Gandhinagarમનપા ચૂંટણી 11 વાગ્યા સુધી 16% મતદાન… Vibrant Civic Polls

Gandhinagar મનપાની 44 બેઠકો માટે મતદાન: વોર્ડ-7માં ભાજપ-કોંગ્રેસ આમને-સામને, 11 વાગ્યા સુધી સરેરાશ 16% મતદાન Gandhinagar: Gandhinagar મહાનગરપાલિકાની 44 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ચૂંટણીને લઈને શહેરના વિવિધ વિસ્તારોમાં મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી તરફ, વોર્ડ નંબર-7માં પક્ષની છત્રીઓ મૂકવાના મુદ્દે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમને-સામને આવી જતાં રાજકીય માહોલ ગરમાયો હતો. મતદાન દરમિયાન સર્જાયેલી આ ઘટનાએ સ્થાનિક સ્તરે ચર્ચા જગાવી છે. મળતી માહિતી મુજબ, સવારે 11 વાગ્યા સુધીમાં ગાંધીનગર મનપાની ચૂંટણીમાં સરેરાશ 16 ટકા મતદાન નોંધાયું હતું. -> 44 બેઠકો માટે મતદાન, મતદારોમાં ઉત્સાહ :  Gandhinagarમહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા મતદારોને પોતાના પક્ષમાં મતદાન કરવા અપીલ કરવામાં આવી રહી છે. ચૂંટણીના દિવસે મતદાન મથકો પર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ…