ક્રિકેટના વિરાટ ફોર્મેટમાંથી ‘વિરાટ’એ જાહેર કરી નિવૃતિ, ઇન્સ્ટાગ્રામ પર કરી પોસ્ટ

ક્રિકેટ જગતમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા વિરાટે આ મોટી જાહેરાત કરી છે. કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. તાજેતરમાં રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહ્યું. રોહિતના નિવૃત્તિના માત્ર 5 દિવસ પછી, વિરાટ કોહલીએ પણ ક્રિકેટના સૌથી જૂના ફોર્મેટને અલવિદા કહી દીધું છે. વિરાટે પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે કે ટેસ્ટ ક્રિકેટમાં પહેલીવાર બેગી બ્લુ પહેર્યાને 14 વર્ષ થઈ ગયા છે. સાચું કહું તો, તેણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે આ ફોર્મેટ તેને કેવી સફર પર લઈ જશે. તેણે તેની કસોટી કરી, તેને ઘડ્યો, અને તેને એવા પાઠ શીખવ્યા જે તે તેના બાકીના જીવન માટે તેની સાથે રાખશે. તેમણે…