Ahmedabad: વૈષ્ણોદેવી સર્કલ પાસે બસ અને કારનો ભયંકર અકસ્માત, સર્જાયા ટ્રાફિકજામના દ્રશ્યો
ગુજરાતમાં અકસ્માતની ઘટના સતત વધી રહી છે. આ દરમિયાન આજે રાજ્યના અનેક વિસ્તારમાં ધુમ્મસ છવાયું છે. ત્યારે અમદાવાદના એસ. જી. હાઇવે પર આવેલ વૈષ્ણોદેવી સર્કલ પાસે ભયંકર અકસ્માત સર્જાયો છે. જેમાં એસટી બસ અને એક ફોર્ચ્યુનર કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ અને ફોર્ચ્યુનર કારનો કચ્ચરઘાણ બોલી ગયો છે. જેમાં એકનું મોત થયું છે. આજે વહેલી સવારે અમદાવાદના એસ. જી. હાઇવે નજીક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે હિંમતનગરથી રાજકોટ જતી એસટી બસ અને એક ફોર્ચ્યુનર કાર વચ્ચેની અકસ્માતની ઘટનામાં એકનું મોત થયું છે. જ્યારે ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતની ઘટનાને લઈને ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા હતા. કારને ક્રેનની મદદથી હટાવવામાં આવી આજે વહેલી સવારે ફોર્ચ્યુનર કાર અમદાવાદથી ગાંધીનગર જઇ રહી હતી. આ…
મહીસાગર: કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
મહીસાગર જિલ્લાના જિલ્લા સેવા સદન સભાખંડમાં કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોની કામગીરી તેમજ જાહેરહિતના મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન આવનારા પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈને જરૂરી આયોજન, વ્યવસ્થાઓ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ જિલ્લામાં વિવિધ કચેરીઓમાં લાંબા સમયથી પડતર રહેલી અરજીઓના નિકાલની સમીક્ષા કરી કલેક્ટરએ સમયમર્યાદામાં અરજીઓનો નિકાલ કરવા અધિકારીઓને સૂચના આપી હતી. નાગરિક અધિકારપત્ર અંતર્ગત મળતી અરજીઓ અંગે પણ બેઠકમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટરએ સરકારી કચેરીઓની કામગીરીની તપાસણી કરી સેવાઓ વધુ અસરકારક અને પારદર્શક બને તે માટે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત બાકી રહેલા સરકારી લેણાંની વસૂલાત ઝડપથી કરવા તેમજ સરકારી કર્મચારીઓના…
જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ મહીસાગર જિલ્લાની મુલાકતે
મહીસાગર જિલ્લામાં જળસંપત્તિ અને પીવાના પાણીની સુવિધાઓને વધુ મજબૂત બનાવવા રાજ્યના જળસંપત્તિ તથા પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે ખાનપુર અને કડાણા તાલુકાના વિવિધ ગામોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ચાલી રહેલી સિંચાઈ અને પાણી પુરવઠા યોજનાઓનું સ્થળ નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. મંત્રીએ ખાનપુર–પાદેડી ઉદવહન સિંચાઈ યોજનાની ખાસ મુલાકાત લીધી હતી. રૂ. 54 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલી આ યોજના 46 કિલોમીટર લંબાઈ ધરાવે છે. આ યોજનાના પૂર્ણ થવાથી 25 તળાવો ભરાશે તેમજ આશરે 800 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે, જેના કારણે ખેડૂતોને ખેતીમાં મોટી રાહત મળશે. આ ઉપરાંત બામરોડા ગામે કારંટા જૂથ પાણી પુરવઠા યોજનાનું પણ મંત્રીએ નિરીક્ષણ કર્યું હતું. આ યોજનામાં 43 લાખ લિટર ક્ષમતા ધરાવતો સંપ તથા આધુનિક…
Ahmedabad : ચંડોળામાં અત્યાધુનિક એસ.ટી. વર્કશોપનું મંત્રી દર્શનાબહેન વાઘેલા અને MP દિનેશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત સંપન્ન
