Mumbai : ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસ કોટામાં 3 આરોપી પકડાયા… Breakthrough

Mumbai : ટાઈગર શ્રોફ પર ફાયરિંગના આરોપીઓ નેપાળ ભાગવાના હતા: રાજસ્થાન પોલીસે કોટા રેલવે સ્ટેશન પર પકડી લીધા, એક બિહારનો અને બે હરિયાણાના Mumbai/કોટા: બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફની કાર પર ફાયરિંગ કરવાના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. આ ઘટનામાં સામેલ હોવાની શંકા ધરાવતા ત્રણ આરોપીઓને રાજસ્થાનના કોટા રેલવે સ્ટેશન પરથી ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસના પ્રાથમિક દાવા મુજબ, ત્રણેય આરોપીઓ Mumbaiથી નીકળ્યા બાદ દિલ્હી પહોંચીને ત્યાંથી નેપાળ ભાગવાની યોજના બનાવી રહ્યા હતા. જોકે, મુંબઈ પોલીસ પાસેથી મળેલી માહિતીના આધારે રાજસ્થાન પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ સંયુક્ત કાર્યવાહી કરીને તેમને પકડી લીધા હતા. -> કોટા રેલવે સ્ટેશન પર પોલીસનું ઓપરેશન : અહેવાલો અનુસાર, ટાઈગર શ્રોફની કાર પર ફાયરિંગની ઘટના બાદ પોલીસ આરોપીઓની શોધખોળ કરી રહી હતી. તપાસ…