Google ભારતમાં કરશે 1.25 લાખ કરોડનું રોકાણ, બનાવશે મેગા AI હબ
ગુગલ આગામી 5 વર્ષમાં ભારતમાં 15 બિલિયન ડોલર ( 1.25 લાખ કરોડ રૂપિયા)નું રોકાણ કરશે. કંપનીનું આ રોકાણ દેશનું પહેલું મોટું AI હબ બનાવવાનો ભાગ હશે. આ મહત્વપૂર્ણ જાહેરાત ગુગલના સીઈઓ સુંદર પિચાઈ અને ડિપમાઈન્ડના CEO ડેમિસ હાસાબિસ દ્વારા કરવામાં આવી. વિશાખાપટ્ટનમમાં મેગા AI ડેટા સેન્ટર આ રોકાણનો મુખ્ય ભાગ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં બનનાર મેગા AI ડેટા સેન્ટર છે. આ ડેટા સેન્ટર માત્ર બિલ્ડિંગ નહીં, પણ AI મોડલ ટ્રેનિંગ, ક્લાઉડ સર્વિસ અને હાઈ-પાવર કોમ્પ્યુટિંગ માટેનું કેન્દ્ર બનશે. અહીંથી ભારત અને આસપાસના દેશોના AI સર્વિસઝ માટે તાકાત મળશે. ઝડપી ઈન્ટરનેટ માટે નવા અંડરસી કેબલ ગુગલ ભારતમાં સીધું કનેક્શન વધારવા માટે નવી અંડરસી ઈન્ટરનેટ કેબલ નાખી રહ્યું છે. આ કેબલ સિંગાપુર, સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સાથે જોડાશે, જેનાથી એશિયા,…
Grokના દુરુપયોગ સામે કેન્દ્ર સરકાર કડક, X પાસેથી કાર્યવાહીનો અહેવાલ માગ્યો
કેન્દ્ર સરકારે AI-આધારિત સેવાઓના દુરુપયોગ સામે કડક વલણ અપનાવ્યું છે. ખાસ કરીને Grok અને અન્ય xAI પ્લેટફોર્મના ઉપયોગ દ્વારા અશ્લીલ, નગ્ન, અભદ્ર અને જાતીય રીતે સ્પષ્ટ સામગ્રીનું સર્જન, હોસ્ટિંગ અને શેરિંગ થવાનો મામલો ઊભો થયો છે. સરકારે સોશિયલ મીડિયા કંપની Xને પત્ર લખીને તેના દ્વારા લેવાયેલા પગલાં અંગે સ્પષ્ટ અહેવાલ માંગ્યો છે. Grok અને xAI સેવાઓનો દુરુપયોગ સરકારના પત્રમાં જણાવ્યું છે કે, Grok જેવી AI-આધારિત સેવાઓનો ઉપયોગ કેટલાક વપરાશકર્તાઓ દ્વારા મહિલાઓને અશ્લીલ રીતે દર્શાવતી છબીઓ અને વીડિયોઝ બનાવવામાં માટે કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને, આ પ્રકારની સામગ્રી નકલી એકાઉન્ટ્સ દ્વારા પોસ્ટ કરવામાં આવી રહી છે, જેના કારણે ઓનલાઈન સુરક્ષા અને વપરાશકર્તાઓના અધિકારો માટે ગંભીર જોખમ ઉભું થયું છે. નકલી એકાઉન્ટ્સ અને ફોટા હેરફેરનો ખતરો પત્રમાં…