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા અમદાવાદના ચંડોળા મુકામે નવનિર્મિત થનાર એસ.ટી. ડેપો વર્કશોપનો ખાતમુહૂર્ત સમારોહ રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી દર્શનાબહેન વાઘેલા અને સાંસદ દિનેશભાઈ મકવાણાની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે સંબોધન કરતા મંત્રી દર્શનાબહેન વાઘેલાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના નેતૃત્વમાં એસ.ટી. નિગમ હાલ ખૂબ જ પ્રસંશનીય કામગીરી કરી રહ્યું છે. નાગરિકોની સુવિધા માટે નિગમ દ્વારા અત્યાધુનિક વોલ્વો જેવી બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે, પરંતુ આ બસોના સુચારુ સંચાલન માટે શ્રેષ્ઠ સર્વિસિંગ અને જાળવણી પણ તેટલી જ અનિવાર્ય છે. મુસાફરોની સુરક્ષા અને સુવિધા જળવાઈ રહે તે હેતુથી ચંડોળા ખાતે આ આધુનિક વર્કશોપનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેથી બસોનું સમયસર અને ગુણવત્તાયુક્ત મેન્ટેનન્સ થઈ શકે. વિધિવત પૂજન સાથે…
Ahmedabad: હાથીજણ ખાતે ગૃહ નિર્માણ ગૃહ નિર્માણ મંત્રી દર્શનાબહેન વાઘેલાના હસ્તે 40 આવાસોનો ડ્રો સંપન્ન
અમદાવાદમાં હાથીજણ ખાતે ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા નિર્મિત 40 આવાસોનો ડ્રો રાજ્યકક્ષાના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી દર્શનાબહેન વાઘેલાના વરદ્હસ્તે યોજાયો હતો. આવાસોના લોકાર્પણ પ્રસંગે મંત્રી દર્શનાબહેન વાઘેલાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકાર દરેક નાગરિકનું પોતાના ઘરનું સ્વપ્ન સાકાર કરવા કટિબદ્ધ છે. ખાસ કરીને મહિલાઓ, દીકરીઓ અને બાળકોને સુવિધાજનક તેમજ સુરક્ષિત વાતાવરણ મળી રહે તે હેતુથી ગુણવત્તાયુક્ત આવાસનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મકાનોમાં મેન્ટેનન્સના ખર્ચને ઘટાડવા માટે સોલર પેનલ લગાવવા પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. અમદાવાદને પણ ખૂબ જ ટૂંક સમયમાં ‘ઝૂંપડપટ્ટી મુક્ત શહેર’ બનાવવાનું લક્ષ્ય મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, સરકાર માત્ર 5 લાખ રૂપિયાના રાહત દરે આધુનિક સુવિધાઓ ધરાવતા મકાનો પૂરા પાડી…
અમદાવાદ ખાતે ‘અખંડ શક્તિ ત્રિશૂલ’ના દર્શનનો ભવ્ય પ્રારંભ, જાણો દર્શનનો સમય
બનાસકાંઠા જિલ્લા કલેકટર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના હસ્તે અમદાવાદના વટવા ખાતે ભવ્ય ‘અખંડ શક્તિ ત્રિશૂલ’ને શ્રદ્ધાળુઓના દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. અમદાવાદના ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ઉત્તરકાશીની 1500 વર્ષ જૂની શક્તિ પરંપરાની દિવ્ય પ્રેરણાથી તૈયાર કરાયેલ આ 16 ફૂટ ઊંચું અને આશરે 600 કિલો વજન ધરાવતું વિશાળ ત્રિશૂલ આગામી સમયમાં અંબાજીના પ્રખ્યાત ત્રિશૂલિયા ઘાટ પર સ્થાપિત કરવામાં આવશે, જે અંબાજીના પવિત્ર યાત્રાધામની ભવ્યતામાં વધારો કરતું એક નવું આધ્યાત્મિક સોપાન ઉમેરશે. બનાસકાંઠા જિલ્લા કલેકટર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, પાલનપુર અને દાંતાના રસ્તે આવતો પવિત્ર ત્રિશૂલિયા ઘાટ પગપાળા આવતા માઈભક્તો માટે ઘણો દુર્ગમ રહ્યો છે અને…
Ahmedabad : જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ, આ પ્રશ્નોની કરાઇ ચર્ચા
અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં સંકલન બેઠકમાં પુછાયેલા પ્રશ્નોને પ્રાધાન્ય આપી, તેનું સત્વરે હકારાત્મક નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને અનુરોધ કરાયો હતો. જિલ્લા વિકાસ અધિકારીએ સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું કે સંકલનમાં પુછાયેલા પ્રશ્નોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી, ત્વરિત ધોરણે તેનું નિરાકરણ થાય તે જરૂરી છે. આ પ્રશ્નોની કરાઇ ચર્ચા આ બેઠકમાં ગ્રામ્ય વિસ્તારમાં પીવાના તેમજ સિંચાઈના પાણીના પ્રશ્નો, અસલાલી તળાવ કામગીરી, મુનસર તળાવની સફાઈ, આરોગ્ય કેન્દ્રનાં કામો, વિરમગામ તાલુકાના ગામોના પોસ્ટલ પિનકોડને લગતાં પ્રશ્નો, દેત્રોજ તાલુકામાં પાણીના બોર, રોજગાર મેળામાં સ્થાનિકોને અગ્રતા, ગૌચરની જમીન, વીજ પુરવઠાના પ્રશ્નો, ડેટા એન્ટ્રી, દબાણો દૂર કરવા સહિત ગ્રામ્ય વિસ્તારના પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓના પ્રશ્નોની ચર્ચા કરી હકારત્મક નિવારણ કરાયું હતું.…
