અગમ્ય કારણે આગ લાગી, ઘરની સાથે નસીબ પણ બળીને ખાખ

કહેવુ સહેલું હોય છે કે રાખમાંથી બેઠો થાય તે માનવી અને અમે તો ફિનિક્સ પક્ષી સમાન છીએ જે રાખમાંથી પુન:ઉત્પન થાય છે. જ્યારે પ્રશ્ન ધરતી પરનાં પોતાનાં સ્વર્ગ એવા પોતાનાં ઘરનો હોય ત્યારે આ તમામ વાતો સુફિયાણી જ લાગે. જે લોકો કોઇ પણ વાંક ગુના વિના જ પોતાનું ઘર ગુમાવી દેતા હોય છે તેની મનોદશા આવી સુફિયાણી વાતોને લઇને અકલ્પનીય થઇ જાય છે.

આ પણ વાંચો – ગુજરાતનો 870 મેગાવોટનો પાવર બેકઅપ તૈયાર: વધારાની વીજળીનો સંગ્રહ કરતી બેટરી સિસ્ટમ

ગુજરાતીમાં ઘર માટે અનેક પ્રકારની કહાવતો છે. દુનિયાનો છેડો એટલે “ઘર”. ધરતી પરનું સ્વર્ગ એટલે “ઘર”. ઘર એ ફક્ત રેતી સીમેન્ટનું સ્ટ્રકચર નહીં પરંતુ કોઇ પણ માણસનાં સેન્ટીમેન્ટ્સ, યાદો, સબંધો વિગેરે વિગેરે અનેક વિષયવસ્તુનું સુંદર-સુયોજીત સંયોજન હોય છે. જ્યારે કોઇ માણસનું ઘર છીનવાય ત્યારે તેના માટે મરણ કરતા પણ મોટી બાબત કહેવાય. અને જો માણસ મોટો અને આર્થિક રીતે સદ્ધર હોય તે ફરી ઘરનું નિર્મણ કરી પણ લઇ શકે છે, પરંતુ જો માણસ સામાન્ય હોય તે ઘરનું પુન:નિર્મણ એક સપનું બની રહે છે અને ફરી ઘર બનાવવું અસંભવ. આવા જ ઘર અને ઘર સાથે જોડાયેલા અનેક સ્વપ્નો એક સાથે આગમાં બળીને ખાખ થઇ ગયા છે.

જી હા, છોટાઉદેપુર જિલ્લાનાં નસવાડી તાલુકાનાં ધારસિમેલ ગામમાં ભીષણ આગ લાગી. એક આદિવાસી પરિવારનું ઘર આગમાં બળીને ખાખ થઇ ગયું અને સ્વપ્નાઓ પણ. રાત્રિ દરમિયાન છોટાઉદેપુર જિલ્લાના ધારસિમેલ ગામના હીમો ફળિયામાં એક હૃદયદ્રાવક ઘટના બની. લોકો દિવસભરનો થાક પોતાનાં અંતર અને આત્મા જ્યાં ઠરે છે તે ઘરમાં ઉતારી રહ્યા હતા અને અચાનક આગે તમામ વસ્તુઓ પ્રજાળી અને ભોગબનનારને પ્રતાળ્યા.

આ પણ વાંચો – CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રી શ્રી રવિશંકર વિદ્યામંદિરનાં નવા સંકુલનું ભૂમિપૂજન

