H-1B વિઝા મામલે અનિશ્ચતતા વચ્ચે પણ નિશ્ચચિંત છે અમેરીકામાં સ્થિત આ ભારતીય કંપનીઓ,જાણો કારણ
વધુ હિસ્સો ધરાવતી યુએસ સ્થિત ભારતીય IT કંપનીઓ આ અંગે ચિંતિત નથી. આનું સૌથી મોટું કારણ એ છે કે ટોચની 5 ભારતીય IT કંપનીઓમાં અડધાથી પણ ઓછા વ્યાવસાયિકો અમેરિકાની બહારના છે. આવી સ્થિતિમાં, ભારતીય કંપનીઓ અન્ય દેશોના વ્યાવસાયિકોને હાયર કરવા પર વધુ નિર્ભર નથી. આત્યંતિક કટોકટીના કિસ્સામાં, ભારતીય કંપનીઓ તેમના કામને ભારતમાં સ્થિત વર્કસ્ટેશન પર ટ્રાન્સફર કરી શકે છે.અન્ય દેશોના વ્યાવસાયિકોને નોકરી પર રાખવા માટે H-1B વિઝા ઘટાડવાના અમેરિકાના નિર્ણયને કારણે સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. આમ છતાં, H-1B વિઝામાં સૌથી TCS, Infosys મળીને 20 ટકા H-1B વિઝા લે છે 2024માં અમેરિકામાં મંજૂર થયેલા કુલ H-1B વિઝામાં TCS અને Infosysનો હિસ્સો 20 ટકા હતો. આ ઉપરાંત, HCL, ટેક મહિન્દ્રા અને વિપ્રો જેવી કંપનીઓ પણ અમેરિકામાં…
બ્રિક્સમાં સભ્યપદ મેળવવાની પાકિસ્તાનની આશા પર ફરી વળ્યું પાણી
બ્રિક્સમાં સભ્યપદ મેળવવાની આશા રાખનાર પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે. ભારતના જોરદાર વિરોધના કારણે પાકિસ્તાન માત્ર બ્રિક્સના સભ્યપદથી વંચિત રહ્યું ન હતું, પરંતુ તે ભાગીદાર દેશોની યાદીમાં પણ સ્થાન મેળવી શક્યું ન હતું. દરમિયાન, તુર્કીએ બ્રિક્સ ભાગીદાર દેશોની યાદીમાં પોતાનો સમાવેશ કરીને નોંધપાત્ર લાભ મેળવ્યો છે. રશિયાએ તાજેતરમાં 13 નવા ભાગીદાર દેશોની જાહેરાત કરી છે. આ દેશોમાં અલ્જેરિયા, બેલારુસ, બોલિવિયા, ક્યુબા, ઈન્ડોનેશિયા, કઝાકિસ્તાન, મલેશિયા, થાઈલેન્ડ, તુર્કી, યુગાન્ડા, નાઈજીરીયા, ઉઝબેકિસ્તાન અને વિયેતનામનો સમાવેશ થાય છે. આ દેશો 1 જાન્યુઆરી, 2025થી બ્રિક્સના ભાગીદાર દેશો બની જશે. ચીન અને રશિયાના સમર્થનથી બ્રિક્સમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલું પાકિસ્તાન આ યાદીમાં પોતાનું સ્થાન બનાવવામાં નિષ્ફળ રહ્યું. -> તુર્કીની સફળતાનું કારણ :- એવું માનવામાં આવે છે કે કાશ્મીર મુદ્દે તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ…








