શાપર ગામમાં માનવ સેવા માટે નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ: ગ્રામજનોને મળશે ૨૪ કલાક ઝડપી આરોગ્ય સેવા
શાપર: માનવ સેવા એ જ પ્રભુ સેવાના મંત્રને સાર્થક કરતા રાજકોટના શાપર ગામમાં આરોગ્ય ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સુવિધાનો ઉમેરો થયો છે. ગ્રામજનોને આકસ્મિક સમયે ત્વરિત સારવાર મળી રહે તે હેતુથી ગામમાં અત્યાધુનિક એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સ્વ. રળિયાતબેન ટીલારાના સ્મરણાર્થે ભવ્ય ભેટ આ સેવાનું ઉમદા કાર્ય દાતાશ્રી ધર્મેશભાઈ રણછોડભાઈ ટીલારા દ્વારા કરવામાં આવ્યું છે. તેમણે પોતાના માતૃશ્રી સ્વ. રળિયાતબેન રણછોડભાઈ ટીલારાના પુણ્ય સ્મરણાર્થે શાપર ગ્રામ પંચાયતને આ નવી એમ્બ્યુલન્સ અર્પણ કરી છે. આ પહેલ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ગામના જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર હોસ્પિટલ પહોંચાડી તેમનો જીવ બચાવવાનો છે. ઇમર્જન્સી સારવારમાં સાબિત થશે આશીર્વાદરૂપ શાપર અને તેની આસપાસના વિસ્તારમાં ઘણીવાર ઇમર્જન્સી સમયે વાહનની સુવિધા ન મળવાને કારણે મુશ્કેલીઓ સર્જાતી હોય છે. હવે આ નવી એમ્બ્યુલન્સ સેવા શરૂ…
Asian Weightlifting Championships 2026: જ્ઞાનેશ્વરી યાદવે ભારતને અપાવ્યા સિલ્વર અને બ્રોન્ઝ મેડલ, જાણો પૂરી વિગત
ગુજરાતની ધરતી પર રમાઈ રહેલી Asian Senior Weightlifting Championships 2026 માં ભારતીય ખેલાડીઓ પોતાનો દબદબો જાળવી રહ્યા છે. સ્પર્ધાના ત્રીજા દિવસે ભારતની સ્ટાર વેઈટલિફ્ટર જ્ઞાનેશ્વરી યાદવે (Gyaneshwari Yadav) શાનદાર પ્રદર્શન કરતા બે મેડલ પોતાના નામે કર્યા છે. આ જીત સાથે ભારતે એશિયન સ્ટેજ પર પોતાની પકડ મજબૂત બનાવી છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે એશિયાઈ ખેલાડીઓનો જંગ ગાંધીનગરના પ્રતિષ્ઠિત મહાત્મા મંદિર એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે 11 મે 2026 થી આ ચેમ્પિયનશિપનો પ્રારંભ થયો છે. આ ટુર્નામેન્ટમાં એશિયાના 28 દેશો અને 2 કોમનવેલ્થ દેશોના કુલ 178 ચુનંદા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. મહત્વની વાત એ છે કે આ ઇવેન્ટ 2026 કોમનવેલ્થ ગેમ્સ માટે ક્વોલિફાઇંગ રાઉન્ડ તરીકે પણ કામ કરી રહી છે. જ્ઞાનેશ્વરી યાદવનું શાનદાર પ્રદર્શન: 53Kg કેટેગરી સ્પર્ધાના…
વેકેશન ડેસ્ટિનેશન અમદાવાદ: મનોરંજન અને જ્ઞાનનો અદભૂત સંગમ
વેકેશન ડેસ્ટિનેશન અમદાવાદ: મનોરંજન અને જ્ઞાનનો અદભૂત સંગમ આ વેકેશનમાં માણો અમદાવાદી મિજાજ: ‘સ્માર્ટ અમદાવાદ’નો નવો નજારો મનોરંજન, વિજ્ઞાન અને પરંપરા: અમદાવાદના પ્રવાસમાં બધું જ એકસાથે અમદાવાદ આજે જે ઊંચાઈ પર પહોંચ્યું છે, તેનો સંપૂર્ણ શ્રેય સરકારના મજબૂત વિઝન અને પ્રવાસન ક્ષેત્રે લીધેલા ક્રાંતિકારી નિર્ણયોને જાય છે. માત્ર એક ઔદ્યોગિક કેન્દ્રમાંથી અમદાવાદને આંતરરાષ્ટ્રીય સ્તરનું ‘ટૂરિસ્ટ હબ’ બનાવવામાં સરકારની વિવિધ યોજનાઓ અને આધુનિક પ્રોજેક્ટ્સે પાયાની ભૂમિકા ભજવી છે. જેમાં ેેઉનાળાનું વેકેશન પડતા જ બાળકોથી લઈને મોટેરાઓ સુધી સૌ કોઈ ક્યાંક બહાર ફરવા જવાનું આયોજન કરતા હોય છે. જો તમે પણ આ વેકેશનમાં કોઈ એવા શહેરની શોધમાં હોવ જ્યાં ઈતિહાસ પણ હોય અને આધુનિકતા પણ, તો અમદાવાદ એ શ્રેષ્ઠ વિકલ્પ છે. ‘હેરિટેજ સિટી’ તરીકે જાણીતું આ શહેર હવે…
ધર્મભૂમિ પર ધર્મભક્તિ, દેશભક્તિ, સૈન્યશક્તિનો સંગમ
