આવતીકાલથી દેશભરમાં ભાજપ યોજાશે ત્રિરંગા યાત્રા, આ નેતાઓને સોંપી મહત્વની જવાબદારી
પહેલગામમાં થયેલ આતંકી હુમલાને લઈને ભારતે આતંકીઓને ઓપરેશન સિંદૂરને લઈ વળતો જવાબ આપ્યો છે. ત્યારે હવે ઓપરેશન સિંદૂરની સફળતાને લઈને ભાજપ આવતી કાલથી ત્રિરંગા યાત્રા શરૂ કરશે. જેમાં મોદી સરકારના મજબૂત નેતૃત્વ અને સશસ્ત્ર દળોની બહાદુરી વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે યોજાઈ રહી છે. ભાજપના એક નેતાએ જણાવ્યું હતું કે પાર્ટી 13 થી 23 મે દરમિયાન યોજાનાર પ્રચાર દરમિયાન પાકિસ્તાન વિરુદ્ધ ભારતના સફળ ઓપરેશન્સ અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી છાવણીઓને પ્રકાશિત કરીને લોકોને એક કરવાનો પ્રયાસ કરશે. ભાજપે સોંપી આ નેતાઓને જવાબદારી આ યાત્રા દ્વારા, ભાજપ જનતાને જણાવશે કે કેવી રીતે ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ તેના નાગરિકોને સંકટમાંથી બચાવ્યા અને રાષ્ટ્રીય આત્મસન્માનને મજબૂત બનાવ્યું. આ યાત્રાના સંકલનની જવાબદારી સંબિત પાત્રા, વિનોદ તાવડે અને તરુણ ચુઘ જેવા…







