડલા પોર્ટ પર મોટી દુર્ઘટના, ઝેરી ગેસની અસરથી 3 શ્રમિકોના મોત
કંડલા પોર્ટ ખાતે ગંભીર દુર્ઘટનાની ઘટના સામે આવી છે. કંડલા પોર્ટની જેટી નંબર 13 પર ઉભેલા જહાજમાં ઝેરી ગેસની અસરથી ત્રણ શ્રમિકોના મોત થયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જહાજમાં કામ દરમિયાન અચાનક બેભાન થયા શ્રમિકો મળતી માહિતી મુજબ લાકડાથી ભરેલા જહાજમાં માલ ઉતારવાની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન ત્રણ મજૂરો અચાનક બેભાન થઈ ગયા હતા. પ્રાથમિક આશંકા મુજબ લાકડામાં વપરાતા ઝેરી કેમિકલ અથવા ગેસના સંપર્કમાં આવતા શ્રમિકોની તબિયત બગડી હતી. સારવાર પહેલાં જ મોત ઘટનાની જાણ થતા પોર્ટ અધિકારીઓ અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ત્રણેય શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તબીબી સારવાર મળે તે પહેલાં જ તેમના મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. તપાસના આદેશ ઘટના બાદ Deendayal…















