પાટણના રાધનપુર તાલુકાના ગોતરકા ગામમાં સેજા સ્તરની શ્રીઅણા અને THR રસોઈ સ્પર્ધાનું આયોજન યોજાયું

–>મહિલા અને બાળ વિકાસ વિભાગ ICDS દ્વારા રાધનપુરના ગોતરકા ગામમાં સેજા સ્તરની શ્રી અન્ના અને THR રસોઈ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું:- B INDIA પાટણ :- રાધનપુર તાલુકાના ગોતરકા ગામમાં સેજા સ્તરની શ્રીઅણા અને THR રસોઈ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાધનપુરના ગોતરકા ગામમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ ICDS દ્વારા SEJA સ્તરની શ્રી અન્ના અને  THRની ભવ્ય રસોઈ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.     –> શ્રી અન્ના અને THR નો ઉપયોગ કરીને બનાવેલી 40 વિવિધ વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી, જેમાં પ્રથમ, બીજા અને ત્રીજા ક્રમના વિજેતાઓને પ્રોત્સાહન ઇનામો અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા:-     ગોતરકા ગામના આંગણવાડી કાર્યકરો, છોકરીઓ અને અન્ય લાભાર્થીઓએ મોટી સંખ્યામાં આ યોજનામાં ભાગ લીધો હતો. ઉપરાંત શ્રીઅન્ના અને…

બનાસકાંઠા : ICDS દ્વારા પોષણ 2024 મહોત્સવ ઉજવવામાં આવ્યો

B INDIA બનાસકાંઠા, ભાભર – સરકારનો ICDS વિભાગ નાના ભૂલકાઓને પોષણ પૂરું પાડવા માટે વિવિધ યોજનાઓ દ્વારા નાના પોષણયુક્ત ખોરાક પૂરો પાડે છે. જેના દ્વારા કુપોષણનું પ્રમાણ ઓછું થાય છે અને બાળકોને પોષક તત્વો મળે છે, પોષણ મહોત્સવના ભાગ રૂપે ભાભર તાલુકાના સણવા ગામમાં રૂની સેજા દ્વારા એક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.     પોષણ ઉત્સવ 2024 મહિલા અને બાળ વિકાસ ગાંધીનગર અને સંકલિત બાળ વિકાસ યોજના શાખા બનાસકાંઠા જિલ્લા પંચાયતના હેઠળ કાર્યક્રમ અધિકારીના માર્ગદર્શન હેઠળ ICDS દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ રૂની સેજાના સણવા કેન્દ્ર ખાતે યોજાયો હતો. જેમાં સેજાના મુખ્ય સેવિકા જશીબેન પરમાર. ભાનુભાઈ પંડ્યા. વિનોદભાઈ ક્લાર્ક. તેમજ ડેરી મંત્રી મેઘરાજભાઈ અને શાળાના આચાર્ય અને આરોગ્ય વિભાગના ડૉ.…

સુરેન્દ્રનગર : ચલાલાના અમરધામ ખાતે શિવ કથાનું ઉમંગભેર સમાપન થયું

B INDIA : ચલાલા અમરધામ ખાતે શિવ કથા અને ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ચલાલા ખાતે 31 ડિસેમ્બરથી 8 જાન્યુઆરી દરમિયાન બ્રહ્મનિષ્ઠ સદગુરુ હરિસંગસાહેબની 12મી નિર્વાણતિથિ નિમિત્તે ભવ્ય શિવ કથા, સંતવાણી અને રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.ચુડા તાલુકાના ચલાલા ગામે અમરધામ આશ્રમ ખાતે બ્રાહ્મણ સદ્ગુરુ હરિસંગ સાહેબના 12મા નિર્વાણતિથિ નિમિત્તે પરમ પૂજ્ય ભક્તભૂષણ મહંતશ્રી જનકસિંહ સાહેબની ઉપસ્થિતિમાં વિશ્વ પ્રસિદ્ધ શિવ કથાકાર મુકેશ ગીરીબાપુએ ભવ્ય પ્રવચન કર્યું હતું.     –>શિવ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું:-     જેમાં વિશ્વવિખ્યાત સંતવાણી ઉપાસકો દ્વારા રાત્રે ભવ્ય સંતવાણી અને રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ ભક્તિ ભજન અને ભોજન ત્રિવેણી સંગમની ધારાઓ વહેતી થઈ હતી. જેમાં અંદાજે દોઢ લાખથી…

ભરુચ ખાતે જંબુસર તાલુકાના “કોરા” ગામે પારુલ આયુર્વેદ હોસ્પિટલના સહયોગથી સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

B INDIA : કોરા ગામે પારુલ આયુર્વેદ હોસ્પિટલના સૌજન્યથી કોરા ગામના સરપંચન દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું. જેમાં ગામના આગેવાનો, અગ્રણીઓ અને સરપંચની આગેવાનીમાં ગ્રામ પંચાયતમાં કેમ્પ યોજાયો. આ કેમ્પમાં ગ્રામજનો અને જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક આયુર્વેદ મફત નિદાન આપવામાં આવ્યુ હતું. સાથે-સાથે ગામની આજુબાજુના 110 દર્દીઓએ પણ આ સેવાનો લાભ લીધો.     દર્દીઓને આ સેવામાં શારીરિક સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી પારુલ આયુર્વેદ હોસ્પિટલ અને કોરા ગ્રામ પંચાયતનો આભાર વ્યક્ત કર્યો.    

સામુહીક આરોગ્ય કેન્દ્ર , આમોદ ખાતે આયુષ્યમાન કેમ્પ અંતર્ગત હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો.

–>ધારાસભ્ય ડી.કે.સ્વામીએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાવી :-     આમોદ સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું.જેમાં ધારાસભ્ય ડી.કે.સ્વામીએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરુઆત કરાવી હતી. તેમની સાથે ભરૂચ જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જે.એસ.દુલેરા ઉપસ્થિત રહ્યા હતાં.આ પ્રસંગે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, આમોદ શહેર ભાજપ મહામંત્રી પ્રમોદ પટેલ, આમોદ નગરપાલીકા સદસ્ય બીજલ ભરવાડ, રોગી કલ્યાણ સમિતીના સભ્ય ચંદ્રકાન્ત પટેલ, વૈભવ શાહ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતાં.     આયુષ્યમાન કેમ્પમાં ભરૂચ સિવિલ હોસ્પિટલના ૧૧ તજજ્ઞ તબીબોએ સેવા આપી હતી.જેમાં આમોદ નગરજનો સહિતની આસપાસના ગામલોકોએ પણ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.આયુષ્યમાન કેમ્પમાં ૪૦૦ થી વધુ દર્દીઓએ તેમજ ૪૬૦ થી વધુ દર્દીઓનો લેબ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.જેમાં દર્દીઓને સ્થળ ઉપર જ…

ઉત્તરાયણ પહેલા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, પતંગ ઉડાવતા દોરી 25000 વોલ્ટના વાયરમાં ફસાતા બાળકોનું મોત

