કહેવાય છે કે ફિલ્મોએ સાપ્રંત સમયનાં સમાજનું પ્રતિબિંબ હોય છે. ફિલ્મો દ્વારા જેતે સમયનાં સામાજીક જીવન અને જીવન પદ્ધતિ સહિત સામાજીક માનસને સરળતાથી જાણી શકાય છે. જો વાત કરવામાં આવે સાપ્રાંત ગુજરાતી સિને જગતની કે ફિલ્મોની તો કહેવુ જરા પણ આતિશયોક્તિ નહીં લાગે કે, ગુજરાતી ફિલ્મોનો સુવર્ણ યુગ ફરીથી પાછો ફર્યો છે એવું આજે ગર્વથી કહી શકાય. એક સમય હતો જ્યારે ગુજરાતી સિનેમાને માત્ર મર્યાદિત પ્રેક્ષકો સુધી જ સીમિત માનવામાં આવતું પરંતુ આજે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. ગુજરાતી ફિલ્મો હવે માત્ર મનોરંજન પૂરતી નથી રહી પરંતુ સમાજને દિશા આપતી, સંસ્કારોને જાળવતી, યુવા પેઢીને માર્ગદર્શન આપતી અને પરિવાર સાથે જોઈ શકાય તેવી સંદેશસભર કૃતિઓ તરીકે ઉભરી રહી છે.
સમય સાથે બદલાવ અનિવાર્ય છે અને આ બદલાવ પાછળ માત્ર કલાકારો જ નહીં, પરંતુ પડદા પાછળ મહેનત કરનાર પ્રોડ્યુસર, ડાયરેક્ટર, લેખક, સંગીતકાર, કોરિયોગ્રાફર, કેમેરામેન અને સમગ્ર ટીમનો અદભૂત પરિશ્રમ રહેલો હોય છે. આ જ મહેનત અને દ્રષ્ટિકોણનું એક ઉત્તમ ઉદાહરણ છે મારૂતિ આર્ટ ફિલ્મના બેનર હેઠળ બનેલી ગુજરાતી ફિલ્મ “કુકા ઈઝ મની કેસ” જે આજે પ્રેક્ષકોના દિલમાં ખાસ સ્થાન બનાવી રહી છે.
રાજ્યનાં અનેક સિનેમામાં સતત પાંચ સપ્તાહથી હાઉસફુલ ચાલી રહેલી આ ફિલ્મ માત્ર વ્યાપારિક સફળતા સુધી મર્યાદિત નથી, પરંતુ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક નવા રેકોર્ડની સ્થાપના કરી રહી છે. વિચારવા મજબૂર કરતી અને જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવતી આ ફિલ્મ આજે ચર્ચાનો વિષય બની છે. કહેવાત નારી સશક્તિકરણનાં જમાનામાં મહિલા પ્રોડ્યુસર દિવ્યા પટેલ સમાજને નવી દિશા આપતી રચનાત્મક અને સર્જનાત્મક નારી શક્તિ છે. આમ તો સર્જન અને સંવર્ધનએ નારીત્વનાં અભિન્ન અંગ જ છે. ફિલ્મના મુખ્ય પ્રોડ્યુસર દિવ્યા પટેલ ગુજરાતી ફિલ્મ જગતમાં એક એવું નામ છે, જેમણે વર્ષ 2004થી સતત એવી ફિલ્મો બનાવી છે જે મનોરંજન સાથે સમાજને કંઈક નવું શીખવે છે. તેમની ફિલ્મોનો મુખ્ય હેતુ માત્ર બોક્સ ઓફિસ હિટ નહીં પરંતુ સમાજના હૃદય સુધી પહોંચવાનો રહ્યો છે. દિવ્યા પટેલ હંમેશા એવા વિષયો પસંદ કરે છે જે લોકોના જીવનને સ્પર્શે, પરિવારોને જોડે અને યુવાનોને સાચા માર્ગ તરફ દોરી જાય. “કુકા ઈઝ મની કેસ” પણ એ જ વિચારસરણીનું જીવંત ઉદાહરણ છે. આ ફિલ્મમાં તેમની સાથે પ્રણવ દેસાઈ અને જુહી દેસાઈનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો છે જેમણે ફિલ્મને વધુ મજબૂત આધાર આપ્યો છે. હિમાંશુ પટેલનું દિગ્દર્શન એક સંદેશને જીવંત બનાવતી કલાત્મક દ્રષ્ટિ બની રહી છે. ફિલ્મના ડાયરેક્ટર હિમાંશુ પટેલે માત્ર એક ફિલ્મ બનાવી નથી પરંતુ સમાજને અરીસો બતાવવાનો પ્રયાસ કર્યો છે. આજની યુવા પેઢી ઝડપથી દેખાદેખી, વ્યસન, ખોટા રસ્તા અને ખોટી મહત્ત્વાકાંક્ષાઓ તરફ દોડી રહી છે ત્યારે આવી સ્થિતિમાં “કુકા ઈઝ મની કેસ” એક દિવા સમાન સાબિત થાય છે.