ધર્મભૂમિ પર ધર્મભક્તિ, દેશભક્તિ, સૈન્યશક્તિનો સંગમ … સોમનાથ મંદિર પર એરફોર્સની ટીમ દ્વારા ૧૧મીએ સવારે ૧૧ કલાકે “સૂર્યકિરણનો શૌર્યાભિષેક”, દિલધડક એર શો ૦૦૦ રિહર્સલમાં જ પાયલટોએ સાહસભર્યા કરતબો થકી લોકોના દિલ જીત્યા ૦૦૦ વેરાવળ, તા. ૧૦ મે ૨૦૨૬ – સોમનાથ મંદિરના પુન: નિર્માણના ૭૫ વર્ષ નિમિત્તે “સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬”ની ભવ્ય ઉજવણી થઈ રહી છે. આ અવસરે ભારતીય વાયુસેનાની સુપ્રસિદ્ધ ‘સૂર્યકિરણ એરોબેટિક ટીમ’ (SKAT) દ્વારા ૧૧ મેના રોજ મંદિરના આકાશમાં અદભૂત હવાઈ કરતબોનું નિદર્શન કરવામાં આવશે. આજે સવારે જ્યારે સૂર્યકિરણની ટીમ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું ત્યારે પાયલટોના સાહસભર્યા ઉડાનો જોઈને હાજર લોકો દંગ રહી ગયા હતા અને હર્ષનાદ સાથે એરફોર્સના પાયલટને વધાવી લીધા હતા. સૂર્યકિરણ ટીમના વિંગ કમાન્ડર શ્રી જનમીત શર્મા તરફથી મળતી માહિતી મુજબ, ભારતીય વાયુસેનાના એમ્બેસેડર…
ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન (IWLF) દ્વારા ગાંધીનગરમાં એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૬ યોજાશે
ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન (IWLF) દ્વારા ગાંધીનગરમાં એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૬ યોજાશે ** ૩૧ દેશોના આશરે ૨૦૦ રમતવીરો, ૨૦૦ જેટલા કોચ, સપોર્ટ સ્ટાફ, પ્રતિનિધિઓની ઉપસ્થિતિ ** ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન (IWLF) દ્વારા ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે તા. ૧૧થી ૧૭ મે, ૨૦૨૬ દરમિયાન એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ૩૧ દેશોના આશરે ૨૦૦ રમતવીરો, ૨૦૦ જેટલા કોચ, સપોર્ટ સ્ટાફ, પ્રતિનિધિઓ અને મેનેજરો; ૫૦ જેટલા આંતરરાષ્ટ્રીય ટેકનિકલ અધિકારીઓ, ઇન્ટરનેશનલ વેઇટલિફ્ટિંગ ફેડરેશન (IWF) અને એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન (AWF) ના પ્રમુખ અને જનરલ સેક્રેટરી સહિત ૫૦ વિશિષ્ટ અતિથિઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે. એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન એક્ઝિક્યુટિવ બોર્ડ અને વાર્ષિક કોંગ્રેસની બેઠકો પણ ૧૨ મે, ૨૦૨૬ના રોજ અમદાવાદના ખાતે યોજાશે. ભારતીય રમતગમત માટે આ એક પ્રતિષ્ઠિત પ્રસંગ છે કારણ…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના સનાતન રામધામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થયા
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના સનાતન રામધામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થયા મુખ્યમંત્રીશ્રીએ નવનિર્મિત શ્રીરામ દરબાર તથા અન્ય મૂર્તિઓનાં દર્શન કરી, રાજ્યના નાગરિકોની સુખાકારી માટે મંગલ કામના કરી ** મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રવિવારે અમદાવાદના થલતેજ સ્થિત શ્રી સનાતન રામધામ મંદિર ખાતે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે મુખ્યમંત્રીશ્રી શ્રીરામ દરબાર તથા અન્ય મૂર્તિઓનાં દર્શન-પૂજન કરી, મહાઆરતીમાં સહભાગી થયા હતા અને રાજ્યના નાગરિકોની સુખાકારી માટે મંગલ કામના કરી હતી. આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આશરે ૯૦ વર્ષ જૂના આ મંદિરનો પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા અન્ય દાતાઓના સહયોગથી જિર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. આ મંદિરના મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠાના ૧૦ દિવસીય મહોત્સવના અંતિમ દિવસે મુખ્યમંત્રીશ્રીએ ભક્તિ અને સનાતન…
Census2026/ 1 જૂનથી શરૂ, ગુજરાતીઓ તૈયાર રહો આ 33 સવાલોનાં જવાબ આપવા માટે
Gujarat Census 2026: ગુજરાતમાં આગામી 1 જૂન, 2026થી 30 જૂન, 2026 દરમિયાન રાજ્યવ્યાપી વસ્તી ગણતરી અને હાઉસ લિસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. આ વખતે સરકાર વસ્તી ગણતરીની (Gujarat Census 2026) પ્રક્રિયાને વધુ આધુનિક, ઝડપી અને ભૂલરહિત બનાવવા માટે સંપૂર્ણપણે ડિજિટલ ટેક્નોલોજી પર ભાર મૂકી રહી છે.
