મુખ્યમંત્રી Bhupendra Patel આદિમજૂથ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ મહત્વનો વહિવટી સુધારો, પઢાર અને સીદી સમુદાયને મળશે સીધો લાભ
ગાંધીનગર, 6 સપ્ટેમ્બર 2026 Bhupendra Patel: ગુજરાત સરકાર દ્વારા રાજ્યના અતિ પછાત અને છેવાડાના આદિમજૂથોના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ વહિવટી સુધારો કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી Bhupendra Patelના નેતૃત્વ હેઠળ લેવામાં આવેલા આ નિર્ણયથી ‘મુખ્યમંત્રી આદિમજૂથ સર્વાંગી ઉત્કર્ષ યોજના’ના અમલીકરણમાં વધુ ઝડપ, પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ખાસ કરીને પરંપરાગત આદિજાતિ વિસ્તારોની બહાર વસતા પઢાર અને સીદી સમુદાયના પરિવારો સુધી સરકારી યોજનાઓનો લાભ વધુ અસરકારક રીતે પહોંચાડવા માટે નવી વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે.
આ નવા વહિવટી માળખા હેઠળ અમદાવાદ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ અને જૂનાગઢ એમ ચાર બિન-આદિજાતિ જિલ્લાઓમાં જિલ્લા કક્ષાની સમિતિઓના ‘સભ્ય સચિવ’ તરીકે આદિજાતિ વિકાસ વિભાગના જ વર્ગ-1ના સક્ષમ અધિકારીઓને સીધી જવાબદારી સોંપવામાં આવી છે. આ નિર્ણય ચાલુ નાણાકીય વર્ષ 2026-27થી અમલમાં મુકાયો છે.
-> આદિમજૂથોના વિકાસ માટે જવાબદારી વધુ સ્પષ્ટ :- મુખ્યમંત્રી Bhupendra Patelના માર્ગદર્શન હેઠળ આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ અને રાજ્ય મંત્રી પૂનમચંદ બરંડાના નેતૃત્વમાં લેવાયેલા આ નિર્ણયનો મુખ્ય હેતુ આદિમજૂથોના વિકાસ માટેની કામગીરીને વધુ સુવ્યવસ્થિત બનાવવાનો છે. અગાઉ બિન-આદિજાતિ જિલ્લાઓમાં આદિમજૂથોના વિકાસ માટે અલગથી સમર્પિત પ્રાયોજના વહીવટદારની કચેરી ઉપલબ્ધ ન હોવાથી જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી એટલે કે Dy. DDOને વધારાની જવાબદારી આપવામાં આવતી હતી. જોકે, જિલ્લા પંચાયતના અધિકારીઓ પાસે અન્ય અનેક પ્રકારની વહીવટી જવાબદારીઓ પણ હોય છે. પરિણામે આદિમજૂથોની યોજનાઓ માટે વધુ કેન્દ્રિત અને સમર્પિત વ્યવસ્થાની જરૂરિયાત અનુભવાતી હતી. હવે આ જવાબદારી આદિજાતિ વિકાસ વિભાગના વર્ગ-1ના અધિકારીઓને સોંપાતા આયોજનથી લઈને મંજૂરી અને મોનિટરિંગ સુધીની પ્રક્રિયામાં વધુ સ્પષ્ટતા આવવાની અપેક્ષા છે.

-> અમદાવાદ અને સુરેન્દ્રનગર માટે નવી જવાબદારી:- અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં પઢાર સમુદાયના પરિવારો સુધી યોજનાઓનો લાભ પહોંચાડવા માટે મદદનીશ કમિશનર (વર્ગ-1), આદિજાતિ વિકાસ, અમદાવાદને જિલ્લા કક્ષાની સમિતિના સભ્ય સચિવ તરીકે જવાબદારી આપવામાં આવી છે. આ અધિકારી દ્વારા યોજનાના વિકાસ કાર્યોનું આયોજન, જરૂરી મંજૂરીઓ, મોનિટરિંગ અને રિપોર્ટિંગ જેવી કામગીરીનું સંકલન કરવામાં આવશે. આથી પઢાર સમુદાયના વિસ્તારોમાં સ્થાનિક જરૂરિયાતો પ્રમાણે વિકાસ કાર્યોને આગળ વધારવામાં વધુ સરળતા રહેશે.