આ પણ વાંચો – શિવાજી મહારાજના ઈતિહાસ પર ઉઠ્યો વિવાદ, રિતેશ દેશમુખનો તીખો પ્રતિકાર
હિમાંશુ પટેલે સ્ટોરીને એટલી અસરકારક રીતે પડદા પર ઉતારી છે કે દરેક દ્રશ્ય પ્રેક્ષકોને વિચારવા મજબૂર કરે છે પૈસા કમાવા જરૂરી છે, પરંતુ કયા રસ્તે કમાવા તે વધુ મહત્વનું છે. ફિલ્મનો આ મુખ્ય સંદેશ આજે હજારો યુવાઓ માટે જીવનનો ટર્નિંગ પોઇન્ટ બની રહ્યો છે. ફિલ્મની સ્ટોરી શ્રીકાંત રાઠોડે ખૂબ જ ગહનતા અને વાસ્તવિકતા સાથે લખી છે. “કુકા” એટલે પૈસા અને પૈસા દરેકને જોઈએ જ છે, પરંતુ પૈસા મેળવવાના રસ્તાઓ માણસ અને માણસાઇના આવનાર ભવિષ્યનો નિર્ણય કરે છે. સુપર સોનિક સ્પીડનાં આજના યુગમાં ઘણા યુવાનો ઝડપથી સફળતા મેળવવાની લાલચમાં ખોટા રસ્તા પસંદ કરે છે. “કુકા ઈઝ મની કેસ” ફિલ્મ આ જ મુદ્દાને સ્પર્શે છે અને સમજાવે છે કે ખોટી દિશામાં મળેલી ચમક તાત્કાલિક હોઈ શકે, પરંતુ સાચા માર્ગની મહેનત જ જીવનને સાચો અર્થ આપે છે.
ફિલ્મમાં અમીર-ગરીબનો ભેદ, વ્યસન, દેખાદેખી, વલ્ગેરિટી, સંસ્કારો, અભિમાન અને પરિવારના મૂલ્યો જેવા અનેક પાસાઓને અત્યંત રજૂ કરવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે. સંગીત અને ગીતોની હૃદયને સ્પર્શતી સૂરમય સફરની વાત કરીએ તો મિકુલ સોની દ્વારા આપવામાં આવેલ સંગીત ફિલ્મને ભાવનાત્મક ઊંચાઈ આપે છે. ફિલ્મના ત્રણેય ગીતો માત્ર સાંભળવા માટે નથી પરંતુ ફિલ્મના સંદેશને વધુ ઊંડાણથી અનુભવાડે છે. અરવિંદ વેગડા અને ઉમેશ બારોટના સ્વરમાં ગવાયેલા ગીતો ગુજરાતી સંગીતપ્રેમીઓ માટે ખાસ આકર્ષણ બની રહ્યા છે. ગીતો ફિલ્મની લાગણીઓને શબ્દ અને સ્વર દ્વારા જીવંત બનાવે છે ક્યાંક પ્રેરણા, ક્યાંક સંઘર્ષ અને ક્યાંક જીવનની સાચી સમજ.
રાજ સીનોજીયાની કોરિયોગ્રાફી અને મહેન્દ્ર સભાણીની સિનેમેટોગ્રાફી પણ અદભુત છે દ્રશ્યોને આત્મા આપતું સર્જન છે. ફિલ્મના કોરિયોગ્રાફર રાજ સીનોજીયાએ ગીતોને દ્રશ્યરૂપે આકર્ષક બનાવ્યા છે જ્યારે કેમેરામેન મહેન્દ્ર સભાણીએ ગાંધીનગર, અમદાવાદ, ગોવા અને ગુજરાતના વિવિધ સુંદર સ્થળોને પડદા પર અદ્ભુત રીતે કેદ કર્યા છે. દરેક દ્રશ્યમાં ગુજરાતની ધરતીની સુગંધ, સમાજની વાસ્તવિકતા અને ફિલ્મનો ભાવનાત્મક સ્પર્શ જોવા મળે છે. ફિલ્મનું ફિલ્માંકન એટલું મજબૂત છે કે પ્રેક્ષક માત્ર ફિલ્મ નથી જોતો પરંતુ તેને અનુભવે છે.
