Ahmedabad : શિક્ષકો સરકાર સામે બાંયો ચઢાવવાના મુડમાં! જૂની પેન્શન યોજના લઈને પોસ્ટકાર્ડ અભિયાન દ્વારા વિરોધ નોંધાવ્યો
રાજ્યના શિક્ષકો સરકાર સામે બાંયો ચઢાવવાના મુડમાં છે. જૂની પેન્શન યોજના લાગુ ન કરાતા શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કુલબોર્ડના શિક્ષકોએ પોસ્ટકાર્ડ અભિયાન દ્વારા વિરોધ નોંધાવ્યો છે. અગાઉ રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવા છતા તેનો અમલ કરવામાં આવ્યો નથી તેને લઈને હવે શિક્ષકો પણ નારાજ થયા છે. આ પણ વાચો :- Gondal : ગોંડલમાં પાટીદાર સમાજમાં રોષ, રેલી દ્વારા આરોપીઓનો વરઘોડો કાઢવા કરાઈ માગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડના શિક્ષકોએ આ મામલે પોસ્ટકાર્ડ અભિયાન શરુ કર્યું છે. આ પોસ્ટકાર્ડ અભિયાન થકી વિરોધ નોંધાવ્યો છે. શિક્ષકોએ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીને એક અઠવાડિયા સુધી પોસ્ટકાર્ડ લખી જૂની પેન્શન યોજના લાગુ કરવા માંગ કરશે. શિક્ષકોનું કહેવું છે કે, રાજ્ય સરકારે જાહેરાત કર્યા બાદ પણ જુની પેન્શન…
ગુજરાતમાં જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા શરુ, ઉમેદવારોને અપાશે નિમણૂંક પત્ર
ગુજરાતમાં આજથી જૂના શિક્ષકો શાળા ફાળવણીની શરુઆત કરવામાં આવી છે. ત્યારે 9 માર્ચે ઉમેદવારોને નિમણૂક હુકમ આપવામાં આવશે. તાજેતરમાં ભરતી માટે 4532 અરજી મળ્યા બાદ મેરિટ જાહેર કરાયું હતું. જેમાં 9 માર્ચના રોજ જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે. મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યા બાદ 12 ફેબ્રુઆરીથી 19 ફેબ્રુઆરી દરમિયાન શાળા પસંદગીનો તબક્કો હાથ ધરવામાં આવ્યો હતો. આ પણ વાંચો :- GPSCની ભરતી પરીક્ષા માટે આજથી ફોર્મ ભરવાની શરુઆત, ઉમેદવારો 15 માર્ચ સુધી ભરી શકશે ફોર્મ -> જૂના શિક્ષકોની ભરતી :- રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં 2 હજાર અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 2 હજાર મળી કુલ 4 હજાર જૂના શિક્ષકોની ભરતીની જાહેરાત 1 સપ્ટેમ્બર, 2024ના રોજ આપવામાં આવી હતી. આ જાહેરાત અન્વયે ઉમેદવારો દ્વારા ભરતી માટે…








