મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં સાંબરકાઠાના મુડેટી ખાતે ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ સંસ્કૃત મહાવિદ્યાલયના “નૂતન સંકુલ”નો ત્રિ-દિવસીય ઉદ્ઘાટન

સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લાના મુડેટી ખાતે આધ્યાત્મિક માહોલમાં આ અવસરે શારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામીસદાનંદ સરસ્વતીજી મહારાજ આશીર્વાદ આપવા પધાર્યા હતા. ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ તત્વજ્ઞાન યોગાશ્રમ ટ્રસ્ટ દ્વારા આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ‘સદધર્મ સમાજસેવા રત્ન:’ થી સન્માન કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, મહાવિદ્યાલયનું લોકાર્પણ માત્ર એક સંસ્થાનો આરંભ નથી, પરંતુ ભારતની અનાદિકાળની વૈદિક પરંપરા અને જ્ઞાનગંગાને નવી દિશા આપતું એક પવિત્ર ‘ચેતના કેન્દ્ર’ છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દ્વારા યુવાનોને ભારતીય સંસ્કૃતિના મૂળભૂત તત્વો સાથે જોડવા પર વિશેષ ભાર મૂક્યો છે, ત્યારે આ સંકુલ નવી પેઢીમાં સનાતન જ્ઞાનને ઉજાગર કરીને ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રને સાકાર કરશે. અહીંથી પ્રાપ્ત થતું જ્ઞાન અને મૂલ્યો વિદ્યાર્થીઓને માત્ર શાસ્ત્રજ્ઞાની જ નહીં, પરંતુ રાષ્ટ્ર નિર્માણના સબળ સંવાહક બનાવશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

સંસ્કૃત ભાષાના મહત્વ વિશે જણાવતા મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, સંસ્કૃત ભાષા આપણા વેદ-ઉપનિષદોનો મૂળ સ્ત્રોત છે અને તેના વિના આપણો ઇતિહાસ સમજવો અશક્ય છે. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ જેવા માધ્યમોથી સરકાર સંસ્કૃતના જતન માટે કટિબદ્ધ છે. આ અંતરિયાળ વિસ્તારમાં સંસ્કૃતની સાથે અંગ્રેજી, કોમ્પ્યુટર જેવા આધુનિક વિષયોનું શિક્ષણ પ્રશંસનીય છે.

આઝાદીના અમૃતકાળમાં ગુલામીની માનસિકતા ત્યજીને આપણી પ્રાચીન સંસ્કૃતિ પર ગૌરવ લેવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા આહવાનને ઝિલી લઈને આ મહાવિદ્યાલય ‘વિકસિત ભારત @ 2047’ના સંકલ્પને સિદ્ધ કરવામાં મહત્વનું યોગદાન આપશે એવી શ્રદ્ધા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.

જગદગુરુ શંકરાચાર્ય સ્વામીસદાનંદ સરસ્વતીજી મહારાજે આશીર્વચન પાઠવતાં જણાવ્યું હતું કે, સંસ્કૃત એ માત્ર ભાષા નથી પરંતુ આપણા ઋષિ-મુનિઓએ આપેલા જ્ઞાન, સંસ્કાર અને આધ્યાત્મિક વારસાનું મૂળ છે. તેમણે આ નૂતન સંકુલની પ્રશંસા કરતા ઉમેર્યું કે, શિક્ષણ અને સંસ્કારના આ સમન્વયથી આવનારી પેઢી વેદ અને શાસ્ત્રોના જ્ઞાનથી સુસજ્જ બની વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિનો પ્રકાશ ફેલાવશે. આ સંસ્થા વૈદિક પરંપરાઓના જતન માટે એક આદર્શ કેન્દ્ર બની રહેશે તેવો તેમણે મંગલ ભાવ વ્યક્ત કર્યો હતો.

જગગુરુ શંકરાચાર્ય સ્વામીસદાનંદ સરસ્વતીજી મહારાજે તેમના આશીર્વચનમાં અનેકતામાં એકતાનો સંદેશો આપવાની સાથે શિક્ષણ અને સંસ્કારના સંગમ સમાન આ નૂતન સંકુલની પ્રશંસા કરી હતી.

