પ્રજાસત્તાક દિવસ 2026: ભારત 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ કેમ ઉજવાય છે? ઇતિહાસ, મહત્વ અને ઉજવણીઓ
ભારત દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરે છે. આ દિવસ દેશના બંધારણની અમલીકરણની યાદમાં નિર્વિચાર મહત્વ ધરાવે છે અને સમગ્ર દેશ માટે દેશભક્તિ અને ગર્વનો પ્રતીક છે. 2026માં, ભારત 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવશે, જે સોમવારે આવે છે. ઇતિહાસ ભારતને 15 ઓગસ્ટ, 1947 ના રોજ સ્વતંત્રતા મળી, ત્યારે દેશમાં બંધારણના અમલ માટે માર્ગદર્શિકા ન હતી. સ્વતંત્રતા પછીના કાયદા બ્રિટિશ “ભારત સરકાર અધિનિયમ, 1935” પર આધારિત હતા. ભારતીય બંધારણ તૈયાર કરવા માટે મુસદ્દા સમિતિની રચના કરવામાં આવી, જેના અધ્યક્ષ હતા ડૉ. બી.આર. આંબેડકર. સમિતિના પ્રયાસો પછી ભારતીય બંધારણ 26 નવેમ્બર, 1949 ના રોજ પૂર્ણ થયું. આ દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બે મહિના પછી, 26 જાન્યુઆરી, 1950 ના રોજ બંધારણ અમલમાં આવ્યું. આ…
પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું રાષ્ટ્રને સંબોધન, જાણો વિગત
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કરતાં કહ્યું કે યુવાનો દેશના વિકાસને નવી દિશા આપી રહ્યા છે. તેમણે જણાવ્યું કે પ્રજાસત્તાક દિવસ અતીત, વર્તમાન અને ભવિષ્યને જોડતો પવિત્ર તહેવાર છે, જે દેશની દિશા અને સ્થિતિ પર ચિંતન કરવાની તક આપે છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે 15 ઓગસ્ટ 1947ના રોજ સ્વતંત્રતા પ્રાપ્ત થયા બાદ ભારત પોતાના રાષ્ટ્રીય ભાગ્યનો નિર્માતા બન્યું. ત્યારબાદ 26 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ અમલમાં આવતા ભારત એક સંપ્રભુ, લોકશાહી પ્રજાસત્તાક તરીકે સ્થપાયું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારતનું બંધારણ ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ જેવા આદર્શો પર આધારિત છે, જે વિશ્વના સૌથી મોટા લોકશાહી પ્રજાસત્તાકનો મજબૂત પાયો બનાવે છે. આ આદર્શો બંધારણના નિર્માતાઓની દૃષ્ટિ અને રાષ્ટ્રની એકતાનું પ્રતિક છે. રાષ્ટ્રપતિ મુર્મુએ સરદાર વલ્લભભાઈ પટેલની…








