સુરતમાં સગીરાનો આપઘાત, પ્રેમી સાથે જોઈ જતા મોટાભાઈએ આપ્યો હતો ઠપકો
B INDIA સુરત : આજ કાલના આ યુવાનોને થયું શું છે. માતા- પિતા થોડો ઠપકો શું આપે ને યુવાનો મોતને વ્હાલું કરી લે છે. આવી જ એક ઘટનાં સુરતમાં બની છે. જ્યા સચિન જીઆઇડીસી વિસ્તારમાં રહેતા પરિવારની 15 વર્ષીય કિશોરીના પ્રેમ સંબંધોની જાણકારી પરિવારને થઈ હતી. ત્યાર બાદ પરિવાર દ્વારા આ કિશોરીને ઠપકો આપવામાં આવ્યો હતો. જેને લઇને કિશોરીને લાગી આવતાં પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.નાની ઉંમરના વ્યક્તિઓ આપઘાત તરફ વધી રહ્યા છે. ત્યારે વધુ એક ઘટના સામે આવતા સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સચિન જીઆઇડીસી વિસ્તારમાં રહેતા અને છૂટક મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા પરિવારમાં 15 વર્ષની દીકરી મીલા હિરાભાઇ બિલવાડ નજીકમાં જ રહેતા એક યુવક…







