Vav-Tharad ના ખેડૂતો છેલ્લા એક વર્ષથી ખેતરોમાં ભરાયેલા પાણીથી ત્રાહિમામ, 40 Crisis

Vav-Tharadના ખેડૂતો છેલ્લા એક વર્ષથી ખેતરોમાં ભરાયેલા પાણીથી ત્રાહિમામ, 40થી વધુ ખેડૂતોના અસ્તિત્વ સામે સવાલ બનાસકાંઠાથી અલગ થઈને નવા બનેલા Vav-Tharad જિલ્લામાં ખેડૂતોની પાણીની સમસ્યા ગંભીર બની રહી છે. થરાદ તાલુકાના લેડાઉ અને ભાચર ગામના 40થી વધુ ખેડૂતો છેલ્લા એક વર્ષથી ખેતરોમાં ભરાયેલા પાણીના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે, ગત ચોમાસા દરમિયાન ખેતરોમાં ભરાયેલું પાણી હજુ સુધી સંપૂર્ણપણે ઓસર્યું નથી. આ સ્થિતિને કારણે ખેતી કરવી મુશ્કેલ બની છે અને અનેક ખેડૂતો સતત સિઝનથી પાક લઈ શક્યા નથી. -> એક ચોમાસું ગયું, બીજું પણ પૂરું થયું છતાં પાણી યથાવત્ : લેડાઉ અને ભાચર ગામની સીમમાં ખેતરોમાં પાણી ભરાવાની સમસ્યા સામાન્ય વરસાદી પાણીની સમસ્યા કરતાં વધુ ગંભીર બની હોવાનું સ્થાનિક ખેડૂતોનું કહેવું છે. TV9…