વડોદરામાં Zomato ડિલીવરી બોયે કરી છેડતી! મહિલાનો હાથ પકડી કહ્યું, તું મને બહુ જ ગમે

B india વડોદરા :-  વડોદરાનાં ન્યૂ અલકાપુરીમાં ઓનલાઈન ફ્રુડ મંગાવતી મહિલાને કડવો અનુભવ થયો છે. ડિલિવરી બોય મહંમદ અકમલ સિરાજવાલાએ ઓનલાઈન ફુડ મંગાવનાર મહિલાની છેડતી કરી હતી. ડિલિવરી બોયે મહિલાનો હાથ પકડી લીધો હતો. તેણે મહિલાનો હાથ પકડી કહ્યું કે, ‘તું મને બહુ ગમે છે.’ મહિલાએ પરિવારને વાત કરી લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે ફુડ ડિલિવરી બોય મહંમદ અકમલની પોલીસે ધરપકડ કરી હતી. વડોદરાના ન્યૂ અલકાપુરી વિસ્તારમાં રહેતી 36 વર્ષીય મહિલાએ ઝોમેટોમાંથી ઓનલાઈન ફૂડ ઓર્ડર કર્યું હતું. બપોરના સમયે ઓનલાઈન ઓર્ડર કર્યો હતો. જેના બાદ 19 વર્ષીય યુવક મહિલાના ઘરે પહોંચ્યો હતો. મહિલાએ ફૂડ પેકેટ લેવા દરવાજો ખોલતા જ ફુડ ડિલીવરી બોયે મહિલાનો હાથ પકડવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ હાથ છોડાવવાનો પ્રયાસ કર્યો તો…