Rajkot: આટકોટના દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, મળ્યો ફક્ત આટલા દિવસમાં ન્યાય
ગુજરાત માટે આજે મહત્વનો દિવસ ગણવામાં આવે છે. રાજકોટ જિલ્લાના આટકોટમાં 7 વર્ષની માસૂમ બાળકી પર થયેલ દુષ્કર્મની ઘટના મામલે ન્યાયતંત્રએ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. ઘટનાના માત્ર 39 દિવસના ટૂંકા ગાળામાં જ કોર્ટે નરાધમ આરોપીને ફાંસીની સજા ફટકારી છે. રાજકોટ જિલ્લા પોલીસની સતર્કતાને કારણે 4 ડિસેમ્બરના બનેલી દુષ્કર્મની ઘટનાના માત્ર 11 દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. 20 ડિસેમ્બરથી શરૂ થયેલી પહેલી હિયરિંગ બાદ 3 જાન્યુઆરીએ વધારાના નિવેદનો લેવાયા હતા. ત્યાર બાદ 5 જાન્યુઆરીએ અંતિમ દલીલો પૂર્ણ કરવામાં આવી હતી. ઘટના ને લઈને સરકારી વકીલે આ ગુનાને ‘રેરેસ્ટ ઓફ ધ રેર’ ગણાવીને આરોપી માટે ફાંસીની માંગ કરી હતી. 12 જાન્યુઆરીએ કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો હતો શું હતી ઘટના રાજકોટ જિલ્લાના આટકોટ તાલુકાના કાનપરમાં ગત…
બાળકો ગોખણિયા શિક્ષણને કહેશે અલવિદા… રાજ્ય સરકારની નવતર પહેલ, “જાદુઈ પીટારા” આપવાની પ્રક્રિયા શરૂ
આજના ટેક્નોલોજીના યુગમાં બાળકો માત્ર પુસ્તકો આધારિત શિક્ષણ નહિ, પણ રમત-ગમત અને પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ લઈ શકે તે માટે કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકાર દ્વારા એક નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા તેમજ ધોરણ 1 અને 2 ના બાળકો માટે 74 હજારથી વધુ “જાદુઈ પીટારા” આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ જાદુઈ પીટારાનો રાજ્યના 12.35 લાખથી વધુ વિધાર્થીઓને સીધો લાભ મળશે. દેશના બાળકો ગોખણિયું શિક્ષણ છોડી પ્રવૃત્તિલક્ષી શિક્ષણ મેળવે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા “જાદુઈ પીટારા”ની નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. આ જાદુઈ પીટારા ગુજરાતની તમામ સરકારી પ્રાથમિક શાળાઓ, બાલવાટિકા તેમજ ધોરણ 1 અને 2 ના વિદ્યાર્થીઓને આપનારું ગુજરાત દેશનું પ્રથમ…
Ahmedabad : વસ્ત્રાપુર હાટ ખાતે ‘ક્રાફ્ટરૂટ’ પ્રદર્શનનું રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલાના હસ્તે ભવ્ય ઉદઘાટન, કારીગરોની મહેનતને બિરદાવી
અમદાવાદમાં વસ્ત્રાપુર હાટ ખાતે શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલાની ઉપસ્થિતિમાં ક્રાફ્ટરૂટ સંસ્થાના દેશભરમાંથી આવેલા કારીગરોની કૃતિઓના પ્રદર્શનનો ઉદઘાટન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના મુખ્ય અતિથિ દર્શનાબેન વાઘેલાએ અમદાવાદ હાટમાં ક્રાફ્ટરૂટ પ્રદર્શનનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, ક્રાફ્ટરૂટના સંસ્થાપક અનારબહેન પટેલે વર્ષોથી હસ્તકલા અને કારીગરોની પ્રગતિ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે અને તેમના પ્રયત્નોથી જ આજે ક્રાફ્ટરૂટ સંસ્થા દેશમાં પ્રથમ હરોળમાં સ્થાન પામી છે. તેમણે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલના વારસાને આગળ ધપાવવા બદલ સંસ્થાની પ્રશંસા કરી હતી. કારીગરોની મહેનતને બિરદાવી મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકાર કારીગરોને યોગ્ય બજાર અને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે સતત ચિંતિત છે, જેના ભાગરૂપે જ દેશભરમાં ‘સ્વદેશી મેળા’નું આયોજન કરવામાં આવે છે જેથી સ્થાનિક કલાને પ્રોત્સાહન મળે. તેમણે…
