-> ગીર સોમનાથ અને જૂનાગઢમાં સીદી સમુદાયને લાભ :- ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં વસતા સીદી સમુદાય માટે પણ આ સુધારો મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બંને જિલ્લાઓ માટે મદદનીશ કમિશનર (વર્ગ-1), આદિજાતિ વિકાસ, રાજકોટને સભ્ય સચિવ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. જૂનાગઢમાંથી ગીર સોમનાથ જિલ્લો અલગ થયા બાદ સીદી સમુદાયના પરિવારો બંને જિલ્લાઓમાં અલગ-અલગ વિસ્તારોમાં વસે છે. જિલ્લા પુનર્રચનાને કારણે યોજનાઓના ક્ષેત્રાધિકાર અને મોનિટરિંગની વ્યવસ્થાને પણ નવી ભૌગોલિક પરિસ્થિતિ સાથે સુસંગત બનાવવાની જરૂરિયાત હતી. નવી વ્યવસ્થાથી બંને જિલ્લાઓમાં જવાબદારીનું વધુ સ્પષ્ટ વિભાજન થશે.
-> જૂનાગઢ માટે નવી જિલ્લા કક્ષાની સમિતિ :- જૂનાગઢ જિલ્લાના વિભાજન બાદ સરકારે અહીં સીદી સમુદાયના પરિવારો માટે યોજનાના અમલીકરણને વધુ અસરકારક બનાવવા નવી જિલ્લા કક્ષાની સમિતિ રચવાનો નિર્ણય કર્યો છે. Bhupendra Patel આ સમિતિ સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિકાસ કાર્યોના આયોજન અને અમલીકરણમાં મહત્વની ભૂમિકા ભજવશે. યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી મળ્યા બાદ વિકાસ કામોને વહીવટી મંજૂરી આપવી, સતત મોનિટરિંગ કરવું અને રિપોર્ટિંગ કરવાની જવાબદારી વર્ગ-1ના મદદનીશ કમિશનર સ્તરના અધિકારી પાસે રહેશે. બીજી તરફ, જમીની સ્તરે કામગીરી માટે વર્ગ-2 કક્ષાની કચેરીઓ મહત્વની ભૂમિકા ભજવશે. આયોજન મેળવવાથી લઈને ટેકનિકલ મંજૂરીની પ્રક્રિયા, કામ પૂર્ણ થયા બાદ સ્થળ તપાસ તેમજ Completion Certificate અને Utilization Certificate મેળવવા સુધીની કામગીરી સ્થાનિક કચેરીઓ દ્વારા કરવામાં આવશે.
-> બગોદરા અને તાલાલાથી ‘લાસ્ટ માઇલ ડિલિવરી’ને વેગ :- સરકારના આ નિર્ણયમાં સ્થાનિક સ્તરે યોજનાઓના અમલીકરણને પણ ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. Bhupendra Patel અમદાવાદ અને સુરેન્દ્રનગર વિસ્તારના પઢાર સમુદાયના ગામો માટે બગોદરા ખાતે આદિજાતિ વિકાસ અધિકારી (વર્ગ-2)ની કચેરી કાર્યરત છે. આ કચેરી દ્વારા સ્થાનિક જરૂરિયાતો અંગે આયોજન, ટેકનિકલ પ્રક્રિયા અને વિકાસ કામોની સ્થળ તપાસ જેવી કામગીરી વધુ સરળતાથી થઈ શકશે.Bhupendra Patel તે જ રીતે તાલાલા ખાતેની કચેરી દ્વારા ગીર સોમનાથ તથા સીદી સમુદાયના વિસ્તારોમાં જમીની સ્તરની કામગીરીને વેગ મળશે. આ રીતે વર્ગ-1ના અધિકારીઓ નીતિ, મંજૂરી અને મોનિટરિંગનું કામ સંભાળશે, જ્યારે વર્ગ-2ની સ્થાનિક કચેરીઓ વિકાસ કાર્યોના વાસ્તવિક અમલીકરણ અને સ્થળ ચકાસણી સાથે જોડાયેલી કામગીરી કરશે.

