111-ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આજે 3 ઉમેદવારોએ 6 નામાંકન પત્રો ભર્યા

ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ અનુસાર રાજયની 111-ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે તા. 23 મી એપ્રિલ ના રોજ મતદાન થનાર છે. તે માટે 111- ઉમરેઠ વિધાનસભાના ચૂંટણી અધિકારી જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા તારીખ 30 માર્ચના રોજ ઉમેદવારી પત્ર ભરવા માટે નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી હતી.

CEO Gujarat Press Note 04.04.2026 (1)

જે અન્વયે આજના દિવસે તા. 04-04-2026  ના રોજ નીચે મુજબના ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવ્યા છે.

1. મૌલિકકુમારુમાર વિનોદચંદ્ર શાહ
ભારતીય નેશનલ જનતા દળ
111- ઉમરેઠ

2. હર્ષદ ગોવિંદભાઈ પરમાર
ભારતીય જનતા પાર્ટી
111- ઉમરેઠ

3. વિમલકુમાર કાંતીલાલ પટેલ
ભારતીય જનતા પાર્ટી
111- ઉમરેઠ

અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં કુલ 17 અરજદારો દ્વારા42 ઉમેદવારી પત્રો મેળવવામાં આવ્યા છે. જાહેર રજાના દિવસો સિવાય આગામી તા.06-04-2026 સોમવાર સવારે 11:00 કલાકથી બપોર બાદ 03:00  કલાક સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. ઉમેદવારી પત્રો મામલતદાર કચેરી, ઉમરેઠ ખાતે ચૂંટણી અધિકારી દ્વારા અને મદદનીશ ચૂંટણી અધિકારી દ્વારા સ્વીકારવામાં આવશે.

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ઉમેદવારો દ્વારા પોતાના ઉમેદવારીપત્રો સાથે સોગંદનામું (એફિડેવિટ- ફોર્મ-26) પણ રજૂ કરવાનું રહે છે. જેથી ઉમેદવારો દ્વારા રજૂ કરવામાં આવતા સોગંદનામા (ફોર્મ-26) રજૂ કર્યાના 24 કલાકની અંદર મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાતની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે. જે https://ceo.gujarat.gov.in/Home/Affidavits-of-Candidates લિન્‍ક પર જઈને જોઈ શકાશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    સંસદમાં મોટા રાજકીય ઘટનાક્રમના સંકેત : કોંગ્રેસે લોકસભા સાંસદો માટે થ્રી-લાઇન વ્હીપ જાહેર કર્યો

    સંસદના ચોમાસુ સત્ર દરમિયાન આગામી દિવસોમાં મહત્વપૂર્ણ રાજકીય ચર્ચા અને કાયદાકીય કાર્યવાહી થવાના સંકેતો મળી રહ્યા છે. મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસે પોતાના તમામ લોકસભા સાંસદો માટે થ્રી-લાઇન વ્હીપ જાહેર કરીને 10, 11 અને 12 ઓગસ્ટે ગૃહમાં ફરજિયાત હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે. બીજી તરફ કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના સાંસદોને પણ દિલ્હીમાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. બંને પક્ષોની આ તૈયારીઓને જોતા સંસદમાં આગામી દિવસોમાં કોઈ મહત્વપૂર્ણ બિલ અથવા ચર્ચા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કોંગ્રેસે શા માટે લોકસભા સાંસદો માટે જાહેર કર્યો થ્રી-લાઇન વ્હીપ? લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળ (CPP)ના મુખ્ય સચેતક (ચીફ વ્હીપ) કોડિકુન્નિલ સુરેશે તમામ કોંગ્રેસ સાંસદો માટે થ્રી-લાઇન વ્હીપ જાહેર…

    ‘ડોલ્ફિન’ વાવાઝોડાનો જાપાનમાં કહેર, 2.6 લાખ લોકોને સ્થળાંતરનો આદેશ; 500થી વધુ ફ્લાઇટ્સ રદ

    તાજેતરમાં આવેલા શક્તિશાળી ભૂકંપના આંચકાઓમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહેલા જાપાન સામે હવે વધુ એક કુદરતી પડકાર ઊભો થયો છે. ટાયફૂન ‘ડોલ્ફિન’ના કારણે દક્ષિણ-પશ્ચિમ જાપાનમાં ભારે વરસાદ, તોફાની પવન અને ઊંચા દરિયાઈ મોજાંએ જનજીવનને અસર પહોંચાડી છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જાપાનની હવામાન એજન્સી (JMA)એ લાખો લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે અને લગભગ 2.6 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસી જવાનો આદેશ આપ્યો છે. ઓકિનાવા અને કાગોશિમા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ અને તોફાની પવનને કારણે અનેક સેવાઓ પ્રભાવિત થઈ છે. સ્થાનિક વહીવટી તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. ઓકિનાવા અને કાગોશિમા સૌથી વધુ પ્રભાવિત ટાયફૂન ડોલ્ફિન સૌથી પહેલાં દક્ષિણ-પશ્ચિમ જાપાનના ઓકિનાવા વિસ્તારમાં પહોંચ્યું હતું. ત્યારબાદ તેની અસર કાગોશિમા સહિત નજીકના વિસ્તારોમાં પણ જોવા મળી…