સુજી બ્રેડ પનીર રોલ: બાળકો માટે નાસ્તા તરીકે સોજી બ્રેડ પનીર રોલ બનાવો, બધા તેને સ્વાદથી ખાશે

સોજી બ્રેડ પનીર રોલ એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક નાસ્તો છે. તે બનાવવામાં પણ ખૂબ જ સરળ છે અને તરત જ તૈયાર કરી શકાય છે. બાળકોના ટિફિન માટે પણ આ એક સારો વિકલ્પ છે. તમે તેને નાસ્તામાં કે સાંજના નાસ્તામાં પણ બનાવી શકો છો.સોજી બ્રેડ પનીર રોલ બનાવવા માટે તમારે સોજી, દહીં, પનીર અને કેટલાક મસાલાની જરૂર પડશે. તમે તમારી પસંદગી મુજબ અન્ય ઘટકો પણ ઉમેરી શકો છો, જેમ કે ડુંગળી, કેપ્સિકમ અથવા લીલા મરચાં. સોજી બ્રેડ પનીર રોલ બનાવવા માટેની સામગ્રી ૧ કપ સોજી ૧/૨ કપ દહીં ૧/૪ કપ પાણી ૧/૨ ચમચી મીઠું ૧/૪ ચમચી ખાવાનો સોડા ૧/૨ કપ પનીર, છીણેલું ૧/૪ કપ ડુંગળી, બારીક સમારેલી ૧/૪ કપ કેપ્સિકમ, બારીક સમારેલું ૧/૪ કપ લીલા મરચાં, બારીક…

સરકાર કરશે મોટું એલાન, હવે ગુજરાતમાં લાગુ થશે યુનિફોર્મ સિવિલ કોડ

B INDIA ગાંધીનગર : આગામી દિવસોમાં ગુજરાતમાં પણ UCC લાગુ થશે. રાજ્ય સરકાર આજે આ અંગે કમિટીની જાહેરાત કરી શકે છે. કાયદાના અમલીકરણ સંદર્ભે લોકોના સૂચનો માટે આ કમિટી કાર્યરત રહેશે. અગાઉ ચૂંટણી ઢંઢેરામાં UCC અંગે ભાજપ જાહેરાત કરી ચુક્યુ છે. તૈયાર કરવામાં આવેલી કમિટી UCC અંગેનો નિર્ણય રાજ્ય સરકારને આપશે. જેના આધારે UCCનું અમલીકરણ કરવામાં આવશે. આ કમિટીમાં 3થી4 સભ્યો રહેશે. હાઇકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં આ કમિટી કામ કરશે. કમિટી UCC લાગુ કરવા અંગેના તારણો રાજ્ય સરકારને સોંપશે. વર્ષ 2022 વિધાનસભા ચૂંટણી પહેલા કેબિનેટે આ અંગે મંજૂરી આપી હતી. –> યુનિફોર્મ સિવિલ કોડ શું છે? :- ભારતમાં ધાર્મિક વિવિધતાને લીધે, દરેક મુખ્ય ધાર્મિક સમુદાય દરેક નાગરિકને શાસ્ત્રો અને રિવાજોના આધારે વ્યક્તિગત કાયદા દ્વારા સંચાલિત કરે…

કેજરીવાલે ચૂંટણી પંચને લખ્યો પત્ર, નવી દિલ્હી બેઠક માટે સ્વતંત્ર નિરીક્ષકની નિમણૂક કરવાની માંગ કરી