-> ચાર જિલ્લાઓમાં જ આ સુધારો કેમ? :- સરકાર દ્વારા કરવામાં આવેલા આ ફેરફાર પાછળ મુખ્યત્વે ભૌગોલિક અને વહિવટી કારણો જવાબદાર છે. Bhupendra Patel ગુજરાતના પરંપરાગત આદિજાતિ વિસ્તારોમાં આદિજાતિ પેટા યોજના હેઠળ પ્રાયોજના વહીવટદારની કચેરીઓ પહેલેથી કાર્યરત છે. ત્યાં આદિજાતિ વિકાસ માટે વર્ગ-1 અને ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા યોજનાઓનું સંકલન કરવામાં આવે છે. Bhupendra Patel પરંતુ અમદાવાદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને ગીર સોમનાથ જેવા બિન-આદિજાતિ જિલ્લાઓમાં પઢાર અને સીદી સમુદાયના પરિવારો અલગ-અલગ વિસ્તારોમાં વસે છે. તેમના માટે અગાઉ આવી સમર્પિત વહીવટી વ્યવસ્થા ઉપલબ્ધ નહોતી. હવે આ ખામી દૂર કરીને આદિજાતિ વિકાસ વિભાગના સક્ષમ અધિકારીઓને સીધી જવાબદારી સોંપવામાં આવી છે.
-> શિક્ષણથી રોજગાર સુધી વિવિધ ક્ષેત્રોમાં લાભ :- નવી વ્યવસ્થાથી આદિમજૂથોના પરિવારો સુધી વિવિધ કલ્યાણકારી યોજનાઓ વધુ અસરકારક રીતે પહોંચાડવામાં મદદ મળશે. Bhupendra Patel તેમાં શિક્ષણ, આરોગ્ય, આવાસ, રોજગાર, આર્થિક સશક્તિકરણ અને અન્ય વિકાસલક્ષી યોજનાઓનો સમાવેશ થઈ શકે છે. વર્ગ-1ના અધિકારીની સીધી જવાબદારી હોવાથી યોજનાઓના આયોજન અને મોનિટરિંગમાં જવાબદારી વધુ સ્પષ્ટ બનશે. બીજી તરફ સ્થાનિક કક્ષાની કચેરીઓ દ્વારા સ્થળ પરની વાસ્તવિક જરૂરિયાતો અને કામગીરી અંગે સતત માહિતી મેળવી શકાશે.
-> સમાવેશી વિકાસ તરફ મહત્વનું પગલું:- સરકારનો આ વહિવટી સુધારો માત્ર અધિકારીઓની જવાબદારીમાં ફેરફાર પૂરતો નથી, પરંતુ યોગ્ય અધિકારી, સ્પષ્ટ જવાબદારી, સ્થાનિક અમલીકરણ અને સતત મોનિટરિંગને એક જ માળખામાં જોડવાનો પ્રયાસ છે.
બિન-આદિજાતિ વિસ્તારોમાં છૂટાછવાયા વસતા પઢાર અને સીદી સમુદાય સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવા માટે સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ વહીવટી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. Bhupendra Patel ખાસ કરીને છેવાડાના પરિવારો સુધી વિકાસની યોજનાઓની ‘લાસ્ટ માઇલ ડિલિવરી’ મજબૂત બને તે દિશામાં આ નિર્ણય મહત્વપૂર્ણ બની શકે છે. આ નવી વ્યવસ્થાથી વિકાસ કાર્યોના આયોજનથી લઈને સ્થળ પરના અમલીકરણ સુધી વધુ સારો સમન્વય સ્થાપિત થવાની આશા છે. સાથે જ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સુધી સમયસર અને પારદર્શક રીતે લાભ પહોંચાડવાની પ્રક્રિયાને પણ વેગ મળી શકે છે. રાજ્ય સરકારનો આ અભિગમ આદિમજૂથોના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક સશક્તિકરણ સાથે તેમને વિકાસની મુખ્યધારા સાથે વધુ મજબૂતીથી જોડવાની દિશામાં એક મહત્વપૂર્ણ વહીવટી પગલું બની શકે છે.
- us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAFollow GRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276