B INDIA વડોદરા વિભાગના રેલ્વે ડિવિઝનના સુરત, વડોદરા, ગેરતપુર, ગોધરા, આણંદ, વિશ્વામિત્રી, એકતાનગર, ભરૂચ, દહેજ, ડભોઇ, અલીરાજપુર, જોબાટ નડિયાદ, મોડાસા તથા ખંભાત રેલ્વે લાઈન ઉપર 25000 વોલ્ટના ચાલું-જીવતા ઇલેક્ટ્રીક વાયર લગા લગાવેલા હોવાથી જો આ તારમાં ફસાયેલા પતંગ-દોરા કાઢવાની કોશિશ કરવામાં આવશે તો તેમ કરતા માનવ જિંદગીનું જોખમ થાય છે. તેમજ પતંગો અને દોરા કાઢવાની કોશિશ કરવાથી 25000 વોલ્ટનો તાર પણ તૂટી શકે છે. આ પ્રકારની પ્રવૃત્તિથી માનવ જિંદગીને ખતરો રહે છે.     –>ત્યારે સુરતમાં પતંગ ઉડાવતા બાળકની દોરી હાઈટેન્શન લાઈનને અડતા કરંટથી મોત:-   ઉત્તરાયણ પહેલા જ દુર્ઘટનાઓના સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાં ધાબા પર પતંગ ઉડાવી રહેલા બાળકને વીજ કરંટ લાગતા તેનું મોત, પરિવારમાં શોકનો માહોલ ફેલાયો. સુરતના સચીન GIDC વિસ્તારમાં 13…

‘ડોક્ટર 365 બોલિવૂડ મહા આરોગ્ય શિબિર’ ની જાહેરાત, 19 જાન્યુઆરીએ આરોગ્ય શિબિર યોજાશે

‘ડોક્ટર ૩૬૫ બોલીવુડ મહા આરોગ્ય શિબિર’ ની જાહેરાત, ૧૯ જાન્યુઆરીએ આરોગ્ય શિબિર યોજાશે.     ડોક્ટર ૩૬૫, ચેરમેન ડૉ. ધર્મેન્દ્ર કુમાર અને અભિનેતા-નિર્માતા-નિર્દેશક ધીરજ કુમારના નેતૃત્વમાં, ૧૯ જાન્યુઆરીએ ચિત્રકૂટ ગ્રાઉન્ડ, અંધેરી વેસ્ટ, મુંબઈ ખાતે ‘ડોક્ટર ૩૬૫ બોલીવુડ મહા આરોગ્ય શિબિર’ ની ચોથી આવૃત્તિનું આયોજન કરવા માટે તૈયાર છે. મફત તબીબી સહાય માટે પ્રખ્યાત આ વાર્ષિક આરોગ્ય શિબિર વર્ષોથી હજારો વ્યક્તિઓ માટે વરદાન રહ્યું છે.     જુહુ જીમખાના ખાતે યોજાયેલી આ પ્રેસ કોન્ફરન્સમાં પૂનમ ધિલ્લોન, દીપક પરાશર, વિંદુ દારા સિંહ, આધ્યાત્મિક નેતા સદ્ગુરુ દયાલ, સંગીતકાર દિલીપ સેન, ગાયિકા મધુશ્રી અને બ્રાઇટ આઉટડોર મીડિયાના ડૉ. યોગેશ લાખાણી સહિત બોલીવુડની અગ્રણી હસ્તીઓએ ભાગ લીધો હતો. મહેન્દ્ર પોદ્દાર, અમિત દોશી, હરીશ ચોક્સી, ચેતન દેસાઈ, દલજીત કૌર, સંગીતા તિવારી અને…