આમ આદમી પાર્ટી (AAP) ના વડા અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા તેમના પક્ષના કાર્યકરો પર હુમલાનો આરોપ લગાવ્યો છે અનેચૂંટણી પંચને નવી દિલ્હી બેઠક માટે સ્વતંત્ર નિરીક્ષકની નિમણૂક કરવાની માંગ કરી છે. કમિશનને લખેલા પત્રમાં, કેજરીવાલે આવા કેસોમાં કથિત રીતે સંડોવાયેલા ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના કાર્યકરોની ધરપકડ કરવા અને સંબંધિત પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવાની પણ માંગ કરી છે. કેજરીવાલના દાવાઓ પર ભાજપ અને દિલ્હી પોલીસ તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આવી નથી.પત્રમાં પૂર્વ મુખ્યમંત્રીએ દિલ્હી બેઠક પ AAP કાર્યકરો પર કથિત હુમલાની ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે. શનિવારે રોહિણી વિસ્તારમાં એક જાહેર સભા દરમિયાન AAP ધારાસભ્ય મોહિન્દર ગોયલ પર કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે રિઠાલા વિધાનસભા મતવિસ્તારના આપ ઉમેદવાર ગોયલ…

ટ્રમ્પની ટેરિફ વ્યૂહરચનાની વોલ સ્ટ્રીટ જર્નલ’ના લેખમાં ટીકા કહ્યું ‘ઇતિહાસનું સૌથી મૂર્ખ વેપાર યુદ્ધ’

અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પદ સંભાળતાની સાથે જ મેક્સિકો, કેનેડા અને ચીન પર ટેરિફ લાદી દીધા છે. તેમના નિર્ણય પર દુનિયાભરના નિષ્ણાતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ‘વોલ સ્ટ્રીટ જર્નલ’માં પ્રકાશિત એક લેખમાં, રાષ્ટ્રપતિ ટ્રમ્પની ટેરિફ લાદવાની વ્યૂહરચનાને ‘ઇતિહાસનું સૌથી મૂર્ખ વેપાર યુદ્ધ’ તરીકે વર્ણવવામાં આવ્યું છે. પોતાના ચૂંટણી વચનો પર કાર્યવાહી કરતા, ટ્રમ્પે મેક્સિકો અને કેનેડા પર 25 ટકા અને ચીની માલ પર 10 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ સાથે, કેનેડાથી આવતા ઇંધણ પર 10% સુધીનો ટેરિફ લાદવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રમ્પનો દાવો છે કે આ નીતિ ગેરકાયદેસર ઇમિગ્રેશન, વેપાર ખાધ અને ગેરકાયદેસર દવાઓની સમસ્યાઓને કાબુમાં લેશે. -> જોકે, ઘણા આર્થિક નિષ્ણાતો તેને આત્મઘાતી પગલું ગણાવી રહ્યા છે :- પોતાના…

ગ્લોબલ ફાયરપાવરની 2024 ની યાદીમાં ભારતનો ચોથો ક્રમ યથાવત, પાકિસ્તાન નીચે સરક્યુ

વિશ્વભરના દેશોને તેમની લશ્કરી શક્તિના આધારે ક્રમાંકિત કરતી સંસ્થા ગ્લોબલ ફાયર પાવરે વર્ષ 2025 માટે એક નવી યાદી બહાર પાડી છે. આ યાદીમાં વિશ્વભરના તમામ દેશોનું રેન્કિંગ નક્કી કરવામાં આવે છે. પરંતુ આ વખતે પાકિસ્તાનને રેન્કિંગમાં ઝટકો લાગ્યો છે. -> ભારતનું પાવર રેન્કિંગ શું છે? :- ગ્લોબલ ફાયરપાવરની 2024 ની યાદીમાં, ભારતનું પાવર રેન્કિંગ વિશ્વમાં ચોથું હતું, જે ભારતે આ વર્ષે પણ જાળવી રાખ્યું છે અને 2025 ની યાદીમાં પણ ચોથા સ્થાને છે. જ્યારે, પાકિસ્તાનની સ્થિતિ પહેલા કરતા ઘણી નબળી પડી ગઈ છે. વર્ષ 2024માં પાકિસ્તાન વિશ્વના સૌથી શક્તિશાળી દેશોમાં 9મા ક્રમે હતું, જે વર્ષ 2025માં 12મા ક્રમે આવી ગયું છે. આ યાદીમાં અમેરિકા પહેલા નંબરે, રશિયા બીજા નંબરે અને ચીન ત્રીજા નંબરે છે. -> ગ્લોબલ…

