Devgadh : ફાયર બ્રિગેડના પાણીથી નેતાનો બંગલો ધોવાયો… Absurdity 2026
Devgadh બારીયાના ધારાસભ્ય બચુ ખાબડ ફરી વિવાદમાં: ફાયર બ્રિગેડના પાણીથી બંગલો ધોવાયો, વીડિયો વાયરલ દાહોદ જિલ્લાના Devgadh બારીયાના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી બચુ ખાબડ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. દેવગઢ બારીયા નગરપાલિકાના ફાયર ફાઈટરનો ઉપયોગ કથિત રીતે તેમના નિવાસસ્થાનની સફાઈ માટે કરવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સામાન્ય રીતે આગ, અકસ્માત કે અન્ય ઈમરજન્સી સમયે ઉપયોગમાં લેવાતું ફાયર બ્રિગેડનું વાહન એક નેતાના નિવાસસ્થાન પર સફાઈ માટે પહોંચતાં સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. અહેવાલો અનુસાર નગરપાલિકા તંત્રએ બાદમાં કાર્યવાહી કરી અને ₹2,750નો દંડ પણ વસૂલ્યો હોવાનું સામે આવ્યું છે. -> Devgadh : બંગલાની સફાઈ માટે ફાયર ફાઈટર પહોંચ્યું? : વાયરલ વીડિયોમાં ફાયર બ્રિગેડનું વાહન બચુ ખાબડના નિવાસસ્થાન પર જોવા મળી રહ્યું છે.…