અભિનય પાત્રોને જીવંત બનાવતી કલાકારોની મહેનત પણ અવિસ્મરણીય છે
અરવિંદ વેગડા, ચેતન દૈયા, સમર્થ શર્મા, મેઘા ભટ્ટી, ભરત ઠક્કર, કીન્નર નાયક, કૃતિકા સોની, રાજવી પટેલ, ધૃતિ પટેલ, મોહિત શર્મા, મેહુલ બારોટ, પાર્થ બારોટ, ઉત્કર્ષ ખત્રી, એસ. એન. શર્મા, પરેશ સંઘવી, આદિત્ય વાઘેલા, શિખા પટેલ અને ઝલક પટેલ સહિતના તમામ કલાકારોએ પોતાના પાત્રોને જીવંત બનાવી દીધા છે. દરેક પાત્ર માત્ર અભિનય પૂરતું નથી લાગતું પરંતુ સમાજના કોઈને કોઈ વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે. આ જ ફિલ્મની સૌથી મોટી તાકાત છે.
આ પણ વાંચો – વેકેશન ડેસ્ટિનેશન અમદાવાદ: મનોરંજન અને જ્ઞાનનો અદભૂત સંગમ
યુવા પેઢી માટે પ્રેરણાસ્ત્રોત
“કુકા ઈઝ મની કેસ” આજની પેઢી માટે માત્ર ફિલ્મ નથી એ એક ચેતવણી છે, એક માર્ગદર્શન છે અને એક પ્રેરણાસ્ત્રોત છે.
ઘણા યુવાઓ અને યુવતીઓ આ ફિલ્મ જોઈને પોતાના જીવન વિશે ફરી વિચારવા મજબૂર થયા છે. ઘણા પરિવારોને આ ફિલ્મ દ્વારા પોતાના સંતાનો સાથે ચર્ચા કરવાનો એક મહત્વપૂર્ણ વિષય મળ્યો છે. ફિલ્મ એ સમજાવે છે કે સફળતા માત્ર પૈસાથી નથી માપાતી પરંતુ જીવનમાં અપનાવેલા મૂલ્યો, સંસ્કારો અને યોગ્ય નિર્ણયો દ્વારા માપાય છે.
ગુજરાતી સિનેમાની વધતી ઊંચાઈ
મારૂતિ આર્ટ ફિલ્મના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ સાબિત કરે છે કે ગુજરાતી સિનેમા હવે માત્ર પ્રાદેશિક મર્યાદામાં નથી પરંતુ ગુણવત્તા, વિષય અને સંદેશમાં રાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરવા સક્ષમ છે. દિવ્યા પટેલ અને તેમની ટીમે ફરી એકવાર બતાવી દીધું છે કે જો હેતુ સારો હોય, વિચાર મજબૂત હોય અને સમાજ પ્રત્યે જવાબદારી હોય તો ફિલ્મ માત્ર હિટ નથી થતી પરંતુ લોકોના જીવનમાં સ્થાન બનાવી લે છે. “કુકા ઈઝ મની કેસ” એક એવી ફિલ્મ છે જે દરેક ગુજરાતી પરિવારે ઓછામાં ઓછી એક વખત સાથે બેસીને જોવી જ જોઈએ. આ ફિલ્મ માત્ર મનોરંજન નહીં પરંતુ જીવનનું દિશાદર્શન આપે છે. જ્યાં એક તરફ યુવા પેઢી ભટકી રહી છે ત્યાં આવી ફિલ્મો સમાજ માટે આશાની કિરણ સમાન છે. દિવ્યા પટેલ, હિમાંશુ પટેલ અને સમગ્ર ટીમે ગુજરાતી સિનેમાને ગૌરવ અપાવતું એક એવું સર્જન આપ્યું છે જે લાંબા સમય સુધી યાદ રહેશે. ગુજરાતના જનજન સુધી આ ફિલ્મ પહોંચવી જોઈએ કારણ કે આ ફિલ્મમાં માત્ર વાર્તા નથી આ ફિલ્મમાં સમાજ છે, સંસ્કાર છે, સંઘર્ષ છે, અને સૌથી મહત્વનું સાચા માર્ગે આગળ વધવાની પ્રેરણા છે. “કુકા ઈઝ મની કેસ” પૈસાની નહીં પરંતુ જીવનની સાચી કિંમત સમજાવતી ફિલ્મ છે.
#Kuka #Kuka_is_Money_Case #inspirational #direction_of_Gujarati #cinema #social_message #younger #generation #young_generation #newgeneration #genZ
Follow us on
- WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https://bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276