દિલ્હીમાં અમારી સરકાર બન્યા બાદ તાલકટોરા સ્ટેડિયમનું નામ બદલી નાંખીશું: પ્રવેશ વર્મા

દિલ્હીમાં ભાજપની જીત બાદ, તાલકટોરા સ્ટેડિયમનું નામ બદલવામાં આવશે. નવી દિલ્હી બેઠક પરથી ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્માએ આ જાહેરાત કરી છે. તેમણે દાવો કર્યો છે કે 8 ફેબ્રુઆરીએ દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે.ભાજપના ઉમેદવાર પ્રવેશ સાહિબ સિંહ વર્માએ કહ્યું કે 8 ફેબ્રુઆરીએ દિલ્હીમાં અમારી સરકાર બનશે. તે પછી, નવી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (NDMC) ની પહેલી બેઠકમાં, અમે તાલકટોરા સ્ટેડિયમનું નામ બદલીશું. તાલકટોરા સ્ટેડિયમનું નામ મહર્ષિ વાલ્મીકિના નામ પરથી રાખવામાં આવશે. -> ભગવાન મહર્ષિ વાલ્મીકિના નામથી રાખવામાં આવશે સ્ટેડિયમનું નામ :- પ્રવેશ શર્માએ કહ્યું, “નવી દિલ્હીમાં એક મોટું સ્ટેડિયમ છે – તાલકટોરા. મુઘલ કાળ દરમિયાન, ત્યાં એક મોટો સ્વિમિંગ પૂલ હતો જે બાઉલના આકારનો હતો. તેથી જ તેને તાલકટોરા કહેવામાં આવતું હતું. આજે હું એક મોટી…

ગુજરાતમાં બેવડી ઋતુની અસર જોવા મળી, સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ

ગુજરાતમાં ફરી બેવડી ઋતુની અસર યથાવત જોવા મળી રહી છે. જેમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ શહેરીજનો કરી રહ્યાં છે. નલિયામાં સૌથી ઓછું 8.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.રાજયના મોટા ભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને સર્ક્યુલેશનથી વાદળછાયું વાતાવરણ રહી શકે છે.અને મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો,કેશોદમાં 13.4 ડિગ્રી, ડીસામાં 15 ડિગ્રી,અમદાવાદમાં 15.2 ડિગ્રી, ગાંધીનગરમાં 14.1 ડિગ્રી,અમરેલીમાં 14.5 ડિગ્રી, પાલનપુરમાં 15.2 ડિગ્રી,રાજકોટમાં 16 ડિગ્રી, વડોદરામાં 16.3 ડિગ્રી,ભાવનગરમાં 17.2 ડિગ્રી, પોરબંદરમાં 17.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે 2 અને 3 ફેબ્રુઆરીએ વરસાદની આગાહી કરી હતી પરંતુ હવે વરસાદનું સંકટ ટળ્યું છે,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ નબળી પડી છે જેના કારણે વરસાદ પડવાની શકયતા…

