SIR પ્રક્રિયા બાદ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર: 3 રાજ્ય અને 1 સંઘપ્રદેશમાં 1 કરોડથી વધુ નામ કરાયા દૂર

ચૂંટણી પંચ દ્વારા પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ગોવા અને લક્ષદ્વીપમાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા બાદ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. આ સુધારા દરમિયાન કુલ 1 કરોડથી વધુ મતદારોના નામ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળ – SIR પ્રક્રિયા દરમિયાન 58,20,898 નામ ડ્રાફ્ટ યાદીમાંથી દૂર થયા. – રાજ્યના કુલ મતદારો 7,66,37,529માંથી ઘટીને 7,08,16,630 થયા. – મોટાભાગના નામ દૂર થતા લોકોના મૃત્યુ પામવું અથવા સ્થળાંતર થયા હોવાનું કારણ છે. – આશરે 30 લાખ મતદારોની વિગતો જૂની યાદી સાથે મેળ ખાતી નથી; તેમને સુનાવણીમાં ભાગ લઇ દસ્તાવેજો દ્વારા પાત્રતા સાબિત કરવાની તક આપવામાં આવશે. રાજસ્થાન – કુલ મતદારો 5,46,56,215માંથી 42 લાખના નામ દૂર થયા. – ફોર્મ જમા કરાવનાર મતદારો: 5,04,71,396. – 8.75 લાખ લોકો મૃત્યુ પામેલા…

ગુજરાત : 99% મતદારોને SIR ફોર્મનું વિતરણ પૂર્ણ, આખરી યાદી ફેબ્રુઆરીમાં

ગુજરાતમાં ચાલી રહેલી સ્પેશ્યલ સમરી રીવિઝન (SSR) પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી છે. રાજ્યમાં મતદાર યાદી સુધારણાનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે અને અત્યાર સુધીમાં 99 ટકા મતદારોને ફોર્મનું વિતરણ પૂર્ણ થઈ ચૂક્યું છે. મુખ્ય ચૂંટણી અધિકારી હરિત શુક્લાના જણાવ્યા મુજબ, ચૂંટણી પંચ દ્વારા નક્કી કરાયેલ સમયમર્યાદામાં તમામ કામગીરી પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. 4 ડિસેમ્બર સુધી ફોર્મ પરત, 9 ડિસેમ્બરે ડ્રાફ્ટ યાદી ચૂંટણી અધિકારીઓ મુજબ મતદારોએ કરવામાં આવેલી નોંધણી અથવા સુધારણાં અંગેના ફોર્મ 4 ડિસેમ્બર સુધી પરત કરાવી શકાશે. રાજ્યમાં 9 ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવશે, જેથી મતદારોને પોતાના નામ, સરનામા અને અન્ય વિગતો ચકાસવાની તક મળશે. 8 જાન્યુઆરી સુધી નવો મતદાર બનવાની તક નવો મતદાર બનવા ઇચ્છુક નાગરિકો કે પોતાના નામમાં…