ફિલિપાઇન્સમાં ભીષણ આગ: 1000 ઘરો બળીને રાખ,5000થી વધુ લોકો બેઘર

દક્ષિણ ફિલિપાઇન્સના બોંગાઓ શહેર નજીક આવેલા એક નાના ટાપુ પર મંગળવાર રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં એક આખી વસાહત નાશ પામી હતી. આગમાં અંદાજે 1000 ઘરો બળીને રાખ થયા છે અને 5000થી વધુ લોકો બેઘર બન્યા છે. સમાચાર એજન્સી પીએનએ મુજબ, આગ બારંગે લામિયન વિસ્તારમાં લાગી હતી. આ વિસ્તાર દરિયાના પાણી ઉપર લાકડાના સ્થીલ્ટ પર બનેલા ઘરો માટે જાણીતો છે. મોટાભાગના ઘરો લાકડા, વાંસ અને નાળિયેરના પાન જેવા હળવા પદાર્થોથી બનેલા હોવાથી આગ ઝડપથી એક ઘરથી બીજા ઘરમાં ફેલાઈ ગઈ. જોરદાર પવનને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને લગભગ ચાર કલાક સુધી સળગતી રહી. આગ એટલી ભયંકર હતી કે આખી વસાહત ખાલી કરાવવી પડી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં રાત્રિના અંધકારમાં વિશાળ…