નવસારીમાં સી.આર. પાટીલનો ધારાસભ્ય આર.સી.પટેલ પર કટાક્ષ, જાણો શું કહ્યું-……

નવસારીમાં સી.આર.પાટીલે ધારાસભ્ય આર.સી.પટેલ પર કટાક્ષ કર્યો હતો અને જાહેર મંચ પરથી કહ્યું કે,વાઘને કોણ કહે તારુ મોઢુ ગંધાય,આ શબ્દો સાંભળીને તમામ લોકો ખડખડાટ હસી પડયા હતા. પાટીલે રોડની કામગીરીને લઈ આ કટાક્ષ કર્યો હોવાની વાત સામે આવી છે. તો બીજી તરફ આર.સી.પટેલે જવાબમાં કહ્યું તમામ રોડ બનેલા છે અને જલાલપોરમાં તમામ રોડ અમે બનાવ્યા છે.સી.આર અને આર.સી.પટેલના ફરિયાદના સુરમાં હળવો સંવાદ સ્ટેજ પર યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રીની હાજરીમાં કેન્દ્રીય મંત્રી સી.આર પાટીલ અને જલાલપોર ધારાસભ્ય આર.સી પટેલ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલતું હોય તેમ લાગી રહ્યું હતુ. જાહેર કાર્યક્રમમાં આર.સી પટેલે કહ્યું. અહી ઉભેલા લોકોમાંથી કોઈપણ કહે કે મે કામ નથી કર્યું તો હું રાજકારણ છોડી દઈશ.તો સામે સી.આર પાટીલે પણ આર.સી પટેલને ટકોર કરતા કહ્યું,વાઘને…

સૌરવ ગાંગુલીએ કરી ભવિષ્યવાણી, આ 4 ટીમો ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની સેમિફાઇનલમાં પહોંચશે

19 ફેબ્રુઆરીથી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 શરૂ થવા જઈ રહી છે. આ પહેલા, ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ ચેમ્પિયન્સ ટ્રોફીના સેમિફાઇનલમાં પહોંચનાર ટીમો વિશે ભવિષ્યવાણી કરી છે. ગાંગુલીએ ચાર ટીમોના નામ આપ્યા છે જે ચેમ્પિયન્સ ટ્રોફીના સેમી ફાઇનલ્સ સુધી પહોંચી શકે છે. આશ્ચર્યજનક રીતે, ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને પાકિસ્તાનને સેમિફાઇનલ જાહેર કર્યું નથી. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાની ટીમો વિશે ભવિષ્યવાણી કરી છે અને માને છે કે આ ચાર ટીમો સેમિફાઇનલમાં પહોંચવાની દાવેદાર છે. ચેમ્પિયન્સ ટ્રોફી વિશે વાત કરતા ગાંગુલીએ કહ્યું, “ચેમ્પિયન્સ ટ્રોફીમાં બધી ટીમો સારી છે, તે હમણાં કહેવું મુશ્કેલ હશે. ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા એવી ટીમો છે જેમની પાસે સેમિફાઇનલમાં પહોંચવાની ક્ષમતા છે.” . પાકિસ્તાન પણ ત્યાં છે કારણ કે ટુર્નામેન્ટ…

સુરતનાં કઠોદરા ગામમાં દીપડાનો આતંક, 112 વર્ષના વૃદ્ધા પર કર્યો હુમલો

સુરતમાં કઠોડરા ગામની એક વાડીમાં મધરાત્રે દીપડાએ નિદ્રાવાન 112 વર્ષના વૃદ્ધા પર હુમલો કર્યો હતો. જેના કારણે વૃદ્ધાને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વૃદ્ધાના પૌત્ર એ જણાવ્યું હતું કે, 5 દિવસ પહેલા જ દીપડી પાંજરે પુરાઈ હતી. બા સુતેલા હતા એ દરમિયાન દીપડાએ હુમલો કર્યો હતો. હાલ બાની તબિયત ગંભીર હોવાનું ડોક્ટરો કહી રહ્યા છે.મળતી માહિતી મુજબ, લક્ષમણભાઈ દેવીપૂજક (પૌત્ર) એ જણાવ્યું હતું કે, તેઓ ભાવનગરના વતની છે અને 7 વર્ષથી વાડી રાખી ફળના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ઘટના કામરેજના કઠોડરા ગામની છે. સુનિલભાઈ પટેલની ચીકુ વાડીમાં શનિવારની રાત્રે બા દિકરા વહુ સાથે રાત્રીનું ભોજન કરી સુઈ ગયા હતા. ત્યારબાદ મધરાત્રીના લગભગ 2 વાગ્યાના અરસામાં એક દીપડાએ વાડીમાં ઘુસી નિદ્રાવાન શ્યામબેન ભગવાન…