ધારસિમેલમાં રહેતા ડુંગરા ભીલ કિણસિયા ભાઈ અને દહરીયા ભાઈના રહેણાંક મકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આખું ઘર અને ઘરમાં રહેલો તમામ ઘરવખરી, અનાજ અને કિંમતી ચીજવસ્તુઓ બળીને રાખ થઈ ગઈ. આગની જ્વાળાઓ જોઈને આસપાસનાં ગ્રામજનો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો પણ ખરો પરંતુ ત્યાં સુધીમાં બધું જ નાશ પામ્યું હતું. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. પરંતુ ગરીબ પરિવાર અત્યારે પાયમાલ થઈ ગયો છે અને ખુલ્લા આકાશ નીચે આવી ગયો છે. પીડિત પરિવારે સરકાર અને વહીવટી તંત્ર પાસે યોગ્ય વળતર અને સહાયની માંગ કરી છે જેથી તેઓ ફરીથી પોતાનું આશિયાનું ઊભું કરી શકે. પરંતુ કહી શકાય કે અગ્ની જેટલી પવિત્ર માનવામાં આવે છે એટલી જ નિષ્ઠુર પણ છે.

Storyline By – @Dharmendra Chauhan, Sr. Journalist (B-India) ChhotaUdepur

#Fire #FireBroke #house #fortune #burnt #ashes #Dharsimel_Village #Naswadi #ChhotaUdepur

Follow us on

  • Related Posts

    સુરત ગ્રામ્ય LCBનો મોટો સપાટો: ૪ કરોડનો ૨૫૦૦ કિલો પોષડોડાનો જથ્થો ઝડપાયો 2026 Route Trap

    સુરત ગ્રામ્ય LCBએ 4 કરોડનો 2500 કિલો પોષડોડાનો જથ્થો ઝડપ્યો: 125 કોથળા જપ્ત, આરોપીઓએ પોલીસને ગેરમાર્ગે દોરવા અપનાવ્યો 1200 કિમીનો રૂટ  સુરત ગ્રામ્ય LCBએ અંદાજે ₹4 કરોડની કિંમતના 2500 કિલો પોષડોડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. 125 કોથળામાં ભરાયેલો માલ જપ્ત કરાયો. પોલીસને ગેરમાર્ગે દોરવા આરોપીઓએ 500 કિમીના બદલે 1200 કિમીનો લાંબો રૂટ અપનાવ્યો હતો. ગુજરાતમાં નશીલા પદાર્થો અને ગેરકાયદેસર માલસામાનના પરિવહન સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે જ કડીમાં **સુરત ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)**ને મોટી સફળતા મળી છે. પોલીસે અંદાજે ₹4 કરોડની કિંમતના 2500 કિલો પોષડોડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ જથ્થો એક મણ વજનના કુલ 125 કોથળામાં ભરેલો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે…

    નેશનલ હેન્ડલૂમ ડે પર CM ભુપેન્દ્ર પટેલની ખાસ ખરીદી, સ્વદેશી અપનાવવા અપીલ 2026 Glorious Tradition

    નેશનલ હેન્ડલૂમ ડે 2026: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખરીદ્યા હાથશાળ ઉત્પાદનો, ‘વોકલ ફોર લોકલ’ને આપ્યો વધુ વેગ  નેશનલ હેન્ડલૂમ ડે નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરની ગરવી ગુર્જરીમાંથી હાથશાળ ઉત્પાદનોની ખરીદી કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વોકલ ફોર લોકલ’ અભિયાનને વધુ વેગ આપતા નાના કારીગરોને પ્રોત્સાહન આપવાનો સંદેશ આપ્યો. 7 ઓગસ્ટના નેશનલ હેન્ડલૂમ ડે નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત ગરવી ગુર્જરીની મુલાકાત લઈને હાથશાળ (હેન્ડલૂમ) ઉત્પાદનોની ખરીદી કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વોકલ ફોર લોકલ’ મંત્રને વધુ વેગ આપતા મુખ્યમંત્રીના આ પગલાને નાના અને ગ્રામ્ય કારીગરો માટે પ્રેરણારૂપ માનવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ હેન્ડલૂમ ડેના અવસરે દેશવાસીઓને સ્થાનિક હાથવણાટ ઉત્પાદનો ખરીદવાની અપીલ કરી હતી, જેથી ગ્રામ્ય કારીગરોની આવકમાં વધારો થાય અને ભારતની સમૃદ્ધ હાથવણાટ…