ભાજપના 46મા સ્થાપના દિવસની ગાંધીનગરમાં ભવ્ય ઉજવણી, ‘કમલમ’ ખાતે કેસરીયો માહોલ, કાર્યકરોની ભીડ

ગાંધીનગર:  ગાંધીનગર ખાતે આવેલા કમલમ કાર્યાલય માં ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિવસની નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષના હસ્તે ધ્વજવંદન સાથે કરવામાં આવી હતી.  આ પ્રસંગે ભાજપના સ્થાપકો, વરિષ્ઠ નેતાઓ અને રાષ્ટ્ર નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર મહાનુભાવોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ધારાસભ્યો, પાર્ટીના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ‘કમલમ’ કાર્યાલય સમગ્ર રીતે કેસરીયા રંગમાં રંગાયેલો જોવા મળ્યો હતો, જ્યાં કાર્યકરોમાં ઉત્સાહ અને ઉજવણીનો વિશેષ માહોલ સર્જાયો હતો. કાર્યક્રમ દરમિયાન કાર્યકરો દ્વારા ભાજપના સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ભાજપના આગેવાનો દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા, તેમજ બૂથ સ્તરે પાર્ટીને વધુ સક્રિય બનાવવા માટે કાર્યકરોને આહ્વાન કરવામાં આવ્યું હતું. રાજ્યભરમાં પણ બૂથ સ્તરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધ્વજવંદન, સેવા કાર્યો અને સંગઠન સંબંધિત પ્રવૃત્તિઓનો સમાવેશ થયો હતો.

પાર્ટીના નેતાઓએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો દ્વારા કાર્યકરો સાથે સીધો સંપર્ક જળવાઈ રહે છે અને સંગઠન વધુ સશક્ત બને છે. ગાંધીનગર ખાતે યોજાયેલા આ કાર્યક્રમને લઈને ભાજપ કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    ગાંધીધામના 25 વર્ષીય યુવાનનું સારવાર દરમિયાન મોત! એટલાસ અને સ્ટર્લિંગ હોસ્પિટલની સારવાર સામે પરિવારજનોના ગંભીર આક્ષેપ

    ગાંધીધામ : કચ્છના ગાંધીધામમાંથી એક ચોંકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે. પેટમાં દુખાવાની સામાન્ય તકલીફ થતાં હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયેલા 25 વર્ષીય યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજતાં પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે. યુવાનને પ્રથમ એટલાસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં આશરે બે કલાકની સારવાર બાદ તેને સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવાની સલાહ આપવામાં આવી હતી. ત્યારબાદ સ્ટર્લિંગ હોસ્પિટલમાં આખી રાત સારવાર અને બે ઓપરેશન કરવામાં આવ્યા હોવા છતાં યુવાનની તબિયતમાં સુધારો થયો નહોતો. અંતે તેને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાની સલાહ આપવામાં આવી હતી. રાજકોટમાં તપાસ દરમિયાન પેટની બે થી ત્રણ મુખ્ય નસો કપાયેલી હોવાનું સામે આવ્યું હોવાનો પરિવારજનોનો દાવો છે. આ સમગ્ર ઘટનાને પગલે એટલાસ અને સ્ટર્લિંગ હોસ્પિટલની સારવાર સામે ગંભીર સવાલો ઊભા…

    Morbi Sahil Majothi Ukraine Prisoner Release : 13 મહિનાથી યુક્રેનની જેલમાં કેદ મોરબીના યુવાન માટે આશાનું કિરણ..

    Ukraineમાં 13 મહિનાથી કેદ મોરબીના સાહિલ માજોથીની મુક્તિની આશા જાગી! વકીલ દીપા જોસેફ યુક્રેન પહોંચ્યાં, બ્રિગેડિયર જનરલે કહ્યું – ભારત સરકાર સંપર્ક કરે તો મુક્તિ માટે તૈયાર Ukraineની જેલમાં બંધ મોરબીના યુવાન સાહિલ માજોથીને સ્વદેશ પરત લાવવા માટે પ્રયાસો તેજ બન્યા છે. સુપ્રીમ કોર્ટનાં વકીલ દીપા જોસેફે યુક્રેન પહોંચીને ભારતીય રાજદૂત અને યુદ્ધકેદીઓના મામલાઓ સંભાળતા બ્રિગેડિયર જનરલ સાથે મુલાકાત કરી છે. વકીલના જણાવ્યા અનુસાર, યુક્રેનના અધિકારીઓએ સાહિલની મુક્તિ અંગે સકારાત્મક વલણ દર્શાવ્યું છે અને ભારત સરકાર તરફથી સત્તાવાર સંપર્ક તથા સંકલનની રાહ જોઈ રહ્યા છે. અહેવાલ: રફીક અજમેરી મોરબીના એક યુવાનને Ukraineની કસ્ટડીમાંથી મુક્ત કરાવી સ્વદેશ પરત લાવવાના પ્રયાસોમાં હવે નવી આશા જાગી છે. મોરબીનો યુવાન સાહિલ માજોથી છેલ્લા આશરે 13 મહિનાથી Ukraineની જેલમાં બંધ હોવાનું…