લીંબડી: મુસ્લિમ ભાઈ-બહેનોમાં ઉર્ષની ઉજવણી

B INDIA : સુરેન્દ્રનગર લીંબડી શહેરમાંથી મુસ્લિમ ભાઈ-બહેનો  ભડીયાદપીરમાં ઉર્ષ ઉજવણી ભાગ રૂપે દરગાહે માટે પગપાળાથી જવા રવાના થયેલ.     જ્યારે વઢવાણ, ધ્રાંગધ્રા, મોરબી, સુરેન્દ્રનગર, હળવદ તમામ મુસ્લિમ સમાજ ના બિરાદરો દ્વારા ભાઈ બહેનો ભડીયાદ પીર ની દરગાહ ખાતે કોમી એકતા પ્રતિક સમાન હજરત શહીદ મેહમુદ શા બુખારી નાં ઉર્ષનું આયોજન કરવામાં આવ્યું છે.. ત્યારે ધંધુકા ખાતે નાં ભડીયાદ પીર ઉર્ષ માં જવા માટે તો હળવદ, વઢવાણ, સુરેન્દ્રનગર, મોરબી, ધ્રાંગધ્રાનાં મુસ્લિમ સમાજના ભાઈ ઓ તેમજ બહેનો પગપાળા ચાલી ને લીંબડી ખાતે રાતના સમયે આવી પહોંચેલ અને લીંબડી મુસ્લિમ સમાજ કમિટી દ્વારા  ફૂલહાર થી સ્વાગત કરવામાં આવેલ હતું તેમજ તેમના દ્વારા ભોજન, ઠંડા પાણી, શરબત પીરસવામાં આવેલ હતું.     જ્યારે લીંબડી શહેર મુસ્લિમ સમાજ ના…

અરવલ્લીઃમોડાસા ખાતે મહાકુંભ કેલેન્ડર 2025 નું વિમોચન કરવામાં આવ્યું

B INDIA ARVALLI : અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મહાકુંભ 2025 ના કેલેન્ડર નું વિમોચન કરવામાં કરવામાં  આવ્યું હતું.     જેમાં ગુજરાત પ્રદેશ સહમંત્રી જયંતીભાઈ પટેલ અને અઘ્યક્ષ રામભાઇ પટેલ  દ્વારા જણાવવામાં આવ્યું કે મહાકુંભ એ હિન્દુઓની આસ્થાનું મહાપર્વ  છે.  જેમાં ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયાના માર્ગદર્શનથી રોજ 8000 યાત્રિકોને રહેવાની સગવડ, 15 જગ્યાએ ભોજનના ટેન્ટ, રાત દિવસ 24 કલાક ગરમ ચા, દવાઓ , 500 જગ્યાએ મોબાઇલ ચાર્જીંગ, ગરમ પાણી, મેડિકલ કેમ્પ, ઠંડીથી રક્ષણ માટે ધાબળા બેંકની વ્યવસ્થા કરેલ છે.     જે ભાઈ બહેનોને જવું હોય તો hinduhelp line.in પર  રજી્ટ્રેશન કરવાનું રહેશે, વધુ માહિતી માટે મહાકુંભ કેલેન્ડર સંકલન સમિતિમાં નામ છે આ કાર્યક્રમમાં સચીનસિંહ પુવાર, પ્રિયાંકભાઇ પોકાર ,હિતેશભાઈ જોશી વગેરે ઉપસ્થીત રહ્યા હતા આ તમામ સેવાઓ…

માળીયા હાટીનામાં પોષણ ઉત્સવની ઉજવણી

B INDIA માળીયા હાટીના :- માળીયા હાટીના તાલુકાનો પોષણ ઉત્સવ: માળીયા હાટીના તાલુકામાં પોષણ અભિયાન અંતર્ગત વિશેષ પોષણ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું.   –>વાનગી હરીફાઈ યોજાઈ:-     માળીયા હાટીના તાલુકાનો પોષણ ઉત્સવ: માળીયા હાટીના તાલુકામાં પોષણ અભિયાન અંતર્ગત વિશેષ પોષણ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વાનગી હરીફાઈનો કાર્યક્રમ યોજાયો હતો. અન્ન માથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગી સ્પર્ધા નું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઇ ઠુંબર , P.O વાત્સલાબેન દવે, CDPO સોનલ ડોબરીયા ,THO આભા મલ્હોત્રા, સરપંચ જીતુ સિસોદિયા તેમજ વિવિધ આગેવાનો, અધિકારીઓ અને સ્થાનિક પ્રતિનિધિઓએ ઉત્સાહભર્યા ભાગ લીધો હતો. માળીયાહાટીના ના અમરાપુર ગામે આઈ સી ડીએસ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા પોષણ ઉત્સવ અંતર્ગત ટેક હોમ રાયન અને મિલર…