અમદાવાદના ઈસ્કોન ચાર રસ્તા પાસે ભીષણ આગ, અનેક બાઈક અને એક્ટિવા બળીને ખાક

અમદાવાદના વ્યસ્ત ઇસ્કોન ક્રોસ રોડ નજીક આજે ભીષણ આગની ઘટના સર્જાતા વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ગેસના બાટલામાં અચાનક આગ ફાટી નીકળતા જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ વાઈડ એંગલની સામે આવેલા પાર્કિંગ વિસ્તારમાં પાર્ક કરાયેલા વાહનો અને એલપીજી સિલિન્ડરમાં આગ લાગી હતી. આગની ઝપેટમાં આવી કુલ પાંચ એક્ટિવા અને ચાર બાઈક બળીને ખાક થઈ ગયા હતા. આગ ઝડપથી ફેલાતા આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને સ્થળ પર દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા પ્રહલાદનગર ફાયર સ્ટેશનની બે ફાયર ટીમો ચાર ફાયર ગાડીઓ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે…

21 જૂનની પોલીસ ભરતી પરીક્ષા મોકૂફ, નવી તારીખ ટૂંક સમયમાં જાહેર થશે

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 21 જૂનના રોજ યોજાનારી પોલીસ ભરતીની વિવિધ લેખિત પરીક્ષાઓ મોકૂફ રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. NEET પરીક્ષાના આયોજન અને વહીવટી વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે. મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષાઓમાં વાયરલેસ PSI, હેડ કોન્સ્ટેબલ તેમજ ડ્રાઈવર મેકેનિક જેવી પોસ્ટોની લેખિત પરીક્ષાઓનો સમાવેશ થાય છે. રાજ્યભરના હજારો ઉમેદવારો આ પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત હતા ત્યારે અચાનક લેવાયેલા નિર્ણયને લઈને ઉમેદવારોમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. પોલીસ ભરતી બોર્ડના સૂત્રો અનુસાર, પરીક્ષા કેન્દ્રો, સ્ટાફ અને અન્ય વહીવટી વ્યવસ્થામાં કોઈ ગેરસમજ અથવા અવ્યવસ્થા ન સર્જાય તે માટે પરીક્ષા મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. NEET જેવી મોટી પરીક્ષાના કારણે અનેક સ્થળોએ વહીવટી દબાણ ઉભું થવાની શક્યતા હતી. બોર્ડે સ્પષ્ટ કર્યું છે…

ગુજરાતના દરિયાકાંઠે 1 જૂનથી ફિશિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ, 61 દિવસ સુધી બોટો નહીં ઉતરે દરિયામાં

ગુજરાતના સાગરકાંઠા વિસ્તારોમાં ચોમાસાની ઋતુ અને માછલીઓના પ્રજનન કાળને ધ્યાનમાં રાખીને 1 જૂનથી માછીમારી પર સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા આ અંગે સત્તાવાર પરિપત્ર બહાર પાડીને તમામ માછીમારોને સૂચના આપવામાં આવી છે. જાહેરનામા મુજબ પશ્ચિમ દરિયાકાંઠા વિસ્તારમાં 1 જૂનથી 15 ઓગસ્ટ સુધી કુલ 61 દિવસ માટે આંતર્દેશીય અને પ્રાદેશિક જળ વિસ્તારમાં માછીમારી બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન યાંત્રિક બોટો, ટ્રોલર્સ અને ઊંડા દરિયામાં જતાં જહાજોને દરિયામાં જવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. દર વર્ષે ચોમાસા દરમિયાન લાગુ થતો આ ફિશિંગ બાન દરિયાઈ જીવસૃષ્ટિના સંવર્ધન અને માછલીઓના પ્રજનન માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન મોટા ભાગના માછીમારો પોતાની બોટોનું સમારકામ, જાળની મરામત તેમજ સામાજિક પ્રસંગો પૂર્ણ કરતા હોય છે. મત્સ્યોદ્યોગ વિભાગે…

અમદાવાદના SG હાઈવે પર હિટ એન્ડ રન, બેફામ ડમ્પરની ટક્કરે યુવકનું મોત

અમદાવાદ શહેરના એસ.જી. હાઈવે પર મંગળવારે વહેલી સવારે ગમખ્વાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. બેફામ ઝડપે દોડી રહેલા ડમ્પરે એક્ટિવા ચાલક યુવકને અડફેટે લેતા 23 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ડમ્પર ચાલક વાહન લઈને ફરાર થઈ ગયો હતો. મૃતક યુવકની ઓળખ સરખેજ વિસ્તારમાં આવેલા વિનાયક હોમ્સમાં રહેતા 23 વર્ષીય ધાર્મિક સંજયભાઈ ચોટાલીયા તરીકે થઈ છે. માહિતી અનુસાર ધાર્મિક આજે સવારે આશરે 8 વાગ્યા પહેલાં પોતાનું એક્ટિવા લઈને એસ.જી. હાઈવે પર YMCAથી સાણંદ સર્કલ તરફ સર્વિસ રોડ પરથી જઈ રહ્યા હતા. આ દરમિયાન બ્લુ લગૂન પાર્ટી પ્લોટ સામે અને એનરાઇઝ ગ્લાન્સ સાઇડના ગેટ નજીક એક બેફામ ડમ્પર ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારીને ધાર્મિકના એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી…

