Sanjeli : સંજેલીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા: 11 મેડિકલ સ્ટોરમાં તપાસ, ક્રિષ્ના મેડિકલ સ્ટોર બંધ થતાં ચર્ચા Health Safety
Sanjeliમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા: 11 મેડિકલ સ્ટોરમાં તપાસ, ક્રિષ્ના મેડિકલ સ્ટોર બંધ થતાં ચર્ચા Sanjeli: દાહોદ જિલ્લાના Sanjeli નગરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા અચાનક મેડિકલ સ્ટોરનું ચેકિંગ હાથ ધરવામાં આવતા મેડિકલ સ્ટોર સંચાલકોમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો. વિભાગની ટીમ દ્વારા નગરની આશરે 11 જેટલી મેડિકલ સ્ટોરમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન દવાઓના વેચાણ સંબંધિત નિયમો, દવાઓનો સ્ટોક, બીલો, રેકર્ડ અને જરૂરી રજિસ્ટરની ચકાસણી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ કાર્યવાહી દરમિયાન સંતરામપુર રોડ પર આવેલી ક્રિષ્ના મેડિકલ સ્ટોરમાં પણ તપાસ કરવામાં આવી હતી. તપાસ બાદ મેડિકલ સ્ટોર અચાનક બંધ જોવા મળતાં સ્થાનિક સ્તરે અનેક ચર્ચાઓ અને તર્ક-વિતર્ક શરૂ થયા હતા. જોકે, ઉપલબ્ધ માહિતી પ્રમાણે સ્ટોર કયા ચોક્કસ કારણોસર બંધ…







