આરએસએસ સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવતનું આગમન રાજકોટમાં, શતાબ્દી વર્ષ ઉજવણી અંતર્ગત વિશેષ સંવાદ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે અખિલ ભારતીય પ્રવાસ યોજના અંતર્ગત પરમપૂજ્ય સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવત રવિવારે રાજકોટના સેવાભારતી ભવનમાં આગમન થયા. તેમની મુલાકાત દરમ્યાન તેઓ જાહેર સભાને સંબોધન નહીં કરે, પરંતુ સમાજના પ્રબુદ્ધ નાગરિકો અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સાથે વિશેષ સંવાદ કરશે. આ મુલાકાત દરમિયાન, ડૉ. મોહનજી ભાગવત ‘પંચ પરિવર્તન’ ના વિષયો પર ભાર મુકશે, જેમાં સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન, સ્વદેશી (સ્વબોધ), પર્યાવરણ સંરક્ષણ અને નાગરિક કર્તવ્ય જેવા મહત્વના મુદ્દાઓની ચર્ચા થશે. સૌરાષ્ટ્રના વિવિધ ક્ષેત્રોના આગેવાનો સાથે આ સંવાદ દ્વારા ઊંડું ચિંતન અને વિચારોનો વિનિમય થશે. ઉલ્લેખનીય છે કે, ડૉ. મોહનજી ભાગવતનો ગુજરાત સાથે દેહ અને પારિવારિક સંબંધ છે. તેમના પિતા સ્વ. મધુકરરાવજી ભાગવત, ભૂતકાળમાં ગુજરાતના પ્રાંત પ્રચારક તરીકે મહત્વપૂર્ણ દાયિત્વ નિભાવતા રહ્યા…