આ વેદ વિદ્યાલયની સ્થાપના પૂજ્ય નર્મદાશંકર ભવાનીશંકર શુક્લ દ્વારા શુક્લ યજુર્વેદ અને ઉપનિષદના જ્ઞાનને જીવંત રાખવાના સંકલ્પ સાથે કરવામાં આવી હતી. સમય જતાં, પાંડુરંગ શાસ્ત્રીજી (દાદા) ની પ્રેરણાથી અનેઅનંતદેવ હરિશંકર શુક્લ તથા વૈદ્યરાજઅનિરૂદ્ધ શુક્લના સહયોગથી 1988 માં આ ટ્રસ્ટની પુન: સ્થાપના થઈ. 17  ફેબ્રુઆરી, 1997  ના રોજ “ ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ સંસ્કૃત મહાવિદ્યાલય” ના બીજ રોપાયા, જે આજે એક ઘટાદાર વૃક્ષ બનીને આપણી સંસ્કૃતિનું જતન કરી રહ્યું છે.

આ અવસરે સંસ્થાના ટ્રસ્ટી ઉદય માહૂરકર અને અન્ય ટ્રસ્ટી ગણ, રાજ્યમંત્રીપી.સી. બરંડા, ધારાસભ્યઓ, પદાધિકારીઓ અને આમંત્રિતો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    Ahmedabad Airpot 2026 Breaking : અમદાવાદમાં ખરાબ વાતાવરણની વિમાની સેવા પર અસર

    અમદાવાદ એરપોર્ટ પર 20થી વધુ ફ્લાઈટ્સ વિલંબિત: ધુમ્મસ અને વરસાદી વાતાવરણથી મુસાફરો મુશ્કેલીમાં ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર જોરદાર રીતે સક્રિય બનતા તેની અસર હવે હવાઈ સેવાઓ પર પણ જોવા મળી રહી છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વાતાવરણમાં અચાનક આવેલા પલટા, ધુમ્મસ અને વરસાદી માહોલને કારણે દેશ-વિદેશ જતી અને આવતી 20થી વધુ ફ્લાઈટ્સ પોતાના નિર્ધારિત સમય કરતાં મોડી પડી છે. જેના કારણે હજારો મુસાફરોને લાંબા સમય સુધી એરપોર્ટ પર રાહ જોવી પડી રહી છે અને મુસાફરીના આયોજનમાં પણ મોટો વિક્ષેપ સર્જાયો છે. અમદાવાદ વરસાદી સિઝનમાં હવામાનની અનિશ્ચિતતા હવાઈ સેવાઓ માટે સૌથી મોટો પડકાર બની રહે છે. ખાસ કરીને દૃશ્યતા (Visibility) ઘટી જતાં અને રનવે પર વરસાદી પરિસ્થિતિ સર્જાતાં ફ્લાઈટ્સના ટેકઓફ અને લેન્ડિંગમાં વધારાની સાવચેતી…

    ભારતમાં એપ્રિલ-મે 2027થી પોલિમર નોટોનું પરિભ્રમણ શરૂ થઈ શકે, RBI ગવર્નરે આપ્યો સંકેત

    ભારતીય ચલણ વ્યવસ્થામાં આગામી વર્ષે એક મોટો ફેરફાર જોવા મળી શકે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દેશમાં પોલિમર એટલે કે પ્લાસ્ટિક બેંકનોટ્સ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ મોનેટરી પોલિસી કમિટીની (MPC) ત્રણ દિવસીય બેઠક પૂર્ણ થયા બાદ જણાવ્યું કે જો તમામ તૈયારીઓ યોજના મુજબ પૂર્ણ થશે તો એપ્રિલ-મે 2027થી પ્લાસ્ટિક નોટોનું પરિભ્રમણ શરૂ થઈ શકે છે. શરૂઆતમાં ઓછી કિંમતની નોટોને પોલિમર સ્વરૂપમાં બજારમાં ઉતારવામાં આવશે અને ત્યારબાદ તેના પરિણામોના આધારે આગળનો નિર્ણય લેવામાં આવશે. ભારતમાં ગવર્નરે જણાવ્યું કે ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ₹10, ₹20 અને ₹50 જેવી નાની મૂલ્યની નોટો ખૂબ ઝડપથી ગંદી થઈ જાય છે અથવા ફાટી જાય છે. આ નોટોને વારંવાર બદલવી પડતી હોવાથી દર વર્ષે મોટી…