IFJ : પત્રકારો માટે વર્ષ 2025 રહ્યું સૌથી ખતરનાક, વિશ્વભરમાં 128ના થયા મોત; અહી છે સૌથી ખરાબ સ્થિતિ
2025નું વર્ષ ખતરનાક રહ્યું છે ખાસ કરી ને પત્રકારત્વ માટે . ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ જર્નાલિસ્ટ્સ (IFJ) ના તાજેતરના અહેવાલ મુજબ, વિશ્વભરમાં કુલ 128 પત્રકારો અને મીડિયા કર્મચારીઓની હત્યા કરવામાં આવી હતી. આમાંથી, સૌથી વધુ મૃત્યુ 74 પશ્ચિમ એશિયા અને આરબ દેશોમાં થયા હતા. આનો અર્થ એ થયો કે વિશ્વના જે 58% પત્રકારો માર્યા ગયા તે એકલા આ પ્રદેશમાં જ થયા હતા. ફક્ત પેલેસ્ટાઇનમાં જ 56 પત્રકારોની હત્યા કરવામાં આવી. ગાઝામાં ચાલી રહેલા યુદ્ધ દરમિયાન, પત્રકારોને નિશાન બનાવવાની ઘટનાઓ સતત વધી છે. સૌથી મોટો અને દુઃખદ કિસ્સો 10 ઓગસ્ટના રોજ અલ-જઝીરાના રિપોર્ટર અનસ અલ-શરીફની હત્યાનો છે. તેમના પર હુમલો ત્યારે થયો જ્યારે તેઓ અન્ય પત્રકારો સાથે અલ-શિફા હોસ્પિટલ નજીક એક તંબુમાં હાજર હતા. આ હુમલામાં પાંચ અન્ય…
રશિયા યુદ્ધનો અંત લાવવા તૈયાર ! પુતિન યુક્રેન સાથે સીધી વાતચીતની કરી ઓફર
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રવિવારે 15 મેના રોજ ઇસ્તંબુલમાં યુક્રેન સાથે સીધી વાતચીતનો પ્રસ્તાવ મૂક્યો હતો, અને કહ્યું હતું કે તેનો ઉદ્દેશ્ય કાયમી શાંતિ સ્થાપિત કરવાનો અને યુદ્ધના મૂળ કારણોને દૂર કરવાનો હોવો જોઈએ. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે, રશિયા સંઘર્ષના મૂળ કારણોને ઘટાડવા અને લાંબા ગાળાની શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે ઇસ્તંબુલમાં યુક્રેન સાથે સીધી વાતચીતનો પ્રસ્તાવ મૂકી રહ્યું છે. 2022 માં રશિયન હુમલા પછી તરત જ નિષ્ફળ વાટાઘાટોનો ઉલ્લેખ કરતા, પુતિને કહ્યું કે તે રશિયા નહીં, યુક્રેન હતું જેણે વાટાઘાટો તોડી હતી. જેના કારણે 2022 માં વાટાઘાટો તૂટી ગઈ. તેમ છતાં, અમે પ્રસ્તાવ મૂકી રહ્યા છીએ કે કિવ કોઈપણ પૂર્વશરતો વિના સીધી વાટાઘાટો ફરી શરૂ કરે. તેમણે કહ્યું, ‘અમારો પ્રસ્તાવ યુક્રેન જે કહે છે તેના…








