અમેરિકા: પોલીસ કારના અકસ્માતમાં મોત પામનાર ભારતીય વિદ્યાર્થી જ્હાનવી કંડુલાના પરિવાર માટે બેવડો આઘાત
અમેરિકાના સિએટલમાં જાન્યુઆરી 2023માં પોલીસ કારની ટક્કરથી જીવ ગુમાવનાર 23 વર્ષીય ભારતીય વિદ્યાર્થી જ્હાનવી કંડુલાના પરિવાર પર ફરી એકવાર દુઃખનો વલય તૂટી પડ્યો છે. લાંબી કાનૂની લડત બાદ સિટિ કાઉન્સિલ દ્વારા 29 મિલિયન ડોલર (અંદાજે 262 કરોડ રૂપિયા)ના વળતર (સેટલમેન્ટ)ની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આ ઐતિહાસિક જાહેરાતના માત્ર બે દિવસ પહેલાં જ જ્હાનવીના પિતા, નિવૃત્ત પોલીસ કોન્સ્ટેબલ કંડુલા શ્રીકાંતનું હાર્ટ એટેકથી નિધન થયું. પિતાના અવસાનની વિગતો જ્હાનવીના પિતા કંડુલા શ્રીકાંત 10 ફેબ્રુઆરીના રોજ કુર્નૂલમાં હાર્ટ એટેકના કારણે અવસાન પામ્યા. તેમના અંતિમ સંસ્કાર 12 ફેબ્રુઆરીના રોજ અડોની ખાતે કરવામાં આવ્યા હતા. દુઃખની વાત એ છે કે વળતર અંગેની સત્તાવાર જાહેરાત તેમના અવસાનના માત્ર 48 કલાક બાદ થઈ હતી. અકસ્માતની સમગ્ર ઘટના 23 જાન્યુઆરી, 2023નાં રોજ અમેરિકનાં…
દક્ષિણ કોરિયામાં તાલીમ દરમિયાન AH-1S ‘કોબ્રા’ હેલિકોપ્ટર ક્રેશ, બે સેનાના અધિકારીઓના મોત
દક્ષિણ કોરિયાના ગ્યોંગગી પ્રાંતમાં આજે સૈન્ય દુર્ઘટનાએ હિલ્લા મચાવી દીધું છે. સેનાનું શક્તિશાળી AH-1S કોબ્રા હેલિકોપ્ટર તાલીમ ઉડાન દરમિયાન ગેપ્યોંગ કાઉન્ટીની નદીના કિનારે તૂટી પડ્યું. દુર્ભાગ્યવશ, હેલિકોપ્ટરમાં સવાર બંને જુનિયર વોરંટ ઓફિસરોનું સ્થળે જ કરુણ મોત નિપજ્યું છે. અકસ્માતની વિગતો હેલિકોપ્ટર સેનાના 15મા એવિએશન ગ્રુપનું હતું. ઉડાન શરૂ થયા પછી જ તે બેઝથી માત્ર 800 મીટરના અંતરે ક્રેશ થયું. અકસ્માતમાં કોઈ વિસ્ફોટ કે આગ લાગ્યાનું અહેવાલ નથી, પરંતુ હેલિકોપ્ટરના ફુરચા ઉડી ગયા હતા. બંને ગંભીર રીતે ઘાયલ અધિકારીઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને ડોક્ટરોએ મૃત જાહેર કર્યો. સેનાના પગલાં દુર્ઘટનાના પગલે, દક્ષિણ કોરિયાની સેના દ્વારા તમામ કોબ્રા હેલિકોપ્ટરોનું ઓપરેશન તાત્કાલિક સ્થગિત કરવામાં આવ્યું છે. સેનામાં શોકની લહેર દોડી ગઈ છે અને દુર્ઘટનાની સંપૂર્ણ તપાસ…