ઈંધણ બચાવવા ગુજરાત સરકારના 11 કડક આદેશ, જિલ્લા બહાર પ્રવાસ પર પ્રતિબંધ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઈંધણ બચત અને આત્મનિર્ભરતા અંગે કરાયેલી અપીલ બાદ ગુજરાત સરકારે રાજ્યની તમામ સરકારી કચેરીઓ માટે કડક માર્ગદર્શિકા જાહેર કરી છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ સરકારી અધિકારીઓના પ્રવાસ, વાહનોના ઉપયોગ અને ખરીદી નીતિઓમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. – નવી સૂચનાઓ અનુસાર અનિવાર્ય સંજોગો સિવાય અધિકારીઓ માટે વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉપરાંત જિલ્લા બહારની મુસાફરી પણ શક્ય હોય ત્યાં સુધી ટાળવાની રહેશે અને જરૂરી હોય તો નિયંત્રણ અધિકારીની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત બનાવાઈ છે. – સરકાર દ્વારા સરકારી બેઠકો અને મિટિંગ્સ માટે વીડિયો કોન્ફરન્સિંગ, ઈ-મેઈલ અને ઓનલાઈન માધ્યમોનો મહત્તમ ઉપયોગ કરવાનો આદેશ અપાયો છે. રાજ્ય બહાર અથવા કેન્દ્ર સરકાર સાથેની બેઠકોમાં પણ ઓનલાઈન…

સચિવાલયના વહીવટી માળખામાં મોટો ફેરફાર: 80થી વધુ અધિકારીઓની બદલી અને બઢતી

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા સચિવાલયના વહીવટી માળખામાં મોટાપાયે ફેરફારો કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા તાજા આદેશોમાં 80થી વધુ અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. માહિતી અનુસાર, સેક્શન ઓફિસર અને વર્ગ-2 કક્ષાના અનેક અધિકારીઓને ઉપ સચિવ વર્ગ-1 લેવલ-10 તરીકે બઢતી આપવામાં આવી છે. બઢતી મેળવનાર અધિકારીઓને ગૃહ, મહેસૂલ, આરોગ્ય, માર્ગ અને મકાન, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી જેવા મહત્વના વિભાગોમાં નવી નિમણૂકો આપવામાં આવી છે. આ સાથે કેટલાક અધિકારીઓને તેમની હાલની જવાબદારી ઉપરાંત વધારાનો કાર્યભાર પણ સોંપવામાં આવ્યો છે. બીજી તરફ, ઉપ સચિવ વર્ગ-1ના અંદાજે 12 અધિકારીઓની વિવિધ વિભાગોમાં બદલી કરીને નવી જવાબદારીઓ સોંપાઈ છે. રાજ્ય સરકારના આ નિર્ણયને સચિવાલયની કાર્યક્ષમતા વધારવા અને વિભાગીય કામગીરીને વધુ ઝડપી તથા સુવ્યવસ્થિત…

ગુજરાત સરકારમાં IAS અધિકારીઓની બદલી અને નવી નિમણૂકો જાહેર, જાણો વિગત

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા IAS અધિકારીઓની બદલી, વધારાનો ચાર્જ અને નવી નિમણૂકો અંગે મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રાજ્ય પ્રશાસનમાં થયેલા આ ફેરફારો હેઠળ કેટલાક વરિષ્ઠ અધિકારીઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. IAS ડૉ. રતનકંવર એચ. ગઢવીચરણને વધારાનો ચાર્જ હાલમાં કમિશનર ઓફ હેલ્થ (રૂરલ) અને નેશનલ હેલ્થ મિશનના એક્સ-ઓફિસિયો મિશન ડાયરેક્ટર તરીકે કાર્યરત IAS ડૉ. રતનકંવર એચ. ગઢવીચરણને હવે ગાંધીનગર ખાતે કમિશનર, ન્યુટ્રિશન મિશનનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આ પદને સેક્રેટરી કક્ષાના સમકક્ષ ગણાવવામાં આવ્યું છે. IAS બી.એ. શાહની કાયમી બદલી ગાંધીનગરમાં સેટલમેન્ટ કમિશનર અને ડાયરેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડ્સ તરીકે ફરજ બજાવતા IAS બી.એ. શાહની હવે કમિશનર ઓફ લેન્ડ રિફોર્મ્સ અને એક્સ-ઓફિસિયો સેક્રેટરી (મહેસૂલ વિભાગ) તરીકે કાયમી બદલી…

