Vibrant Gujarat 2027 Promotion: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો અમેરિકા-કેનેડા પ્રવાસ સફળ

Vibrant Gujarat: CM ભૂપેન્દ્ર પટેલનો અમેરિકા-કેનેડા પ્રવાસ સફળ: ગુજરાતમાં વૈશ્વિક મૂડીરોકાણની નવી તકો Vibrant Gujarat ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા અને કેનેડાનો સફળ પ્રવાસ પૂર્ણ કરીને અમદાવાદ પરત ફર્યા છે. અમદાવાદ એરપોર્ટ પર નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનો અને ઉચ્ચ અધિકારીઓએ મુખ્યમંત્રીશ્રીનું ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું હતું. આ પ્રવાસ દરમિયાન ગુજરાતમાં વૈશ્વિક મૂડીરોકાણ આકર્ષવા તેમજ આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027ને સફળ બનાવવા માટે વિવિધ વૈશ્વિક કંપનીઓ, રોકાણકારો, ટેક્નોલોજી અગ્રણીઓ અને ઉદ્યોગસાહસિકો સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજાઈ હતી. -> અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રીનું સ્વાગત :- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ તેમનું સ્વાગત કર્યું હતું. Vibrant Gujarat આ ઉપરાંત ઇન્ડેક્સ-બીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કે.સી. સંપત, અધિક ઉદ્યોગ કમિશનર…