અગમ્ય કારણે આગ લાગી, ઘરની સાથે નસીબ પણ બળીને ખાખ
કહેવુ સહેલું હોય છે કે રાખમાંથી બેઠો થાય તે માનવી અને અમે તો ફિનિક્સ પક્ષી સમાન છીએ જે રાખમાંથી પુન:ઉત્પન થાય છે. જ્યારે પ્રશ્ન ધરતી પરનાં પોતાનાં સ્વર્ગ એવા પોતાનાં ઘરનો હોય ત્યારે આ તમામ વાતો સુફિયાણી જ લાગે. જે લોકો કોઇ પણ વાંક ગુના વિના જ પોતાનું ઘર ગુમાવી દેતા હોય છે તેની મનોદશા આવી સુફિયાણી વાતોને લઇને અકલ્પનીય થઇ જાય છે
સાદગીનું ઉત્તમ ઉદાહરણ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સામાન્ય નાગરિકની જેમ મેટ્રોમાં કરી મુસાફરી
ભારતીય લોકશાહીમાં જ્યારે ‘VIP કલ્ચર’ અને પ્રોટોકોલની ભભક સામાન્ય ગણાતી હોય, ત્યારે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રજૂ કરેલું ઉદાહરણ શાસન અને જનતા વચ્ચેના અંતરને ઓગાળનારું સાબિત થયું છે. ગાંધીનગરથી અમદાવાદ સુધીની તેમની મેટ્રો મુસાફરી માત્ર એક પ્રવાસ નહોતો, પરંતુ તે પદની ગરિમા અને વ્યક્તિગત સાદગીના સમન્વયની એક વિરલ ઘટના હતી.
નીતિ આયોગ દ્વારા IIM-અમદાવાદ ખાતે સસ્ટેનબલ ડેવલોપમેન્ટ ગોલ-5 જેન્ડર ઇક્વાલિટી અંગે વર્કશોપ યોજાયો
*નીતિ આયોગ દ્વારા IIM-અમદાવાદ ખાતે સસ્ટેનબલ ડેવલોપમેન્ટ ગોલ-5 જેન્ડર ઇક્વાલિટી અંગે વર્કશોપ યોજાયો* ****** *મહિલા સશક્તીકરણ માટે સહકારાત્મક અભિગમ સમયની માંગ: કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતિ અન્નપૂર્ણા દેવી* ******* *જાતીય સમાનતા માત્ર સામાજિક વિકાસનો મુદ્દો નથી, પરંતુ તે ન્યાય, સમાનતા અને બંધારણીય મૂલ્યો સાથે સંકળાયેલો વિષય છે: મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષા વકીલ* ******* *SDG-5 એટલે કે જાતીય સમાનતા માટે કેન્દ્ર, રાજ્ય, જિલ્લા અને સ્થાનિક સ્તરે સહકારથી કાર્ય કરવાની જરૂર છે: ડૉ. એમ. શ્રીનિવાસ, સભ્ય, નીતિ આયોગ* ****** નીતિ આયોગ દ્વારા IIM-અમદાવાદ ખાતે સસ્ટેનબલ ડેવલોપમેન્ટ ગોલ-5 ‘જેન્ડર ઇક્વાલિટી’ વિષયક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં મહિલા સશક્તીકરણ, મહિલા નેતૃત્વ આધારિત વિકાસ અને ડેટા આધારિત નીતિ અમલીકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી…