અમદાવાદ એરપોર્ટ પર 45 કરોડનું હેરોઇન ઝડપાયું, કેરળના મુસાફરની ધરપકડ

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે ડ્રગ્સ હેરાફેરીના મોટા કેસનો પર્દાફાશ કર્યો છે. મલેશિયાના કુઆલાલંપુરથી આવેલી ફ્લાઇટમાં મુસાફરી કરનાર એક વ્યક્તિ પાસેથી અંદાજે 9.30 કિલોગ્રામ હેરોઇનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે ₹45 થી ₹50 કરોડ જેટલી હોવાનું અનુમાન છે. હેન્ડ બેગની તપાસમાં ખુલ્યો કેસ શંકાસ્પદ મુસાફરના હેન્ડ બેગના એક્સ-રે સ્ક્રીનિંગ દરમિયાન અધિકારીઓને શંકાસ્પદ છબીઓ જોવા મળી હતી. ત્યારબાદ બેગની વિગતવાર તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન “ફૂડ સપ્લિમેન્ટ” અને “કોકોનટ ફ્લેવર”ના લેબલવાળા પેકેટ મળ્યા હતા. પરંતુ તેને ખોલતા અંદરથી સફેદ પાવડર અને દાણાદાર પદાર્થ મળી આવ્યો હતો. FSLની પ્રાથમિક તપાસમાં તે હેરોઇન હોવાનું પુષ્ટિ થયું હતું. કેરળના આરોપીની ધરપકડ કસ્ટમ્સ વિભાગે NDPS Act, 1985 હેઠળ ગુનો નોંધ્યો છે અને…

ઉનાના S.M.V.S. સ્વામી નારાયણ મંદિર ખાતે ૧૬મો પાટોત્સવ ભવ્યતાથી ઉજવાયો, ભગવાનને ધરાવાયેલી કેરીઓનું જરૂરિયાતમંદોમાં કરાયું વિતરણ

ઉનાના S.M.V.S. સ્વામી નારાયણ મંદિર ખાતે ૧૬મો પાટોત્સવ ભવ્યતાથી ઉજવાયો, ભગવાનને ધરાવાયેલી કેરીઓનું જરૂરિયાતમંદોમાં કરાયું વિતરણ ઉના: સૌરાષ્ટ્રના પ્રખ્યાત ધાર્મિક સ્થળો પૈકીના એક એવા ઉના સ્થિત S.M.V.S. સ્વામી નારાયણ મંદિર ખાતે ભગવાનનો ૧૬મો પાટોત્સવ અત્યંત ભક્તિભાવ, હર્ષોલ્લાસ અને ધાર્મિક ઉત્સાહભર્યા વાતાવરણમાં ઉજવવામાં આવ્યો હતો. આ મંગલમય પ્રસંગે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં હરિભક્તો અને શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. ઉનાળાની સિઝનમાં ભગવાનને ધરાવાયો કેરીનો ભવ્ય અન્નકૂટ ૧૬મા પાટોત્સવના આ પવિત્ર અવસરે મંદિરમાં બિરાજમાન ભગવાન સ્વામિનારાયણને ઉનાળાની સિઝનની ખાસ ભેટ એટલે કે અસંખ્ય પાકી કેરીઓનો વિશાળ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. ભગવાન સન્મુખ કલાત્મક રીતે ગોઠવવામાં આવેલો કેરીનો આ મનોહર અન્નકૂટ દર્શનાર્થીઓ માટે ભારે…

ડિજિટલ ઈન્ડિયાનો નવો અધ્યાય: CM ભૂપેન્દ્ર પટેલે કરાવી ‘જનગણના ૨૦૨૭’ ની શરૂઆત, દેશમાં પ્રથમ વખત નાગરિકો જાતે કરી શકશે ઓનલાઈન સ્વ-ગણતરી

ડિજિટલ ઈન્ડિયાનો નવો અધ્યાય: CM ભૂપેન્દ્ર પટેલે કરાવી ‘જનગણના ૨૦૨૭’ ની શરૂઆત, દેશમાં પ્રથમ વખત નાગરિકો જાતે કરી શકશે ઓનલાઈન સ્વ-ગણતરી ગાંધીનગર: ગુજરાતમાં વસ્તી ગણતરી (Census 2027) પ્રક્રિયાને લઈને એક ઐતિહાસિક શરૂઆત થઈ ચૂકી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જનગણના ૨૦૨૭ અંતર્ગત પોતાના પરિવારની વિગતો ઓનલાઈન માધ્યમથી સબમિટ કરીને વસ્તી ગણતરીની ‘સ્વ-ગણતરી’ (Self-Enumeration) પદ્ધતિનો રાજ્યવ્યાપી ઔપચારિક પ્રારંભ કરાવ્યો છે. આ સાથે જ તેમણે ગુજરાતના તમામ નાગરિકોને આ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કવાયતમાં સક્રિયપણે ભાગ લેવા અનુરોધ કર્યો છે. ૧૫ દિવસની સમયમર્યાદા: ૩૧ મે ૨૦૨૬ સુધી નાગરિકો જાતે વિગતો ભરી શકશે રાજ્યના લોકોને આજથી ૧૭ મે થી ૩૧ મે, ૨૦૨૬ સુધીના નિર્ધારિત ૧૫ દિવસના સમયગાળામાં પોતાની જરૂરી વિગતો જાતે ઓનલાઇન ભરીને આ પ્રક્રિયામાં સહભાગી થવાની તક મળશે. આ પહેલ…